________________
૩૦/૧૧૯૭ થી ૧૨૦૧
૧૨૩
તે
વિશેષથી કહેલ છે. તેના બે ભેદ કહ્યા - વિચાર સહિત અર્થાત ચેષ્ઠાપૂર્વક વર્તે છે, સવિચાર અને તેનાથી વિપરીત તે અવિચાર.
વચન - મનથી ત્રણ ભેદે હોય છે, તેથી તેના વિશેષ પરિજ્ઞાન
વિચાર કાયા અર્થે કહે છે કાય ચેષ્ટા - ઉર્તન, પરિવર્તન આદિ કાયપ્રવીયારને આશ્રીને થાય છે. તેમાં સવિચાર ભક્ત પ્રત્યાખ્યાન અને ઇંગિની મરણ છે. તેથી કહે છે - ભક્ત પ્રત્યાખ્યાનમાં ગચ્છ મધ્યવર્તી ગુરુએ આપેલ આલોચનાથી મરણને માટે ઉધત થયેલો વિધિપૂર્વક સંલેખના કરીને પછી ત્રિવિધ કે ચતુર્વિધ આહારના પ્રત્યાક્યાન કરે. તે મૃદુ સંથારે બેસીને, શરીર, ઉપકરણાદિના મમત્વનો ત્યાગ કરીને સ્વયં જ નમસ્કાર બોલતો કે સમીપમાં રહેલા સાધુએ આપેલ નમસ્કારને ગ્રહણ કરતો છતી શક્તિએ સ્વયં ઉર્તે અને શક્તિ ન હોય તો બીજા પણ કંઈક કરે છે - * - ***
એ જ પ્રમાણે ઈંગિનીમરણ પણ સ્વીકારીને શુદ્ધ સ્થંડિલે રહીને એકલો જ ચાર આહારના પ્રત્યાખ્યાન કરેલો, તે ભૂમિની છાયાથી ઉષ્ણ-ઉષ્ણ છાયામાં સ્વયં સંક્રમણ કરતો રહે - x - x - x-.
-
-
અવિચાર તે પાદપોપગમન. તેમાં સવ્યાઘાત અને અવ્યાઘાત ભેદથી બે ભેદે પણ વૃક્ષની માફક નિશ્ચેષ્ટપણે રહે છે. તેના વિધિ - દેવને અને યથાવિધિ ગુરુ આદિને વાંદીને તેમની પાસે સર્વે આહારના પ્રત્યાખ્યાન કરે છે. સમભાવમાં સ્થિત આત્મા થઈ સિદ્ધાંતમાં કહેલા માર્ગથી ગિરિગુફા આદિમાં જઈને પાદપોપગમન કરે છે. બધે પ્રતિબદ્ધ થઈ, દંડાયત આદિ સ્થાનથી રહીને. યાવજ્જીવ વૃક્ષની સમાન નિશ્ચેષ્ટ રહે છે.
ફરી બીજા પ્રકારે તેના બે ભેદને કહે છે
❤
(૧૨૦૧) અથવા બીજા પ્રકારે, પરિકર્મ સહિત એટલે કે સ્થાન. નિષદન, પડખાં ફેરવવા, વિશ્રામણ આદિ વડે જે વર્તે છે, તે સપરિકર્મ અને અપરિકર્મ, તેનાથી વિપરીત કહેલ છે. તેમાં સપરિકર્મ ભક્ત પ્રત્યાખ્યાન અને ઈંગિની મરણ છે, તેમાં ભક્ત પરિજ્ઞા સ્વયં કે અન્ય દ્વારા કરાતી બંને પણ અનુજ્ઞા છે. ઇંગિનીમરણમાં પરવર્જિત અને ચાર આહાર ત્યાગ છે. સ્થાન, બેસવું, સુવું આદિ જેમ સમાધિ રહે તેમ
સ્વયં જ કરતો ઉપસર્ગ અને પરીષહોને સહન કરે છે.
Jain Education International
-
અપરિકર્મમાં પાદપોપગમન મરણ છે. નિષ્પતિ કર્મતામાં જ ત્યાં જણાવેલ છે. આગમમાં પણ કહે છે કે - સમ અને વિષમ સ્થાને પડતો. વૃક્ષની જેમ નિષ્રકંપ રહે છે. શરીરને નિશ્ચલ અને નિષ્પતિકર્મ રાખે છે. જેમ વાયુ આદિ વડે વનસ્પતિનું ચલન થાય તેમ આ પણ બીજાના પુરુષાર્થથી અથવા પ્રત્યનિકો વડે ચલાવાય છે.
અથવા પરિકર્મ - સંલેખના, તે જેને હોય તે સપરિકર્મ, તેનાથી વિપરીત તે અપરિકર્મ. અવ્યાઘાતમાં આ ત્રણે સૂત્રાર્થ અને ઉભયમાં નિષ્ઠિત નિષ્પાદિત શિષ્ય સંલેખનાપૂર્વક ધારણ કરે છે અન્યથા આર્તધ્યાન સંભવે છે.- x - x + તે સપરિકર્મ કહેવાય છે. જ્યારે વ્યાઘાતમાં પર્વત, ભીંત આદિના પડવાના અભિઘાતાદિ રૂપમાં સંલેખનાને ધારણ ન કરીને ભક્ત પ્રત્યાખ્યાનાદિ કરે છે, તે પરિકર્મ કહેવાય છે. નિર્હરણ - ગિરિકંદરાદિમાં જઈને કે ગામ આદિની બહાર જઈને જે જે સ્થાને For Private & Personal Use Only
www.jainelibrary.org