________________
૩૪/૧૩૯૮, ૧૩૯૯
લેશ્યા એટલે તેજો, પદ્મ, શુકલ. અહીં પણ પ્રશસ્તત્વના વિશેષથી ગંધ વિશેષનું અનુમાન
છે.
ગંધની કહીને હવે લેશ્યાના સ્પર્શને જણાવે છે -
૦ સૂત્ર - ૧૪૦૦, ૧૪૦૧
કરવત, ગાયની જીભ, શાકવૃક્ષના પાનનો સ્પર્શ જેવો કર્કશ હોય છે, તેનાથી અનંત ગણો અધિક કર્કશ સ્પર્શ ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓનો
હોય છે.
બૂર, નવનીત, શિરીષપુષ્પોનો સ્પર્શ જેવો કોમળ હોય છે, તેનાથી અનંતગણો કોમળ સ્પર્શ ત્રણ પ્રશસ્ત લેશ્યાનો છે.
-
૭ વિવેચન
૧૪૦૦, ૧૪૦૧ -
કરવત કે ગાયની જીભના સ્પર્શ જેવો, અથવા શાક નામે કોઈ વૃક્ષ વિશેષના પાંદડા જેવો જે સ્પર્શ હોય તેનાથી અનંતગુણ, અર્થાત્ અપ્રશસ્ત લેશ્યાનો સ્પર્શ આવો કર્કશ હોય છે. જ્યારે પ્રશસ્ત લેશ્યાનો સ્પર્શ અતિસુકુમારપણાથી બતાવવા બૂર, માખણ આદિના સ્પર્શની ઉપમા આપેલ છે. અહીં અનેક દૃષ્ટાંત છે તે વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહને માટે છે. અથવા કહેલા ઉદાહરણમાં વર્ણાદિ તારતમ્યના સંભવથી લેશ્યાનું સ્વસ્થાનમાં પણ વર્ણાદિ વૈચિત્ર્ય જણાવવા આ સૂત્ર છે.
હવે પરિણામ દ્વારથી લેશ્યાને કહે છે -
-
૧૭૧
૦ સૂત્ર - ૧૪૦૨ -
લેશ્યાઓના ત્રણ, નવ, સત્તાવીશ, એક્યાશી કે બસો તેતાલીશ પરિણામો હોય છે.
♦ વિવેચન - ૧૪૦૨ -
ત્રણ પ્રકારે ઇત્યાદિ લેશ્યા પરિણામ કહ્યા, જે સૂત્રાર્થમાં નોંધેલ છે. પરિણામ એટલે તે રૂપે ગમન સ્વરૂપ. અહીં ત્રિવિદ્ય તે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી છે. નવવિઘ - તે ધન્યાદિને સ્વસ્થાન તારતમ્ય વિચારણામાં પ્રત્યેકને જધન્યાદિ ત્રણથી ગુણતા નવ, એ પ્રમાણે ફરી ત્રિકના ગુણનથી - ૨૭ ભેદે, ૮૧ ભેદે, ૨૪૩ ભેદે ભાવના કરવી.
-
એ પ્રમાણે તારતમ્ય વિચારણામાં સંખ્યાનિયમ શો છે ? એ ઉપલક્ષણ છે આવો સંખ્યા ભેદનો સાક્ષીપાઠ પ્રજ્ઞાપના સૂત્રમાં પણ છે જ. પરિણામ કહ્યું હવે લેશ્યાના લક્ષણો કહે છે -
૧૪૦૩ થી ૧૪૧૪
Jain Education International
• સૂત્ર
(૧૪૦૩, ૧૪૦૪) જે મનુષ્ય પાંચ આશ્રવોમાં પ્રવૃત છે. ત્રણ ગુપ્તિઓમાં અગુપ્ત છે, છ કાયમાં અવિરત છે, તીવ્ર આરંભમાં સંલગ્ન છે, ક્ષુદ્ર છે, અવિવેકી છે.... નિઃશંક પરિણામવાળા છે, નૃશંસ છે, અજિતેન્દ્રિય છે, આ બધાં યોગોથી યુક્ત છે, તે કૃષ્ણ વેશ્યા પરિણત હોય છે.
·
For Private & Personal Use Only
www.jainelibrary.org