________________
૧૫૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩
અને લજ્જાનો ભાગી થાય છે. તે - તે દોષથી દુષ્ટત્વથી અપ્રીતિનો ભાજ્ય થાય છે. એ પ્રમાણે રાગદ્વેષથી આવા દુઃખને પામે છે. બીજા પ્રકારથી તેના ઉદ્ધરણના ઉપાયને બતાવીને તેનાથી વિપરીત દોષ દર્શાવતા કહે છે -
• સૂત્ર - ૧૩૫૦ -
શરીરની સેવા આદિ સહાયની લિપ્સાથી કલ્ય શિષ્યની પણ ઇચ્છા ન કરે, દીક્ષિત થયા પછી અનુતન્ન થઈને તપના પ્રભાવની ઇચ્છા ન કરે. ઈંદ્રિય રૂપી ચોરોને વશીભૂત જીવ અનેક પ્રકારના અપરિમિત વિકારોને પ્રાપ્ત કરે છે.
૭ વિવેચન
૧૩૫૦
કલ્પ્ય - સ્વાધ્યાયાદિ ક્રિયામાં સમર્થ થાય તે કલ્પ - યોગ્ય, તેવા શિષ્યાદિની પણ ઇચ્છા ન કરે. સહાયમાં લિપ્સ એટલે ‘“મને આ શરીર સંબાધનાદિ સાહાસ્ય કરશે એવી અભિલાષાવાળો થઈને શિષ્યને ન ઇચ્છે. વ્રત લઈને તપ વડે અથવા ઉતરકાળના અનુતાપને સ્વીકારીને અર્થાત્ “મેં કેમ આવું કષ્ટ સ્વીકાર્યું ?' એવી ચિત્તની બાધારૂપ કે બીજા ભવોમાં ભોગની સ્પૃહાવાળો થઈને તપના પ્રભાવનો ઉચ્છેદ ન કરે.
આ લોકમાં આમોઁષધિ આદિ લબ્ધિ અને બીજા ભવમાં શક્ર કે ચક્રવર્તી આદિ વિભૂતિ વ્રત અથવા તપથી થાય છે, છતાં તેનો નિષેધ શા માટે કરે છે ? આ પ્રકારથી અપરિમિત ભેદે વિકારાદિ દોષોને પ્રાપ્ત કરે છે. કોણ ? ધર્મ સર્વસ્વના અપહરણથી ઇંદ્રિયચોરો, ઉક્ત વિશેષણ વિશિષ્ટ કલ્પ્ય અને તપના પ્રભાવની વાંછાથી ઉક્ત દોષોને પામે છે. વળી ઇંદ્રિય વિષયોની ઉત્તરોત્તર અભિલાષાથી સંયમ પ્રત્યે ચિત્તની વિષ્ણુતિ આદિ દોષો પણ સંભવે છે. એ પ્રમાણે કહેતા આ આશય છે -
અનુગ્રહ બુદ્ધિથી કલ્પને અને પુષ્ટ આલંબનમાં તપના પ્રભાવને વાંછતો પણ દોષ નથી. અથવા ઉક્ત રૂપ કલ્પની સહાયને ન ઇચ્છે કે મને ધર્મમાં સહાયક થશે તેમ પણ ન વિચારે. આ કથન જિનકલ્પિકની અપેક્ષાથી છે. આના વડે રાગના હેતુના પરિહરણનો ઉપાય કહ્યો. આવા બીજા રાગ હેતુનો પણ પરિહાર કરવો. એ રીતે તેના ઉદ્ધરણનો ઉપાય અને તેમ ન કરવામાં દોષને કહ્યો.
હવે બીજા દોષની હેતુતાને જણાવીને ઉક્ત કથનનું સમર્થન કરે છે - • સૂત્ર ૧૩૫૧ -
વિકારો થયા પછી મોહરૂપી મહાસાગરમાં ડૂબાડવાને માટે વિષય આસેવન અને હિંસાદિ અનેક પ્રયોજન ઉપસ્થિત થાય છે ત્યારે તે સુખાભિલાષી રાગી જીવ દુઃખથી મુક્ત થવાને માટે પ્રયત્ન કરે છે. • વિવેચન- ૧૩૫૧
-
-
-
વિકારની આપત્તિ પછી, તેને વિષય સેવન અને પ્રાણિ હિંસાદિ પ્રયોજનો ઉત્પન્ન થાય છે. તે જીવને અતિદુસ્તર એવા સમુદ્ર જેવા મોહરૂપી સમુદ્રમાં ડૂબાડવાને માટે સમર્થ હોય છે. અર્થાત્ જે મોહસમુદ્રમાં ડૂબેલ એવા જીવો કકહે છે તે ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org