________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
• સૂત્ર
૧૦૨૫, ૧૦૨૬
જે નક્ષત્ર જે રાત્રિની પૂર્તિ કરે છે, તે જ્યારે આકાશના પહેલા ચોથા ભાગમાં આવે છે, ત્યારે તે પ્રદોષકાળ થાય છે. તે કાળમાં સ્વાધ્યાયથી નિવૃત્ત થવું જોઈએ... તે નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચોથા ભાગમાં આવે છે, ત્યારે તેને “વૈરાત્રિક કાળ' સમજીને મુનિ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થાય. ૭ વિવેચન - ૧૦૨૫, ૧૦૨૬
૬ ૨
-
-
જે નક્ષત્ર રાત્રિની પરિસમાપ્તિ કરે ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ આ - પ્રદોષકાળ એટલે રાત્રિમુખ સમય. વૈરાગિક - ત્રીજો. એ પ્રમાણે પ્રથમ આદિ પ્રહરો કહેલા છે. આ પ્રમાણે સામાન્યથી દિવસ અને રાત્રિના કૃત્યો બતાવીને. વિશેષથી તેને જ દર્શાવતા કહે છે -
• સૂત્ર - ૧૦૨૭ થી ૧૦૪૪/૧
(૧૦૨૭) દિવસના પહેલાં પ્રહરના ચોથા ભાગમાં પાત્રાદિનું પડિલેહણ કરી, ગુરુને વંદના કરી, દુઃખ વિમોક્ષક સ્વાધ્યાય કરે. (૧૦૨૮) પોરિસિના ચોથા ભાગમાં ગુરુને વાંદીને કાળને પ્રતિક્રમ્યા વિના જ પાત્રાનું પડિલેહણ કરે. (૧૦૨૯) મુખવસ્તિકાનું પડિલેહણ કરીને ગુચ્છાનું પડિલેહણ કરે. આંગળીઓથી ગુચ્છા પકડીને વસ્ત્રો પડિલેહે.
-
(૧૦૩૦) (ઉત્ક્રુટુક આસને બેસે) પછી વસ્ત્ર ઉંચુ રાખે, સ્થિર રાખે, અત્વરિતતાથી તેનું પડિલેહણ કરે. બીજામાં વસ્ત્રને ધીમે ધીમે ઝટકીને પછી વસ્ત્રનું પ્રમાર્જન કરે.
(૧૦૩૧) પડિલેહણના સમયે વસ્ત્ર કે શરીરને નચાવે નહીં, વાળે નહીં. દૃષ્ટિથી અલક્ષિત ન કરે, દિવાલ આદિનો સ્પર્શ ન થવા દે. છ પૂર્વ અને નવ ખોટક કરે. જે કોઈ પ્રાણી હોય તેનું વિશોધન કરે.
(૧૦૩૨) પડિલેહણના દોષ કહે છે - આરભટા, સંમદર્દ, મોસલી, પ્રસ્ફોટના, વિક્ષિપ્તા. વેદિકા (૧૦૩૩) પ્રશિથિલ, પ્રલંબ, લોલ, એકામ, અનેક રૂપ ધૂનન, પ્રમાણ પ્રમાદ, ગણનોપગણના,
(૧૦૩૪) પ્રસ્ફોટન અને પ્રમાર્જનના પ્રમાણથી ન-ન્યૂન, ન અધિક, તથા અવિપરીત પ્રતિલેખના જ શુદ્ધ થાય છે. તેના આઠ વિકલ્પોમાં પહેલો ભેદ જ શુદ્ધ છે, બાકીના ભેદો અપ્રશસ્ત છે.
(૧૦૩૫) પડિલેહણ કરતી વખતે જે પરસ્પર વાર્તાલાપ કરે, જનપદની કથા કરે. પચ્ચક્ખાણ આપે, ભણાવે કે સ્વયં ભણે. (૧૦૩૬) તે પડિલેહણમાં પ્રમત્ત મુનિ પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ અને પ્રસકાય એ છ એ કાયના વિરાધક થાય છે.
Jain Education International
(૧૦૩૭) છ માંનું કોઈ એક કારણ હોય તો ત્રીજા પ્રહરમાં ભોજનપાનની ગવેષણા કરે. (૧૦૩૮) ક્ષુધા વેદના, વૈયાવચ્ચ, ઇસમિતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org