________________
૬ ૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ એ પ્રમાણે પૂછીને જે કર્તવ્ય છે, તે કહે છે - વૈયાવૃચમાં નિયુક્ત તેવૈયાવચ્ચ, શરીરના શ્રમને વિચાર્યા વિના અગ્લાનીથી કરે. સ્વાધ્યાયમાં નિયુક્ત હોય તો સર્વ દુઃખ વિમોક્ષક કેમકે સર્વ તપકર્મમાં પ્રધાન હોવાથી સ્વાધ્યાયને અગ્લાનપણે કરે. આ સર્વ ઓધ સામાચારીના મૂળત્વથી પ્રતિલેખનાનો તે કાળ સદા વિધેયત્વથી ગુરુ પારતંત્ર્યને જણાવીને હવે ઓત્સર્ગિક દિનકૃત્ય કહે છે -
• સૂત્ર - ૧૦૧૭, ૧૦૧૮ -
વિચક્ષણ ભિક્ષ દિવસના ચાર ભાગ કરે. તે ચારે ભાગોમાં સ્વાધ્યાય આદિ ગુણોને આરાધે... પહેલાં હહમાં સ્વાધ્યાય કરે. બીજામાં ધ્યાન કરે. ત્રીજામાં ભિક્ષાયય કરે. ચોથામાં ફરી સ્વાધ્યાય કરે..
• વિવેચન - ૧૦૧૭, ૧૦૧૮ -
ચાર ભાગ કરીને પછી મૂલગુણની અપેક્ષાથી ઉત્તર ગુણ રૂ૫ - સ્વાધ્યાય આદિ તત્કાળ ઉચિત કરે. દિવસના કયા ભાગમાં કયા ઉત્તર ગુણોને આરાદે, તે કહે છેપહેલી પોરિસિમાં સ્વાધ્યાય - વાયનાદિ કરે. તે સૂત્રપોરિસિમાં કરે કે અહોરાકમાં કરે? બીજી પોરિસિમાં ધ્યાન કરે. અહીં અર્થ પોરિસિથી ધ્યાન એટલે અર્થ વિષયક માનસ આદિ વ્યાપાર કરે. આવા ધ્યાન કરે. અહીં પ્રતિલેખના કાળને અભત્વથી વિવક્ષિત કર્યો નથી. ત્રીજામાં ભિક્ષાચર્યા, ચોથામાં સ્વાધ્યાય કરે. અહીં ત્રીજામાં ભિક્ષાચર્યામાં ભોજન, બહાર જવું આદિ સમાવિષ્ટ છે. બીજા તેમાં પડિલેહણ, ચંડિલ પ્રત્યુપેક્ષણાદિ ગ્રહણ કરે છે.
કાળની અપેક્ષાથી ખેતી આદિ માફક બધાં અનુષ્ઠાનોનું સ-ફળત્વ બતાવવા ઉક્તવિધાન છે. જે કહ્યું કે પહેલી પોરિસિમાં સ્વાધ્યાય કરે, તેના પરિજ્ઞાનાર્થે કહે છે
• સૂત્ર - ૧૦૧૯ થી ૧૦૨૧ -
અષાઢ મહિનામાં દ્વિપદા પોરિસી હોય છે, પોષ મહિનામાં ચતુષ્પદા, ચૈત્ર અને અશ્વિન મહિનામાં ત્રિપદા પોરિસી હોય છે.
સાત રાતમાં એક જંગલ, પક્ષામાં બે અંગુલ, એક માસમાં ચાર અંગુલની વૃદ્ધિ અને શનિ થાય છે... અષાઢ, ભાદરવો, કારતક, પોષ, ફાગળ, સૈશાખના કૃષ્ણ પક્ષમાં એક અહોરાત્રિનો ક્ષય થાય છે.
• વિવેચન - ૧૦૧૯ થી ૧૦૨૧ -
સાત અહોરાત્રથી દક્ષિણાયનમાં વધે છે. ઉત્તરાયણમાં ઘટે છે. અહીં સાદ્ધ સપ્તરાત્રિ લેવું. કેમકે પક્ષથી બે અંગુલ વૃદ્ધિ કહી છે. કેટલાંક માસમાં ચૌદ દિવસનો પક્ષ પણ સંભવે છે. તેમાં સાત અહોરાત્રથી પણ અંગુલ વૃદ્ધિ - હાનિમાં કોઈ દોષ નથી. - x- *- અષાઢાદિ પ્રત્યેકના કૃષ્ણ પક્ષમાં અવમ - ન્યૂન, એક એક અહોરાત્ર કહ્યા. એ પ્રમાણે એક દિવસ ઘટતાં ચોદ દિવસનો એક કૃષ્ણ પક્ષ થાય. આ પોરિસિ પ્રમાણ વ્યવહારથી છે, નિશ્ચયથી આ ગણનામાં ફેરફાર છે, તે સૂર્યપ્રજ્ઞપ્તિના વ્યાખ્યાનથી જાણવો. - ૮ - ૪• x- અહીં પહેલી પોરિસિમાં ઉપલક્ષણથી પ્રતિલેખના For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International