________________
૨૩/૮૯૧ થી ૮૯૪
૩ ૫ રાગ દ્વેષ રૂપ મળને નિર્મળ કરીને હું વિચરું છું. આના વડે સર્વોદ સમૂલ ઉદ્ધરણ અને ઉદ્ધરણ પ્રકાર કહ્યો. તેનું ફળ કહે છે - વિષફળની ઉપમાથી કિલષ્ટ કર્મોથી હું મુક્ત છું. સંસારમાં લોભરૂપ જે ભવતૃષ્ણા, તેને લતા કહે છે. તે સ્વરૂપથી ભય દેનારી, કાર્યથી દુઃખહેતુતા વડે ભીમ છે. ફલ - કિલષ્ટ કર્મોનો ઉદય. • - ૪ -
• સૂત્ર - ૮૫ -
ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કયો. મારે એક બીજી સંદેહ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો.
• વિવેચન - ૮૯૫ - પૂર્વવતું. હવે છઠું દ્વાર “અગ્નિ નિર્વાપણ” કહે છે. • સૂત્ર - ૮૯૬ થી ૮૯૯ -
(૮૯૬) ઘોર પ્રચંડ અગ્નિ પ્રજ્વલિત છે, તે જીવોને બાળે છે. તમે તેને કઈ રીતે બુઝાવી? (૮૯૭) ગૌતમે કહ્યું - મહામે પ્રસૂતિ પવિત્ર જળ લઈને હું તે અગ્નિમાં નિરંતર સિંય છે. તેથી સિંચિત અનિ મને બાળતો નથી. (૮૯૮) કેશીએ ગૌતમને પૂછ્યું - તે કંઈ અગ્નિ છે? ત્યારે ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - (૮૯૯) કષાય અનિ છે. શ્રત, શીલ અને તપ જળ છે. તે જળ ધારાથી બુઝાયેલ અને વિનષ્ટ અગ્નિ અને બાળતો નથી..
• વિવેચન - ૮૯૬ થી ૮૯૮ -
પ્રજ્વલિત- ચોતરફથી પ્રકર્ષથી બળવું, તેથી જ રૌદ્ર અગ્નિ રહે છે. હે ગીતમાં તે પરિતાપકારીપણાથી બાળે છે, ક્યાં? દેહમાં, બહાર નહીં. જો કે તે આત્મામાં બાળે છે, તો પણ શરીર અને આત્માના અન્યોન્ય અનુગમને જણાવવા આ પ્રમાણે કહેલ છે. કઈ રીતે નિવપિત કરેલ છે? ગૌતમે કહ્યું - મહામેઘથી ગ્રહણ કરીને તૃષ્ણાદિ દોષોને નિવારે છે. બીજા. જળની અપેક્ષાએ ઉત્તમ જળ વડે તે અગ્નિને શાંત કરે છે, તેનાથી હું બળતો નથી. દેહમાં રહેલો હોવાથી અગ્નિને પણ દેહ કહેલ છે. અહીં અને તે ક્રોધાદિ છે. શ્રત તે અહીં ઉપચારથી કષાયના ઉપશમ હેતુથી શ્રતમાં રહેલ ઉપદેશ જાણવો. શીલ - મહાવ્રત, તપ - અનશન, પ્રાયશ્ચિત આદિ. • ૪- X
ઉક્ત અર્થનો સવિશેષ ઉપસંહાર કરતા કહે છે - શ્રત • આગમના ઉપલક્ષણત્વથી શીલ અને તપની ધારા જેવી ઘારા - આક્રોશ, હનન, તર્જન, ધર્મભ્રંશમાં ઉત્તરોત્તર ભાવના અલાભરૂપતા આદિ સતત પરિભાવના વડે અભિહત, તે મૃતધારાભિહત થઈને ઉક્તરૂપ અગ્નિને વિદારિત કરે.
• સૂત્ર - ૯૦૦ -
હે ગીતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમે મારા સંદેહ દૂર કર્યા. મારો એક બીજે પણ સંદેહ છે. ગૌતમાં તે વિષયમાં તમે મને કહો.
• વિવેચન - ૯૦૦ - પૂર્વવતું. હવે સાતમું દ્વાર - દુષ્ટ અશ્વનો નિગ્રહ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org