________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
• સૂત્ર
૯૦૧ થી ૯૦૪ -
(૯૦૧) આ સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ દોડી રહ્યા છે. ગૌતમ! તમે તેના ઉપર આરૂઢ થયેલા છે. તે તમને ઉન્માર્ગે કેમ લઈ જતા નથી? (૯૦૨) ત્યારે ગૌતમે કહ્યું - દોડતા અશ્વોને મેં શ્રુતરશ્મિથી વશમાં કરેલ છે. મારા અધીન અશ્વો ઉન્માર્ગે જતા નથી. પણ સન્માર્ગે જ જાય છે. (૯૦૩) કેશી ગૌતમને પૂછ્યું - અશ્વ કોને કહ્યા છે? ત્યારે ગૌતમે આ પ્રમાણે કહ્યુ - (૯૦૪) મન જ સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ છે, જે ચારે તરફ દોડે છે. તેને હું સારી રીતે વશ કરું છું. ધર્મશિક્ષાથી તે કંથક અશ્વ
થયેલ છે.
૩૬
-
• વિવેચન - ૯૦૧ થી ૯૦૪ -
આ પ્રત્યક્ષ સાહસિક - વિચાર્યા વિના પ્રવર્તતા, ભયંકર, અકાર્યમાં પ્રવર્તેલા અશ્વો દોડે છે. તેના ઉપર ચડીને, કેમકે ચડ્યા વિના આ અપાય થતાં નથી, તેમ જણાવે છે. તે તમને ઉન્માર્ગે કેમ લઈ જતાં નથી? ગૌતમે કહ્યું - મેં તેને ઉન્માર્ગે જતાં રોકી રાખ્યા છે. શ્રુત - આગમ, રશ્મિ વડે નિયંત્રિત કર્યા છે. આ શ્રુતરશ્મિ વડે સમાહિત છું. તેથી મારા સંબંધી દુષ્ટ અશ્વો મને ઉત્પથે હરણ કરી જતાં નથી. મેં સત્યથને અંગીકાર કરેલ છે. આ મન રૂપ અશ્વનો મેં સમ્યગ્ નિગ્રહ કરેલ છે. કેવી રીતે? ધર્મ વિષયક ઉપદેશ વડે. અથવા ધર્મ અભ્યાસ નિમિત્તે તે જાતિ અશ્વ જેવા થઈ ગયા છે. એ રીતે દુષ્ટ અશ્વો પણ નિગ્રહણ યોગ્ય કથક અશ્વ જેવા થયેલ છે.
કેશી બોલ્યા -
• સૂત્ર - ૯૦૫ -
હે ગૌતમ! તારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મને બીજો એક સંદેહ છે. ગૌતમ! તે વિષયમાં પણ મને કંઈક કહો.
૭ વિવેચન Fou
પૂર્વવત્. હવે આઠમું દ્વારા ‘‘પથ પરિજ્ઞાત’ કહે છે -
• સૂત્ર - ૯૦૬ થી ૯૦૯ -
(૯૦૬) ગૌતમ! લોકમાં કુમાર્ગ ઘણાં છે, જેનાથી લોકો ભટકી જાય છે. માર્ગે ચાલતા તમે કેમ નથી ભટક્તા? (૯૦૭) જે સન્માર્ગથી ચાલે છે અને જે ઉન્માર્ગથી ચાલે છે, તે બધાંને હું જાણું છું. તેથી હે મુનિ! હુ ભટકી જતો નથી. (૯૦૮) કેશીએ ગૌતમને પૂછ્યું - માર્ગ કોને કહે છે? ત્યારે ગૌતમે ઉત્તર આપ્યો. (૯૦૯) કુપ્રાવયની પાખંડી લોગ ઉન્માર્ગે ચાલે છે. સન્માર્ગ તો જિનોપદિષ્ટ છે. અને આ જ ઉત્તમ માર્ગ છે.
-
• વિવેચન ૯૦૬ થી ૯૦૯
કુત્સિતપથ તે કુપથ - અશોભન માર્ગ. જગમાં અનેક લોકો આ માર્ગે નાશ પામે છે - સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે. તો તમે કેમ નાશ પામતા નથી? ગૌતમે કહ્યું - જે
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org