SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/૧૭૧૪ થી ૧૭૧૮ નહીં. સંલેખના - દ્રવ્યથી શરીરની. ભાવથી કષાયોમાં કૃશતા લાવવી. - x - ૪ - ૪ - આ ત્રિવિધ સંલેખનામાં ઉત્કૃષ્ટનો ક્રમયોગ કહે છે - જે સૂત્રાર્થ - ૧૭૧૫ થી ૧૭૧૭ માં સ્વયં સ્પષ્ટ જ છે તેથી અહીં પુનરાવૃત્તિ કરેલ નથી. - x - x - x - ૪ - ૪ - અત્રે વૃત્તિકારશ્રીએ નિશીથ ચૂર્ણિનો સંપ્રદાય પણ નોંધેલ છે. તેમાં પણ મૂળ તો દ્વાદશ વર્ષીય સંલેખના કેમ કરવી તેનો વિધિ જ અભિપ્રેત છે. માત્ર અંતિમ ચાર માસ માટેનું વિશેષ કથન ત્યાં છે. આ પ્રમાણે પાંચ સૂત્રોનો અર્થ કહ્યો. આ રીતે અનશન સ્વીકાર્યા પછી પણ અશુભ ભાવનામાં મિથ્યાદર્શનના અનુરાગાદિ થાય, તો તેનો પરિહાર કરીને, તેની વિપરીત આસેવનાને જણાવવાને માટે યથાક્રમે અનર્થ હેતુતા અને અર્થહેતુતાને દર્શાવતા આ પ્રમાણે કહે છે - ૦ સૂત્ર - ૧૭૧૯ થી ૧૭૨૨ - - (૧૭૧૯) કાંદીં, આભિયોગી, ફિલ્બિષિકી, મોહી અને આસુરી ભાવના દુર્ગતિ દેનારી છે. એ મૃત્યુ સમયે સંયમ વિરાધિકા થાય છે. (૧૭૨૦) જે મરતી વેળાએ મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાન વડે યુક્ત છે, હિંસક અને તેમને બોધિ ઘણી દુર્લભ છે. ૨૧૭ (૧૭૨૧) જે સમ્યગ્દર્શનમાં અનુરક્ત છે, નિયાણા રહિત છે, શુક્લ લેશ્યામાં અવગાઢ છે, તેમને બોધિ સુલભ છે. (૧૭૨૨) જે મરતી વેળાએ મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિયાણાયુક્ત છે, કૃષ્ણ વેશ્યાવગાઢ છે, તેમને બોધિ ઘણી દુર્લભ છે. • વિવેચન - ૧૭૧૯ થી ૧૭૨૨ - ઉક્ત કંદર્પાદિ ભાવના દુર્ગતિના હેતુપણાથી દુર્ગત છે. અહીં ‘દુર્ગતિ' શબ્દથી દેવ દુર્ગતિ જાણવી. તેને વશ થઈને સંવ્યવહારથી ચાસ્ત્રિ સતામાં હોવા છતાં આવી નિકાયોત્પત્તિ થાય અને ચારિત્ર રહિતને તો વિવિધ ગતિમાં ભ્રમણ જ થાય - × - xમરણ સમયે સમ્યગ્દર્શનાદિની વિરાધના થાય છે. આની સતામાં ઉતરકાળમાં શુભ ભાવમાં સુગતિનો પણ સંભવ છે. મિથ્યાદર્શન અતત્વમાં તત્વના અભિનિવેશ રૂપ, તેમાં આસક્ત, તે મિથ્યાદર્શન રક્ત, સમ્યગ્દર્શન વિરાધનામાં જ આ આસક્તિ કરે છે. નિદાન સહિત એટલે આસક્તિયુક્ત પ્રાર્થના રૂપથી વર્તે છે, તે સનિદાના. હિંસક એટલે પ્રાણિ ઉપમર્દક. એ પ્રમાણે જે મરે છે - પ્રાણોને તજે છે, તેમને જિનધર્મ પ્રાપ્તિ અર્થાત્ બોધિ દુર્લભ થાય છે, તેમ કહ્યું. ઉક્ત સ્વરૂપવાળું સમ્યગ્દર્શન, તેમાં રક્ત હોય, નિયાણા રહિત હોય, શુક્લ લેશ્યામાં પ્રવેશેલ હોય તેવા જીવો જો મરણ પામે તો તે જીવોને બોધિ સુલભ થાય છે. ફરી મિથ્યાદર્શનવાળું સૂત્ર કહે છે. તેઓ હિંસકત્વથી પાંચે આશ્રય રૂપ પ્રમાદાદિ લક્ષણ જાણવું. - વિશેષથી તથાવિધ સંકિલષ્ટ પરિણામ રૂપતાથી જાણવા. - x - - X - X* Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy