________________
અધ્ય. ૨૬ ભૂમિકા
૫
૭
છે અધ્યયન - ૨૬ - “સામાચારી” છે
૦ પચીશમાં યજ્ઞય' અધ્યયનને કહ્યું. હવે છવ્વીસમું કહે છે. તેનો આ સંબંધ છે – અનંતર અધ્યયનમાં “બ્રહ્મગુણો' કહ્યા. તેનાથી યુક્ત યતિ જ હોય. તેણે અવશ્ય સામાચારી ધારણ કરવી જોઈએ. તે અહીં જણાવે છે તે સંબંધે આ અધ્યયન આપેલ છે. નામ નિક્ષેપામાં “સામાચારી' એ નામ છે. તેથી સામ અને આચાર નો નિક્ષેપો કહે છે
નિર્યુક્તિ - ૪૮૪ થી ૪૮૯ + વિવેચન -
સામ'નો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય નિક્ષેપબે ભેદે છે- આગમથી અને નોઆગમથી. નોઆગમથી ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત, તવ્યતિરિક્ત દ્રવ્ય સામ તે શર્કરા, ક્ષીર આદિ છે. ભાવમાં “સામ” તે દશ ભેદે આ ઇચ્છાકાર, મિથ્યાકાર આદિ સામાચારી છે. આનું ભાવ સામત્વ તાવિક રીતે ક્ષાયોપશમાદિ ભાવરૂપ પણાથી પરસ્પર અવિરોધથી અવસ્થાન છે.
સામાચારી- ઇચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવશ્ચિકી, નૈષેલિકી, આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદણા, નિમંત્રણા, ઉપસંપદા એ દશ છે. આ પ્રત્યેકની પ્રરૂપણા કહીશ. આવશ્યક નિર્યુક્તિમાં પણ આ ગાથા આવેલ છે - X- - ૪- ભાવથી આ દશવિધ સામાચારીની આચરણા છે. - x x-.
આચારનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યાચાર બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. શેષ પૂર્વવત - x x-.
હવે અધ્યયનના નામનો અન્વર્થ કહે છે - • નિર્યુક્તિ - ૩૯૦ - વિવેચન -
ઇચ્છા આદિ સામમાં અનંતર અભિહિત આચરણ - આ વિષયક અનુષ્ઠાન પ્રરૂપેલ છે. આ અધ્યયનમાં તેની સામાચારીનામક અધ્યયન થાય છે, તે જાણવું. હવે તેનું સૂબાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ, તે આ છે.
• સૂત્ર - ૧૦૦૭ -
સામાચારી બધાં દુઃખોથી મુક્ત કરાવનારી છે, જેનું આચરણ કરીને નિર્ગસ્થ સંસાર સમુદ્રને તરી જાય છે, તે સામાચારી હું કહીશ.
• વિવેચન - ૧૦૦૭ -
સમ આચરણ તે સમાચાર, તેમાંથી સામાચારી શબ્દ નિષ્પન્ન કર્યો છે. સામાચારી - “યતિજનને કર્તવ્યતારૂપ' તે હું કહીશ. તે બધાં જ શારીરિક, માનસિક અસાતાની મુક્તિનો હેતુ છે. તેથી જ આ સામાચારી આરાધીને નિર્ગળ્યો સંસાર સાગરને તરી ગયા છે અને મુક્તિ પામે છે ઉપલક્ષણથી તરે છે અને તરશે. - હવે પ્રતિજ્ઞાનુસાર કહે છે
• સૂત્ર - ૧૦૦૮ થી ૧૦૧૦ - (૧) આવયિકી, (૨) નિષીધિકા, (૩) આપૃચ્છના, (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org