________________
૧૩૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ૩ યોધ સ્થાન, અચલ સ્થાન - આદિ સાંત આદિ પરમાણુ વગેરેના. ગણના સ્થાન - એક આદિ, સંઘાત સ્થાન - દ્રવ્યથી કંચુક આદિ, ભાવસ્થાન - ઓદયિકાદિ. - x- હવે જે સ્થાન અહીં પ્રસ્તુત છે, તે કહે છે -
• નિર્યુક્તિ - પ૨૬ - વિવેચન -
ઉકતરૂપ ભાવપ્રમાદથી અત્રે અધિકાર છે. તથા સંખ - સંખ્યા સ્થાન, તેનાથી યુક્ત. અહીં ગુરુ વૃદ્ધ સેવાદિના અભિધાનથી અને પ્રકામ ભોજનાદિ નિષેધથી ભાવપ્રમાદ નિદ્રાદિ અર્થથી પરિહરવા પણે કહેલ છે. તે એકાદિ સંખ્યા યોગી અને ઓદયિક ભાવ સ્વરૂપ છે. આવો પ્રમાદ છોડીને સાધુએ યત્ન કરવો જોઈએ. ક્યાં ? અપમાદમાં. આ જ અર્થને દઢીકૃત કરવા કહે છે -
• નિર્યુક્તિ - પર૭, પ૨૮ - વિવેચન -
૦હજાર વર્ષ પ્રમાણ કાળ સુધી ઉત્કટ અનશનાદિ તપ કહષભદેવે આચર્યો. જેમાં પ્રમાદ અહોરાત્ર થયો. - x- અપ્રમાદગુણ સ્થાનના અંતમહૂર્તિકપણાથી અનેકવાર પણ પ્રમાદ પ્રાપ્તિમાં તેની અવસ્થિતિ વિષયભૂતતા અંતર્મુહૂર્તના અસંખ્યય ભેદત્વથી તેના અતિ સૂક્ષ્મતાથી બધાં કાળની સંકલના વડે આ અહોરાગ થયેલ. તથા બાર વર્ષથી અધિકતપ આચરતા ભગવંત વદ્ધમાનને જે પ્રમાદકાળથયો તે પૂર્વવત અંતર્મુહૂર્ત જસંકલિત જાણવો.-x-x-કેટલાંક અહીંઅનુપપત્તિના ભયથી નિદ્રપ્રમાદ અનુષ્ઠાનની દઢતા બતાવી, વિપર્યયમાં દોષ દર્શન દ્વારથી ફરી તેને જ બતાવતા કહે છે
• નિર્યુક્તિ - પ૨૯ + વિવેચન -
જેમને પ્રમાદથી ધર્મમાં નિરર્થક કાળ જાય છે, તેઓ આ પ્રમાદ દોષથી અનંત સંસાર ભટકે છે -૦- જે પ્રાણીને પ્રમાદથી ઉપલક્ષિત કાળ નિપ્રયોજન જાય છે. ક્યાં? ધર્મના વિષયમાં પ્રમાદથી જ તેના ધર્મપ્રયોજનો નિષ્ફળ જાય છે. તેનું શું થાય? અનંત સંસારમાં પ્રમાદના હેતુથી ભટકે છે. જો આમ છે, તો શું કરવું જોઈએ? તે કહે છે -
• નિર્યુક્તિ પ૩૦ વિવેચન -
તે કારણથી નિશ્ચયથી પ્રમાદનો ત્યાગ કરીને બુદ્ધિમાન પુરુષોએ દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ, મુક્તિ માર્ગપણાથી પૂર્વે અભિહિત કર્તવ્ય ધારણ કરવું, તે માટેનો ઉધમ તે અપ્રમાદ જ અને કદાચિત પ્રમાદ નહીં, તેમ જાણવું. એ નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્ર - ઉચ્ચારીએ છીએ -
• સૂત્ર - ૧૨૪૭ -
અનંત અનાદિ કાળથી બધાં દુઃખો અને તેના મૂળ કારણોથી મુક્તિનો ઉપાય હું કહી રહ્યો છું. તેને પ્રતિપૂર્ણ ચિત્તથી સાંભળો. તે એકાંત હિતરૂપ છે, કલ્યાણને માટે છે.
• વિવેચન - ૧૨૪૭ - અંતને અત્યંત અતિક્રમી ગયેલ. વસ્તુના અંત બે- આરંભ ક્ષણ અને સમાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org