________________
૫૧
૨૫/૯૭૮ થી ૯૯૬
• વિવેચન - ૯૮ થી ૯૯૬ -
અગ્નિહોત્ર' ઇત્યાદિ અઢાર સૂત્રો પ્રાયઃ સ્પષ્ટ જ છે. વિશેષ આ અગ્નિહોત્રઅગ્નિકારિકા. તે જેને પ્રધાન છે તે અગ્નિહોત્રમુખ વેદો. - x x- તેમાં દશ પ્રકારે ધર્મ કહ્યો છે – સત્ય, તપ, સંતોષ, સંયમ, ચારિત્ર, આર્જવ, ક્ષમા, ધૃતિ, શ્રદ્ધા, અહિંસા. તેનો અનુવાદી ઉક્તરૂપ અગ્નિહોત્ર થાય.
યજ્ઞ એટલે ભાવયજ્ઞ, વેદ વડે અશુભ કર્મો ક્ષય પામે છે. - x • વેદનું મુખ - ઉપાય, તે સત્ય વડે યજ્ઞાર્થીની પ્રવર્તે છે તે. નક્ષત્રોનું મુખ - તેમાં પ્રધાન, તે ચંદ્ર છે. કેમકે તે આદિ પ્રરૂપક છે. જો તપ વડે પ્રાપ્ત પદ જે બ્રહ્મ છે, કેવળ ત્યારે તે બ્રહ્મર્ણી વડે પ્રણિત છે. તે બ્રહ્મો કોણ છે? તમારા પુરાણ કહે છે - આ જ ઇશ્વાકુ કુળ વંશોભવ નાભિ અને મરુદેવાના પુત્ર મહાદેવ કહષભે દશ પ્રકારનો ધર્મ સ્વયં આચરેલ છે, કેવળજ્ઞાન પામેલ છે, તે મહર્ષિ - પરમેષ્ઠી - વીતરાગ - સ્નાતક - નિગ્રન્થ - નૈષ્ઠિકે આ ધર્મ વેતામાં પ્રવર્તાવિલ છે, કહેલ છે. ઇત્યાદિ. - કાશ્યપનું માહાભ્ય બતાવીને ધર્મમુખને સમર્થન માટે કહે છે - જેમ ચંદ્રને ગ્રહો, નક્ષત્રો આદિ અંજલિ ોડીને વંદન, નમસ્કાર કરે છે, અતિવિનીતપણાથી, પ્રભુના ચિત્તની સન્મુખ રહે છે, તે પ્રમાણે ભગવંત સન્મુખ દેવેન્દ્ર આદિ બધાં દેવો, અસુરો, મનુષ્ય સમૂહ રહે છે. - - - x x- અમારી એટલે ગૃહસ્થ, તેનાથી વિપરીત તે અણગારી - સાધુ. અહીં ધમાંર્થીને જ અભ્યહિંતપણાથી કાશ્યપ એ ધર્મનું મુખ છે. આના વડે ચાર પ્રશ્નોના પ્રતિવચન કહ્યા. હવે પાંચમાં પ્રશ્નને આશ્રીને કહે છે -
અજ્ઞ - તત્ત્વવેદી નહીં, એમ કહેલ છે. તે કોણ? યજ્ઞવાદી જે આપના પાત્રત્વથી અભિમત છે, “વિધા બ્રાહ્મણ સંપદા” જેના વડે તત્ત્વ જણાય તે વિધા - આરણ્યક, બ્રહ્માંડ પુરાણ રૂપ. તે જ બ્રાહ્મણની સંપદા છે. તાત્ત્વિક બ્રાહ્મણોને જ નિકિંચનત્વથી વિધા જ સંપત્તિ છે. તેના વિજ્ઞત્વમાં કઈ રીતે આ બૃહદ્ આરણ્યકાદિ ઉક્ત દશવિધ ધમવિદી યાગ કરે?
મૂઢ- મોહવાળા. તત્ત્વથી સ્વાધ્યાય અને તપના સ્વરૂપને ન જાણતાં, તેથી જ રાખ વડે આચ્છાદિત અગ્નિ માફક બહારથી જ ઉપશમ ભજનારા લાગે છે. અંદરથી કષાયવત્ પણાથી બળતા એવા છે. તેઓ વેદના અધ્યયન અને ઉપવાસ આદિથી યુક્ત પણ અંદરથી રાખથી ઢાંકેલ અગ્નિ વડે તુલ્ય છે. તેથી તત્ત્વથી તમારા દ્વારા અભિમત બ્રાહ્મણોને બ્રાહ્મણ્ય નથી. તેના અભાવે સ્વ કે પરના ઉદ્ધરણને પાત્ર નથી.
તમારા અભિપ્રાયથી બ્રાહ્મણ કોણ છે? જેને લોકમાં બ્રાહ્મણ કહે છે, કુશલો વડે પ્રતિપાદિત છે. જેમ અગ્નિ સર્વકાળ પૂજિત થાય છે. તે ઉપસંહાર કહે છે - તત્ત્વને જાણનારે કહેલ, તે કુશલસંદિષ્ટ, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. લોકમાં વિજ્ઞએ ઉપદિષ્ટ છે, તે જ વસ્તુ સ્વીકારવા યોગ્ય થાય છે. તેથી હવેના સૂત્રો વડે જે કુશલસંદિષ્ટ તત્ત્વનું સ્વરૂપ જ ક્યારેક કંઈક સ્વાભિમત અનુવાદ છે તે બ્રાહ્મણત્વ કહે છે -
જે સ્વજનોમાં આસક્તિ કરતા નથી, ક્યારે? સ્વજનાદિ સ્થાનો પ્રાપ્ત કરીને. કે તેઓ આવે ત્યારે. અને જાય ત્યારે શોક કરતા નથી કે - આમના વિના મારું શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org