________________
૨૧૩
૩૬/૧૬૬૯ થી ૧૬૭૯ (૬) લાંતક - તથા - (૧૬૭૪) (૭) મહાશુક્ર, (૮) સહસર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ અને (૧૨) અષ્ણુત, આ કલ્યોપગ દેવ છે.
(૧૯૭૫) કથાતીત દેવોના બે ભેદો વર્ણવેલ છે (૧) શૈવેયક અને (૨) અનુત્તર. તેમાં શૈવેયક દેવોના નવ પ્રકારો છે.
(૧૬૭૬ થી ૧૬૭૮૧) રૈવેયક દેવોના નવ ભેદો આ પ્રમાણે છે - (૧) માઘસ્તન - આધસ્તન, (૨) અઘસ્તન - મધ્યમ, (૩) અગસ્તન - ઉપરિતન, (૪) મધ્યમ - શસ્તન, (૫) મધ્યમ - મધ્યમ, (૬) મધ્યમ - ઉપરિતા, (૭) ઉપરિતન - અઘતન, (૮) ઉપરિતન મધ્યમ, (૯) ઉપરિતન - ઉપરિતન.
(૧૬૮/૨, ૧૬૭૯) અનુત્તર દેવના પાંચ ભેદો છે : (૧) વિજય, (૨) વૈજયંત, (૩) જયંત, (૪) અપરાજિત અને (૫) સવાર્થસિદ્ધ.
આ પ્રમાણે વૈમાનિક દેવો અનેક પ્રકારે છે. • વિવેચન - ૧૬૬૯ થી ૧૬૭૯ - આ અગિયારે સૂત્રો પ્રાયઃ પ્રતીત જ છે. વિશેષ આ પ્રમાણે - ૦ કુમાર આકાર ધારી હોવાથી અસુર આદિ બધાં કુમારો કહેવાય છે. ૦ તારાગણ - પ્રકીર્ણ તારક સમૂહ ૦ દિશાવિચારી - મેરને પ્રદક્ષિણા કરવા વડે નિત્યચારી ૦ જ્યોતિરાલય - વિમાનો આલય કે આશ્રય જેના છે તે.
૦ કલ્પોપગ- ઇંદ્ર, સામાનિક, ત્રાયટિંશ આદિ દશ પ્રકાર પણાથી દેવો આ કલ્પોમાં ઉત્પત્તિના વિષયને પામે છે, તેથી કલ્યોપગ છે.
૦ કપાતીત - ઉક્ત રૂપ કલાથી અતીત હોવાથી કલ્પાતીત છે. ૦ સીધર્મ- સુધમાં નામે શકની સભા જેમાં છે તે કલ્પ, ઇત્યાદિ
૦ ગ્રેવેયક - લોકપુરુષના ૧૩- રાજ ઉપરિવર્તી ગ્રીવા, તે પ્રદેશમાં રહેતા હોવાથી, તેમના આભરણ રૂપ હોવાથી, તેના નિવાસી દેવો તે રૈવેયકા.
૦ અનુત્તર - જેનાથી વધુ સ્થિતિ, પ્રભાવાદિ કોઈ દેવના ન હોવાથી. • સૂત્ર - ૧૬૮૦ થી ૧૦૦૮ -
(૧૬૮૦) તે બધાં દેવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે આગળ હું ચાર પ્રકારે તેમના કાળ વિભાગનું કથન કરીશ.
(૧૬૮૧) દેવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે.
(૧૬૮૨) ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ કંઈક અધિક એક સાગરોપમ છે, જધન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષ છે.
(૧૬૮૩) વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક પલ્યોપમ અને જધન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org