________________
૧૯૮
પૃથ્વી આદિના ભેદો હું કહું છું, તમે તેને ધ્યાનથી સાંભળો - “જેવો ઉદ્દેશ તેવો નિર્દેશ’' એ ન્યાયથી કહે છે -
સૂત્ર ૧૫૩૪ થી ૧૫૪૦ -
(૧૫૩૪) પૃથ્વીકાય જીવના બે ભેદ છે સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ વળી બબ્બે ભેદો છે - પર્યાપ્ત અને અપચપ્તિ. (૧૫૩૫) બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવના બે ભેદો છે અર્થાત્ મૃદુ અને ખર કઠોર, આ મૃદુના પણ સાત ભેદો છે. (૧૫૩૬) કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શ્વેત એવી પાંડુ માટી અને પનક. અને ખર અર્થાત્ કઠોર પૃથ્વીના ૩૬ ભેદો છે.
(૧૫૩૭ થી ૧૫૪૦) શુદ્ધ પૃથ્વી, શર્કરા, બાલૂ, ઉપલ - પત્થર, શિલા, લવણ, ઉસ - ક્ષારરૂપ, લોઢું, તાંબુ, પુક, શીશું, ચાંદી, સોનું, વજ્ર.... હડતાલ, હિંગુલ, મેનસિલ, સસ્યક, અંજન, પ્રવાલ, અભ્રપટલ, અભ્રવાલુક અને વિવિધ મણિ પણ બાદર પૃથ્વીકાય છે....
....
....
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
....
-
ગોમેદક, ટુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મસારગલ્લ, ભ્રજમોચક અને ઇંદ્રનીલ....
·
ચંદન, ગેરુક, હંસગર્ભા, પુલક, સૌગંધિક, ચંદ્રપ્રભ, વૈસૂર્ય. જળકાંત અને સૂર્યકાંત (એ ૩૬ ભેદો કહેલા છે)
♦ વિવેચન ૧૫૩૪ થી ૧૫૪૦
-
-
-
Jain Education International
-
શ્વા
પૃથ્વીજીવના બે ભેદો છે - (૧) સૂક્ષ્મનામ કર્મના ઉદયથી સૂક્ષ્મ, (૨) બાદર નામ કર્મના ઉદયથી બાદર. આ બંનેના પણ બબ્બે ભેદો છે -
(૧) પર્યાપ્ત - આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છ્વાસ, વાચા અને મનના અભિનિવૃત્તિ હેતુ, તથાવિધ દલિકોની પર્યાપ્તિ - ૪ - x - આ પર્યાસિ જેમને હોય તે પર્યાપ્તા અને (૨) તેથી વિપરીત તે અપર્યાપ્તા.
આના વડે પર્યાપ્તા - અપર્યાપ્તાના ભેદથી સૂક્ષ્મ અને બાદર છે. અર્થાત્ બંનેના બબ્બે ભેદો છે. હવે તેના જ ઉત્તર ભેદોને કહે છે -
પર્યાપ્તા બાદર પણ બે ભેદે કહેલા છે - (૧) શ્લક્ષ્ય - ચૂર્ણ કરાયેલ લોટ સમાન મૃદુ પૃથ્વી, તે રૂપ જીવ ઉપચારથી શ્લક્ષ્ય જ કહેવાય છે.
તે
(૨) ખર - કઠિન પૃથ્વી ચ સમુચ્ચયમાં જાણવો.
ઉક્ત બે ભેદમાં જે શ્લક્ષ્ય છે. તે સાત પ્રકારે છે - કૃષ્ણ, નીલ, લોહિત, પીત અને શુક્લ તથા આપાંડુ - કંઇક શુભત્વને પામેલ. વર્ણના ભેદથી છ પ્રકારો કહ્યા. અહીં પાંડુરનું ગ્રહણ કૃષ્ણાદિ વર્ણોના પણ સ્વસ્થાન ભેદથી ભેદાંતરનો સંભવ સૂચવવા માટે છે, સાતમો ભેદ તે પાક - અત્યંત સૂક્ષ્મ રજ રૂપ એવી જે માટી, તે પનકમૃતિકા
* X - * * X =
હવે ખર પૃથ્વીના ભેદના ઉપદર્શનના ઉપક્રમ કહે છે - ખર, તે અહીં બાદર પૃથ્વી જીવ રૂપે છત્રીશ ભેદોથી કહેલ છે -
For Private & Personal Use Only
www.jainelibrary.org