________________
૨૧૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 x- તેમાં બોધી - જિનધર્મ પ્રાપ્તિને અતીત દુર્લભ કહેલી છે.
આના વડે કંદર્પ ભાવનાદિને દુર્ગતિરૂપ અર્થતા નિબંધનપણાથી કહીને, તેની વિપરીત ભાવનામાં સુગતિ સ્વરૂપાયેં કહ્યું. બીજી વડે મિથ્યાદર્શન આસક્તને દુર્લભ બોધિ રૂપ અનર્થ કહ્યો. એ પ્રમાણેના ક્રમે જ - - X- ચારે સૂત્રો જાણવા.
જિનવચન આરાધના મૂલ જ સર્વે સંલેખનાદિ શ્રેય છે. તેથી તેમાં જ આદરના ખ્યાપનાર્થમાં, તેનું માહાભ્ય કહે છે -
• સૂત્ર - ૧૭૨૩, ૧૭૨૪ -
જે જિનવચનમાં અનુરક્ત છે, જિનવચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે, તેઓ નિર્મળ અને રાગાદિથી અસંકિલષ્ટ થઈને પરિમિત સંસારી થાય છે.
જે જીવ જિનવચનથી અપરિચિત છે, તે બિચારા અનેક વખત બાલમરણ તથા અકાળ મરણથી મરે છે.
• વિવેચન - ૧૭૨૩, ૧૦ર૪ -
જિન – શબ્દ અહીં અર્થથી તીર્થકરના અર્થમાં જ કહેલ છે. વચન એટલે આગમ. આવા જિનવચનમાં સતત પ્રતિબદ્ધ, જિનવચન વડે અભિહિત અનુષ્ઠાનોને જેઓ કરે છે, તેમાં સ્થિર થાય છે. તે પણ અંતર પરિણામથી બહિર્વતિથી નહીં. તેથી જ અવિધમાન મલ જેને છે તે મલ રહિત કહેવાય. અહીં ભાવમલ એટલે તે અનુષ્ઠાન માલિન્ય હેતુ મિથ્યાત્વ આદિને જાણવા..
તથા અસંકિલષ્ટ- રાગ આદિ સંકલેશ રહિત થાય છે. પરિત - સમસ્ત દેવાદિ ભાવોની આપતા પામવા વડે પરિમિત એવા સંસારને કરેલા તેઓ વિધમાન હોવાથી પરિત સંસારી કહેવાય છે. અર્થાત કેટલાંક ભવોની અંદર જ તેઓ મુક્તિને ભજનારા થાય છે.
બાલમરણ - વિષ ભક્ષણ વડે થતું, તેવા પ્રકારના અન્ય પણ અનેક વખત અકામ મરણોને પામે કે જે મરણો અત્યંત વિષયમૃદ્ધિતા વડે અનિચ્છનીય હોય છે તે બિચારા અનેકવાર મરશે. - x- X
આમ હોવાથી જિનવચનને ભાવથી કરવું જોઈએ. તે ભાવકરણ અને આલોચના વડે થાય, તે શ્રવણને યોગ્ય વિના થઈ ન શકે તે હેતુ વ્યતિરેકથી ન થાય.
-- તેને કહે છે - • સૂત્ર - ૧૦૫ -
જે ઘણા આગમોના વિજ્ઞાતા છે, આલોચના કરનારને સમાધિ ઉત્પન્ન કરનાર છે. ગુણગ્રાહી હોય છે. તેઓ આ કારણોથી આલોચનાને સાંભળવામાં સમર્થ થાય છે - હોય છે.
• વિવેચન - ૧૦૫ - અંગ અને ઉપાંગ આદિ ઘણાં ભેદપણાથી અથવા ઘણાં અર્થપણાથી તે આગમ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International