________________
૩૬/૧૫૭૦
૨૦ ૩
હવે ક્રમશઃ ત્રણ પ્રકારના ત્રસ જીવોનું નિરૂપણ કરીશ -
• વિવેચન - ૧૫૭૦ -
પૃથ્વી આદિ સ્થાનશીલ સ્થાવરોને ત્રણ પ્રકારે કહ્યા. આ ત્રણે સ્વયં અવસ્થિતિના સ્વભાવથી છે. તેને સંક્ષેપથી કહ્યા, વિસ્તારથી આના ઘણાં ભેદો છે. સ્થાવર વિભાગો કહ્યા પછી હવે બસોના ત્રણ ભેદોના અનુક્રમથી કહે છે. ૦િ સૂત્ર - ૧૫૭૧ -
તેજસ, વાયુ અને ઉદાર બસ એ ત્રણ ત્રસકાયના ભેદો છે. તે ભેદોને તમે મારી પાસેથી સાંભળો.
• વિવેચન - ૧૫૭૧ -
તેજના યોગથી તેજસ, અહીં તદ્વર્તી અગ્નિ જીવો પણ તે પ્રમાણે કહ્યા. વાય છે તે વાયુ - વાત, પવન. ઉદાર - એકેન્દ્રિયોની અપેક્ષાથી પ્રાયઃ પૂલ બેઇંદ્રિય આદિ. ત્રસ - ચાલે છે, એકથી બીજા દેશમાં સંક્રમે છે. તેથી ત્રસ છે. તેના ત્રણ ભેદો કહ્યા.
તેઉ અને વાયુ બંને જીવો સ્થાવરનામ કર્મના ઉદયવાળા હોવા છતાં ઉક્ત રૂપે ચાલે છે માટે તેને બસપણે કહ્યા. તે બે ભેદે છે - ગતિથી અને લબ્ધિથી અર્થાત ત્રણ જીવો બે ભેદે હોય - લબ્ધિ બસ અને ગતિ બસ. તેમાં તેઉ અને વાયુ બંને ગતિ ત્રસ છે અને ઉદાર તે લબ્ધિ ત્રસ છે એ રીતે બને ત્રસ જાણવા.
આગળના સૂત્રનો સંબંધ જોડતા કહે છે - તેઉકાય આદિના ભેદોને તમે મારી પાસેથી સાંભળો.
તેમાં હવે તેઉકાયના જીવોને કહે છે - ૦ સુત્ર - ૧૫૭૨ થી ૧૫૮૦ -
(૧૫૭૨) તેઉકાયના જીવોના બે ભેદો છે - સૂક્ષ્મ અને બાદર ફરી તે બંનેના પતિ અને અપયક્તિ બન્ને ભેદો છે.
(૧૫૭૩) બાદર પથમિ તેઉકાય જીવોના અનેક ભેદો છે - અંગાર, મુમુર, અનિ, અર્ચિ, વાલા.... (૧૫૭૪) ઉલ્કા, વિધુત તથા આવા પ્રકારના અનેક ભેદો કહેલા છે. સૂક્ષ્મ તેઉકાયના જીવ એક પ્રકારના છે, તેના પેટા ભેદ નથી.
(૧૫૭૫) સુક્ષ્મ તેઉકાયના જીવ સંપૂર્ણ લોકમાં અને બાદર તેઉકાયના જીવલોકના એક ભાગમાં વ્યાપ્ત છે.
(૧૫૭૬) તે જીવો પ્રવાહની સાપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે.
(૧૫૭૭) તેઉકાયની આ સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. (૧૫૭૮) તેઉકાયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે, જધન્યથી અંતમુહૂર્ત છે. તૈજસ શરીરને ન છોડીને નિરતર તેજસ શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાલાસ્થિતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org