________________
૩૩/૧૩૬૧ થી ૧૩૭૨
૧૬૧ (૧૩૬૭) ચારિત્રમાં જેના વડે મોહ ઉત્પન્ન થાય તે ચારિત્ર મોહનીય કર્મ. જેનાથી શ્રદ્ધા કરવા છતાં તેના ફળાદિને સ્વીકારતો નથી - પામતો નથી. મૃતધરો વડે આ બે ભેદ કહેવાયેલ છે. ચારિત્ર મોહનીયને પણ બે ભેદે કહેલ છે - કષાય એટલે ક્રોધ આદિ રૂપે જે વેદાય છે તે કષાય વેદનીય. નોકષાય - તે કષાયના સહવર્તી એવા હાસ્યાદિ, તે રૂપે વેદાય તે નોકષાય વેદનીય.
(૧૩૬૮) કષાય વેદનીયના સોળ પ્રકારો છે. કષાયથી જન્મે છે તે કષાયજ અર્થાત્ કષાય વેદનીય. આના સોળ ભેદ આ રીતે - ક્રોધ, માન, માયા, લોભ, એ ચારેના પણ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન એ ચારચાર ભેદો છે. નોકષાયના ભેદ સાત - હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને વેદ. જે વેદની વિવક્ષા પુરુષવેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ આ પ્રમાણે ત્રણ ભેદો કરીએ તો કુલ નવ ભેદો થશે.
(૧૩૬૯)નૈરયિકાયુ, તેમાં રિચ - નિકળી ગયેલ છે, શું? ત્યાં ઉત્પન્ન થયેલને ઇષ્ટફળદા નથી. અર્થાત્ સર્વેદનાનો અભાવ. આવી નિરય – નરકમાં થયેલ તે નૈરયિકાયું. તીર્થો જાય છે તે નિર્યચ, એ વ્યુત્પત્તિ નિમિત્ત છે, પ્રવૃતિનિમિતથી તિર્યંચગતિ નામ કર્મથી તિર્યંચ - તે એકેન્દ્રિયાદિ છે. તેમની સ્થિતિને નિયંચાયુ. મનુના અપત્યો તે મનુષ્યો, તેનું આયુ તે મનુષ્યાયું. તેના ભાવ અવસ્થિતિ હેતુપણાથી જ દેવો - તેમનું આયુ તે દેવાયુ.
(૧૩૭૦) નામ કર્મ બે ભેદે છે- (૧) જેના વડે બધી અવસ્થામાં આત્મા શોભે છે, તે શુભ નામ. (૨) અશુભ નામ- શુભ નામથી વિપરીત. આ શુભ અને અશુભના પણ ઘણાં ભેદો છે. ઉત્તર ભેદથી શુભ નામના અનંતભેદત્વ છે, તો પણ વિમધ્યમ વિવક્ષાથી ૩૭ ભેદો કહ્યા છે - ૧ થી ૧૦ - મનુષ્ય ગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ,
દારિક, વૈક્રિય, તૈજસ, કામણ, આહારક એ પાંચ શરીર, સમચતરસ સંસ્થાન, વજsષભનારાય સંઘયણ. - ૧૧ થી ૨૦ - દારિક, વૈક્રિય, આહારક, અંગોપાંગ, પ્રશસ્ત એવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ ચાર, મનુષ્યાનું પૂર્વી, દેવાનુપૂર્વી, અગુરુલઘુ. - ૨૧ થી ૨૫ - પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉધોત, પ્રશસ્ત વિહાયોગતિ. - ૨૬ થી ૩૬ - ત્રાસ, બાદર, પર્યાપ્ત, પત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, દેવ, યશકીતિ અને નિમણ - ૩૭ - તથા તીર્થંકર નામ કર્મ. આ બધી શુભાનુભાવથી શુભ જાણવી.
અશુભ નામ કર્મ પણ વિમધ્યમ વિપક્ષાથી ૩૪ - ભેદવાળી છે. ૧ થી ૧૧ - નરક ગતિ, તિર્યંચ ગતિ, એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય જાતિ, ઋષભનારાય, નારાચ, અર્ધનારાય, કીલિકા અને સેવાd એ પાંચ સંઘયણ. ૧૨ થી ૨૦ - ન્યગ્રોધ મંડલ, સાદિ, વામન, કુન્જ, હુંડક એ પાંય સંસ્થાન, અપ્રશસ્ત એવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ ચાર. ૨૧ થી ૩૪ - નરકાનુપૂર્વી, તિર્થયાનુપૂર્વી, ઉપઘાત, અપ્રશસ્ત વિહાયોગતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, સૂમ, સાધારણ, અશુભ નારકત્વાદિના બંધક હોવાથી અશુભ છે.
2િ9/11] Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org