________________
૩૨/૧૩૫૧
૧૫૫
વિકારપણાથી મૂઢ એવો વિષયાસેવનાદિ પ્રયોજનોથી વધારે મૂઢ થાય છે. કેવા પ્રકારનાને અને શા માટે આવા પ્રયોજનો ઉત્પન્ન થાય છે? તે કહે છે -
સુખના અભિલાષી એવા તે દુઃખના પરિહાર કે વિમોચનને માટે સુખની ઇચ્છામાં જ દુઃખ પરિવારને માટે વિષય સેવનાદિ પ્રયોજનો સંભવે છે. ઉક્તરૂપ પ્રયોજનના નિમિત્તથી જ તેની પ્રવૃત્તિ કરવામાં તેઓ ઉત્સાહિત થાય છે. પછી સગી કે હેલી થઈને જ સકલ અનર્થની પરંપરા સર્જે છે.
સગઢષવાળાને કેમ સકલ અનર્થોની પરંપરા કહી છે ? • સૂત્ર - ૧૩૫૨ -
ઇંદ્રિયોના જેટલાં પણ શબ્દાદિ વિષયો છે તે બધાં વિરક્ત વ્યક્તિના મનમાં મનોજ્ઞતા કે અમનોજ્ઞતા ઉત્પન્ન કરતાં નથી.
• વિવેચન : ૧૩૫ર -
વિરક્ત - રાગરહિત અને ઉપલક્ષણથી દ્વેષ રહિતને શબ્દાદિ ઇંદ્રિય અર્થ કે વણદિ, જેટલાં પણ આ લોકમાં પ્રસિદ્ધ છે, તે બધાં ભેદો મનુષ્યને મનોજ્ઞતા કે અમનોજ્ઞતાને ઉત્પન્ન કરતાં નથી. પરંતુ રાગદ્વેષવાળાને જ તે ઉત્પન્ન કરે છે. સ્વરૂપથી આ રૂપાદિ, આત્માને મનોજ્ઞતા કે અમનોજ્ઞતા કરવાને સમર્થ નથી. પણ તે રાગી કે દ્વેષી એવા અધ્યવસાયના સ્વીકારથી થાય છે. - x- ૪ -
વીતરાગને તેના નિર્વતન હેતુના અભાવથી કઈ રીતે આ મનોજ્ઞતા કે અમનોજ્ઞતાને નિર્વર્તે છે ? તેના અભાવમાં કઈ રીતે વિષયસેવન, આક્રોશદાનાદિ પ્રયોજનોની ઉત્પત્તિ થાય? આ રીતે મનોજ્ઞત્વ અને અમનોજ્ઞત્વમાં સમ હોય તેને રૂપ આદિનું અકિંચિતકરપણું કહ્યું.
સગઢેષ મોહાદિના અતિ દુષ્ટતથી ઉદ્ધારણના ઉપાયોનું નિરૂપણ કરીને હવે ત્યાં જો “અપાય” એવો પાઠ સ્વીકારીએ ત્યારે રસનિવેષણાદિ અપાયને જણાવીને ઉપસંહાર કહે છે -
• સૂત્ર - ૧૩૫૩ -
“પોતાના સંકલ્ય - વિકલ્પો જ બધાં દોષોના કારણ છે. ઇંદ્રિયોના વિષયો નહીં. એવો જે સંકલ્પ કરે છે, તેના મનમાં સમતા જાગૃત થાય છે અને તેનાથી તેની કામગુણતૃષ્ણા ક્ષીણ થાય છે.
વિવેચન - ૧૩૫૩ -
ઉક્ત પ્રકારે પોતાના સંકલ્પો - રાગ, દ્વેષ, મોહરૂપ અધ્યવસાય, તેની સકલ દોષના મૂળ રૂપે પરિભાવનામાં ઉધતને શું ઉત્પન્ન થાય? માધ્યસ્થ ભાવ ઉપજે. ઇંદ્રિયોના અર્થો અને રૂપાદિ અપાયના હેતુ નથી, પણ રાગ આદિ જ ઉક્ત નીતિ વડે વિચારતા, પરસ્પર અધ્યવસાય તુલ્યતા હોવી તે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન જ છે. આને સ્વીકારનારને ઘણાં અધ્યવસાયો છતાં એકરૂપ જ અધ્યવસાય આના વડે ઉપલક્ષિત કરાય છે. - *- x- સમતામાં જ, ઉત્તરોત્તર ગુણસ્થાની પ્રાપ્તિમાં લોભનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org