________________
૨૦૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૫૭૯) તૈજસ શરીરને છોડીને ફરી તૈજસ શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અંતમુહૂર્ત છે, ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
(૧૫૮૦) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી તેઉકાયના હજારો ભેદો છે.
• વિવેચન - ૧૫૭૨ થી ૧૫૮૦ -
નવે સૂત્રો પ્રાયઃ પૂર્વવત છે. વિશેષ એ - અંગાર - ધુંવાળા વગરની જ્વાલા, મર્મર - ભસ્મૃમિશ્ર અગ્નિકણ, ઊંચિ: - મૂળ પ્રતિબદ્ધ જવાળા.
તેજો જીવ કહ્યા, હવે વાયુ જીવોને કહે છે - • સૂત્ર - ૧૫૮૧ થી ૧૫૮૯ -
(૧૫૮૧) વાયુકાયના જીવોના બે ભેદો છે - સૂક્ષ્મ અને ભાદર ફરી તે બંનેના પણ પર્યાપ્ત અને અપયમ બન્ને ભેદો છે.
(૧૫૮૨) બાદર પણ વાયુકાયના જીવોના પાંચ ભેદ છે - ઉત્કલિકા, મંડલિકા, ધનવાત, ગુજરાત અને શુક્રવાત. (૧૫૮૩) સંવર્તક વાત આદિ બીજ પણ આવા ભેદો છે - ૦ - સૂક્ષ્મ વાયુકાયના જીવો એક પ્રકારે છે. તેના પેટા ભેદો નથી.
(૧૫૮૪) સૂક્ષ્મ વાયુકાય જીવો સંપૂર્ણ લોકમાં અને ભાદર તાલુકાના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે હું ચાર પ્રકારે વાયુકાયિક જીવોના કાળ વિભાગોનું કથન કરીશ.
(૧૫૮૫) તે જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિ અપેક્ષાથી તે સાદિ સાંત છે.
(૧૫૮૬) તે જીવોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષ છે, જધન્યથી અંતમુહૂર્ત છે. (૧૫૮૭) તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળની છે. જધન્ય અંતમુહૂર્ત છે. વાયુ શરીર ન છોડીને નિરંતર વાયુના શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે.
(૧૫૮૮) વાયુ શરીરને છોડીને પછી ફરી તે શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
(૧૫૮૯) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી વાયુકાયના હજારો ભેદ હોય છે.
વિવેચન - ૧૫૮૧ થી ૧૫૮૯ -
નવ સૂત્રો પૂર્વવત છે. પાંચ સંખ્યા ઉપલક્ષણથી છે, અહીં આના અનેક ભેદો છે. (૧) ઉત્કલિકા વાયુ- જે રહી રહીને ફરી વાય છે, (૨) મંડલિકા વાય - વાતોલી રૂપ છે, (૩) ધનવાત - રત્નપ્રભાદિની અધોવત, (૪) ગુંજાવાત - જે ગુંજતો થાય છે, (૫) શુદ્ધવાત - મંદ પવન (૬) સંવર્તક વાત - જે બહાર રહેલા તૃણાદિને વિવક્ષિત ક્ષેત્રમાં ફેંકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org