________________
૧૭૯
અધ્ય. ૩૫ ભૂમિકા હજ અધ્યયન - ૩૫ - “અણગારમાર્ગ ગતિ” છે.
લેશ્યા અધ્યયન - ૩૪ ની વ્યાખ્યા કરી. હવે અધ્યયન - ૩૫ મું આરંભીએ છીએ, તેનો સંબંધ આ પ્રમાણે છે - અનંતર અધ્યયનમાં લેશ્યા કહી. તેને કહેવામાં આ આશય હતો - અશુભ અનુભાવ લેશ્યાના ત્યાગથી શુભાનુભાવ જ લેગ્યામાં રહેવું. અને તે ભિક્ષગુણ વ્યવસ્થિત જ સમ્યમ્ રીતે ધારણ કરી શકે છે પણ તેવું વ્યવસ્થાપન તેના પરિજ્ઞાનથી થાય, તેથી તેનો અર્થ અહીં આરંભે છે, આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વાર પૂર્વવત્ યાવત્ નામનિક્ષેપમાં “આણગારમાર્ગગતિ” નામ છે. તેથી અણગાર, માર્ગ અને ગતિ એ ત્રણે પદોના નિક્ષેપાને માટે નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૫૪૯ થી પ૫૧ + વિવેચન -
“અનગાર” શબ્દનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે જાણવો. તેમાં દ્રવ્ય અણગારના બે ભેદ છે. તેમાં નોઆગમથી દ્રવ્ય અણગાર ત્રણ ભેદે છે - તેમાં તવ્યતિરિક્ત દ્રવ્ય અણગારમાં નિલવ આદિ આવે છે. ભાવમાં સમ્યગ દષ્ટિ, અગારવાસથી વિનિમુક્ત લેવા. માર્ગ અને ગતિ બંને શબ્દો પૂર્વે ઉદિષ્ટ છે. ભાવ માર્ગમાં “સિદ્ધિગતિ”નો અધિકાર જાણવો.
-૦- ત્રણે ગાથા અષ્ટ છે. વિશેષ એ કે નિલવ આદિમાં ચારિત્ર પરિણામ વિના ગૃહના અભાવવાળા લેવા. આણગાર પણ દ્રવ્ય અને ભાવથી કહ્યા છે. ભાવમાં સમ્યગદર્શનવાન, અણગારવાસથી મુક્ત ચાસ્ત્રિી લીધા. તથા ભાવમાર્ગથી સમ્યગદર્શન જ્ઞાન ચાત્રિ લક્ષણથી સિદ્ધિગતિ વડે અર્થાત ભાવ અણગાર વડે અધિકાર છે, નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે -
• સૂત્ર - ૧૪૪૪ -
જ્ઞાનીઓ દ્વારા ઉપદિષ્ટ માર્ગને મારી પાસેથી એકાગમન વડે સાંભળો, જેનું આચરણ કરીને ભિક્ષ દુઃખોનો અંત કરે છે.
• વિવેચન - ૧૪૪૪ -
હું કહું છું તે સાંભળો, એકાગ્ર મનથી, અનન્યગત ચિત્તવાળા શિષ્યને આમ કહે છે. આ માર્ગ, યથાવસ્થિત વસ્તુ તત્ત્વથી ઉત્પન્ન કેવળ વાળા અરહંત વડે કહેવાયેલ છે. અથવા શ્રુતકેવલિ, ગણધર આદિ વડે પ્રતિપાદિત છે. વળી આ માર્ગને આચરનાર સાધુ શારીરિક, માનસિક દુઃખોનો અંત કરે છે, સર્વે કર્મોનું ઉમૂલન કરે છે. આના વડે આસેવ્ય - આસેવક સંબંધથી અણગાર સંબંધી માર્ગનું જે ફળ - મુક્તિ ગતિ છે, તે દશવિલ છે તે અણગાર માર્ગ અને તેની ગતિ અર્થથી કહી છે, તે સાંભળો.
• સૂત્ર - ૧૪૪૫ થી ૧૪૬૪ -
(૧૪૪૫) ગૃહવાસનો પરિત્યાગ કરી પ્રવ્રુજિત થયેલ મુનિ, આ સંગોને જાણે, જેમાં મનુષ્ય આસક્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org