________________
૩૪/૧૪૩૮, ૧૪૩૯
૧૭૭
• સૂત્ર - ૧૪૩૮, ૧૪૩૯ :
કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણે ધર્મ વૈશ્યાઓ છે. આ ત્રણથી જીવ અનેકવાર દુર્ગતિને પ્રાપ્ત થાય છે.
તેજે, પદ્મ અને શુક્લ વેશ્યા, આ ત્રણે ધર્મ વૈશ્યાઓ છે. આ ત્રણેથી જીવ અનેકવાર સુગતિને પ્રાપ્ત થાય છે.
• વિવેચન : ૧૪૩૮, ૧૪૩૯ - - કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણે લેશ્યાઓ અધર્મ લેશ્યા છે. કેમકે તે પાપના ઉપાદાનના હેતુ પણે છે. પાઠાંતરથી તે અધમ લેશ્યા છે. ત્રણે પણ અવિશુદ્ધત્વથી અપ્રશસ્ત છે. એ લેશ્યાથી જીવો નરક અને તિર્યંચગતિ રૂપ દુર્ગતિને પામે છે. કેમકે સંકિલષ્ટપણાથી તેને પ્રાયોગ્ય આયુ જ તેઓ બાંધે તેમ સંભવે છે.
તેજ, પદ્મ અને શુક્લ એ ત્રણ લેશ્યા ધર્મ લેશ્યા છે, કેમકે વિશુદ્ધતાથી તે ધર્મના હેતુપણે છે તેથી આ ત્રણે લેગ્યા વડે જીવ દેવ અને મનુષ્ય લક્ષણ સુગતિને અથવા મુક્તિને પ્રાપ્ત કરે છે. કેમકે તેમને તેવા પ્રકારના આયુનો બંધ અથવા સકલ કર્મનો ક્ષય થાય છે.
ગતિદ્વાર કહ્યું. હવે આયુષ્યના દ્વારનો અવસર છે - તેમાં જે લેગ્યામાં જે આયુષ્યનું પ્રમાણ છે, તે સ્થિતિ દ્વારમાં જ અર્થથી કહેલ છે. અહીં તો આ કહે છે - જીવ જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, તે લેગ્યામાં જ મરે છે. તેમાં જન્માંતર ભાવિ લેશ્યાનું શું પહેલાં સમયે પરભવ આયુનો ઉદય થાય કે ચરમ સમયે અન્યથા પણ હોય તે સંશયના નિવારણ માટે કહે છે -
• સૂત્ર - ૧૪૪૦ થી ૧૪૪ર -
(૧૪૪૦) પ્રથમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી કોઈપણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. (૧૪૪૧) અંતિમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી કોઈપણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. (૧૪૪૨) લેશ્વાઓની પરિણતિ થતાં અંતમુહૂર્ત વ્યતીત થઈ જાય છે અને જ્યારે અંતમુહૂર્ત શેષ રહે છે. તે સમયે જીવ પરલોકમાં જાય છે.
• વિવેચન - ૧૪૪૦ થી ૧૪૪૨ -
છ એ વેશ્યા તેની પ્રતિપતિ કાળની અપેક્ષાથી પહેલાં સમયમાં પરિણત થવાથી, કોઈનો પણ ઉપપાત - ઉત્પતિ થતી નથી. એ પ્રમાણે જ બીજા ભવમાં જીવને તેવી લેશ્યા વડે અંત્ય સમયમાં પરિણત વડે પણ કોઈ જીવની ઉત્પત્તિ થતી નથી. શેષ અંતર્મુહૂર્ત રહેતા અવતિષ્ઠ એવી લેશ્યાઓ વડે પરિણત વડે ઉપલક્ષિત જીવ ભવાંતરમાં જાય છે. અહીં મરણકાળમાં ભાવિભવ લેશ્યાના ઉત્પત્તિકાળમાં અથવા અતીત ભવ લેગ્યામાં અંતર્મુહૂર્ત અવશ્ય થાય છે. જો કે દેવ નારકમાં આ કાળ બે અંતર્મુહૂર્ત છે. આ વિષયમાં પ્રજ્ઞાપનાની સાક્ષી પણ છે જ. - X- X
આ પ્રમાણે વેશ્યાની નામ આદિને કહીને, હવે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતા આ ઉપદેશ કહે છે. 30/12, For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain
t
ernational