________________
૩૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
અભિધાન વિનયથી અપેક્ષાથી છે. તેને મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન યુક્તને આવા પ્રકારનો સંશય ન સંભવે. આ રીતે બધે વિચારવું.
હે ગૌતમ ! મને બીજો પણ સંશય છે, તે મને કહો. અર્થાત્ તદ્વિષયક અર્થને યથાવત્ પ્રતિપાદિત કરો. હવે બીજું દ્વાર - જેના વડે આ વ્રતી છે તેમ જણાય તે લિંગ - વર્ષાકલ્પ આદિ રૂપ વેશ. તેને આશ્રીને કહે છે અચેલક. લિંગ બે ભેદે - અચેલકપણાથી અને વિવિધવસ્ત્ર ધારકપણાથી. એ પ્રમાણે કેશીએ કહેતા, ગૌતમ વચન અભિધાયક ત્રણ સૂત્ર -
સૂત્ર • ૮૭૩ થી ૮૭૯ -
કેશી આ કથન કરતાં, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - વિશિષ્ટ જ્ઞાનથી ધર્મના સાધનોને સારી રીતે જાણીને જ તેની અનુમતિ અપાઈ છે... વિવિધ પ્રકારના ઉપકરણોનો વિકલ્પ લોકોની પ્રતીતિને માટે છે. સંયમ
"
યાત્રાના નિર્વાહને માટે અને ‘હું સાધુ છુ' તેની પ્રતીતિ માટે લોકમાં લિંગનું પ્રયોજન છે. વાસ્તવમાં બંને તીર્થંકરોનો એક જ સિદ્ધાંત છે. મોક્ષના વાસ્તવિક સાધન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે.
૦ વિવેચન ૮૭૭ થી ૮૨૯
વિશિષ્ટ જ્ઞાન તે વિજ્ઞાન - તે કેવળજ્ઞાન જ છે. તેના વડે જેને જે ઉચિત છે, તેને જાણીને ધર્મોપકરણ - વર્ષાદિ કલ્પને પાર્શ્વનાથ અને વર્લ્ડમાન સ્વામીએ અનુમત કરેલ છે. વર્ધમાન સ્વામીના સાધુને લાલ વગેરે વસ્ત્રાદિની અનુજ્ઞાથી વક્ર અને જડત્વથી વસ્ત્રને રંગવા આદિ પ્રવૃત્તિ અતિ દુર્નિવાર્ય થાય છે. તેથી તેની અનુજ્ઞા આપી નથી. પાર્શ્વનાથના શિષ્યોમાં તેવું ન થાય, તેથી તેને ધર્મોપકરણમાં તેવી અનુજ્ઞા આપી છે. પણ તે લોકની પ્રતીતિ માટે છે કે આ વ્રતી છે. અન્યથા અભિરુચિ મુજબ વેશને સ્વીકારે તો પૂજાદિ નિમિત્તમાં વિડંબકાદિ થાય, લોકમાં વ્રતી રૂપે પ્રતીતિ ન થાય.
તો પછી વિવિધ ઉપકરણનો વિકલ્પ શા માટે? વર્ષાકલ્પ આદિ સંયમ યાત્રા નિર્વાહ અર્થે છે, તેના વિના વરસાદમાં સંયમમાં બાધા થાય છે. ક્યારેક ચિત્ત વિપ્લવ ઉત્પત્તિમાં ગ્રહણ કરે છે - જેમ કે, ‘હું વ્રતી છું'' એ હેતુથી પણ લોકમાં વેશ ધારણ કરવાનું પ્રયોજન છે. તે માટે પાર્શ્વ અને વર્ઝમાનની પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞાનું સ્વરૂપ કહે છે - મોક્ષના સદ્ભુત તે તાત્ત્વિકપણાથી સાધનો છે. તે કયા છે? જ્ઞાન યથાવત્ બોધ, દર્શન - તત્ત્વરુચિ, ચારિત્ર - સર્વ સાવધવિરતિ. તે લિંગ - વેશની સદ્ભૂત સાધનતાનો વિચ્છેદ કર્યો. જ્ઞાનાદિ જ મુક્તિના સાધન છે, વેશ નહીં. સંભળાય છે કે ભરતાદિને વેશ વિના પણ કેવળજ્ઞાન થયેલું. જો કે વ્યવહારનયમાં તો લિંગને પણ કથંચિત્ મુક્તિનો હેતુ કહેલ છે. -
--.
·
-
Jain Education International
• સૂત્ર - ૮૮૦ -
ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ કર્યો. મને બીજો પણ સંદેહ છે. હે ગૌતમ! તે વિષયમાં મને કહો.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org