________________
૧૬૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અહીં બંધન, સંઘાત, વર્ણાદિ અવાંતર ભેદોની પૃથક વિવક્ષા ન હોવાથી સંખ્યાતિક્રમ ન કહેવો.
(૧૩૭૧) ગોત્ર કર્મ - ઉચ્ચ અને નીય. તે બંનેના પણ આઠ - આઠ ભેદો કહેલા છે. તેમાં જાતિનો અમદ આદિ આઠ ઉચ્ચ ગોત્રના બંધના હેતુઓ છે. તે જ જાતિનો મદ આદિ આઠ નીચ ગોત્રના હેતુઓ છે. આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રનો સાક્ષી પાઠ પણ મળે છે.
(૧૩૭૨) દેવાય તે દાન, પ્રાપ્ત થાય તે લાભ. એક વખત ભોગવાય તે ભોગ, વારંવાર ભોગવાય તે ઉપભોગ. તેમાં વિશેષથી ચેષ્ટા થાય જેનાથી તે વીર્ય. એ બધામાં અંતરાય - વિપ્ન જોડવું. વિષયના ભેદથી આ અંતરાય પાંચ ભેદે સંક્ષેપથી કહેલ છે. તેમાં દાનાંતરાય હોય ત્યારે વિશિષ્ટ ગ્રહણ કર્યા હોય, દેય વસ્તુ હોય, તેનું ફળ પણ જાણતો હોય છતાં પણ દાન પ્રવૃત્તિ હણાય તે દાનાંતરાય. વિશિષ્ટ દાતા હોય, નિપુણ રીતે યાચેલ હોય, પણ ઉપલબ્ધિનો ઉપઘાત થાય તે લાંભાતરાય. ભોગાંતરાયમાં વૈભવ આદિ પ્રાપ્ત થવા છતાં જેના કારણે આહાર આદિ ન ભોગવાય. ઉપભોગાંતરાય - જેના ઉદયથી વસ્ત્ર, અલંકાર આદિ ન ભોગવે. વીયાંતરાય - જેના વશથી બળવાન અને નીરોગી અવસ્થામાં હોવા છથાં જે તૃણ પણ વાકું ન વાળી શકે છે.
આ પ્રકૃતિ કહી. હવે તેના નિગમના માટે કહે છે - • સૂત્ર - ૧૩૭૩ -
આ કમની મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રવૃતિઓ કહી. આનાથી આગળ તેના પ્રદેશાગ્ર : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને સાંભળો.
• વિવેચન - ૧૩૭૩ -
અનંતરોક્ત જ્ઞાનાવરણાદિ રૂપ મૂલ પ્રકૃતિ તથા શ્રુતજ્ઞાનાવરણાદિ ઉત્તર પ્રકૃતિઓ, ચ શબ્દથી કૂતાદિના પણ અક્ષર, અનક્ષરાદિ ભેદથી બહુવિધપણાથી ન કહેવાયેલા ઘણાં ભેદનું સૂચક છે. પ્રદેશ – પરમાણુઓ, તેમના અગ્ર - પરિમાણ તે પ્રદેશાગ્ર. ક્ષેત્ર – જેમાં નિવાસ થાય છે તે, આકાશ. કાલ - બદ્ધ કર્મની જીવપ્રદેશથી અવિચીન રૂપ સ્થિતિ. ભાવ - અનુભાગ, કર્મના પર્યાય.
ઉક્ત ચારમાંથી “પ્રદેશાગ્ર'ને કહે છે - • સૂત્ર - ૧૩૦૪ -
એક સમયમાં બદ્ધ થનારા બધાં કર્મોના કમપુદગલરૂપ દ્રવ્ય અનંત હોય છે. તે ગ્રંથિભેદ ન કરનારા અનંત ભવ્ય જીવોથી અનંત ગુણ અધિક અને સિદ્ધોના અનંતમાં ભાગ જેટલું હોય છે.
વિવેચન - ૧૩૭૪ -
બધાંના જ અર્થાત કેટલાંક નહીં, તેવા જ્ઞાનાવરણાદિ કર્મોના પરમાણુ પરિમાણ અનંત પરમાણુ નિપન્નત વર્ગણાના, અને તે અનંતક ગ્રંથિધન રાગદ્વેષ પરિણામ. તેને પામે છે તે ગ્રંથિગા અને તે સત્વો તે ગ્રંથિસત્વ - જે ગ્રંથિ પ્રદેશને પામીને પણ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org