________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
• સૂત્ર - ૧૪૧૫ -
અસંખ્ય અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના જેટલા સમય હોય છે, અસંખ્ય યોજન પ્રમાણે લોકના જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ લેશ્યાઓના સ્થાન હોય છે.
૧૭૪
૦ વિવેચન - ૧૪૧૫ -
સંખ્યાતીત અપસર્પે છે - પ્રતિસમય કાળ પ્રમાણે કે જીવો, શરીર - આયુ પ્રમાણાદિની અપેક્ષાથી અવશ્ય હાનિને અનુભવે છે તે અવસર્પિણી છે, જે દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણે છે તે જ પરિણામથી ઉત્સર્પિણી છે, પણ તેમાં અવશ્ય શરીર, આયુ પ્રમાણાદિની વૃદ્ધિ થાય છે. સમય - પરમનિરુદ્ધ કાળરૂપ છે. તે લોકના પ્રમાણપણાથી અસંખ્યેય સમય છે. તેથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણ લેશ્યાના થાય છે. આ સ્થાનોમાં પ્રકર્ષ અને અપકર્ષ થાય છે. અહીં લેશ્યાના સ્થાનો સમયથી અસંખ્યેય ઉત્સર્પિણી - અવસર્પિણી છે અને ક્ષેત્રથી અસંખ્યાતલોક પ્રમાણ છે.
સ્થાનને કહીને હવે લેશ્યાની સ્થિતિ કહે છે -
-
• સૂત્ર - ૧૪૧૬ થી ૧૪૨૧ -
(૧૪૧૬) કૃષ્ણ લેશ્માની જધન્ય સ્થિતિ મુહૂર્તાઈ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે.
(૧૪૧૭) નીલ વેશ્યાની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક દશ સાગરોપમ છે.
(૧૪૧૮) કાપોત વેશ્યાની જનધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ છે.
(૧૪૧૯) તેજો લેશ્માની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ને સાગરોપમ છે.
(૧૪૨૦) પદ્મ લેશ્માની ધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત અધિક દશ સાગરોપમ છે.
(૧૪૨૧) શુકલ લેશ્માની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ સ્થિતિ મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે.
• વિવેચન
૧૪૧૬ થી ૧૪૨૧
સૂત્રાર્થ સ્પષ્ટ જ કહેલ છે, તો પણ કંઈક વિશેષ નોંધીએ છીએ -
મુહૂર્તનો અદ્ધ તે મુહૂર્તોદ્ધ. સમ પ્રવિભાગની અવિવક્ષા વડે અંતર્મુહૂર્ત એમ કહેલ છે. તેથી મુહૂર્તોદ્ધ જ જધન્યા સ્થિતિ છે. ‘સાગર’ એવા પદથી ‘સાગરોપમ’ જાણવું. * * * - * -
અહીં અંતર્મુહૂર્તના અસંખ્યભેદપણાથી અંતર્મુહૂર્ત શબ્દથી પૂર્વોત્તર ભવ સંબંધી બે અંતર્મુહૂર્ત કહેલ છે. આ પ્રમાણે બધે કહેવું.
ઉદધિ શબ્દની ઉપમાથી પણ ‘સાગરોપમ' અર્થ જ લેવો. તેમજ ‘પલ્ય’ શબ્દથી
-
·
‘પલ્યોષમ' લેવું. નીલ લેશ્યાના વિષયમાં આ ઉપમાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org