________________
૧૨૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • સૂત્ર - ૧૧૯૭ થી ૧૨૦૧
(૧૧૯૭) અનાશન તપ બે પ્રકારે છે - ઇત્વટિક અને મરણકાળ. તેમાં ઇત્વરિક સાવકાંક્ષ હોય અને મરણકાળ નિરવકાંક્ષા હોય છે. (૧૧૯૮) સંક્ષેપથી ત્વરિક તપ છ પ્રકારે હોય છે - શ્રેણિતપ, પ્રતરતપ, ધનતા, વતિપ, (૧૧૯૯) વ વતપ અને છઠ્ઠો પ્રકીર્ણ તપ. આ પ્રમાણ મનોવાંછિત વિવિધ પ્રકારના ફળને દેનારો ઇત્વરિક અનશન તપ જાણવો.
(૧ર૦૦) કાય ચેષ્ટાના આધારે મરણફાળ સંબંધી અનશનના બે ભેદ છે - સવિચાર અને અવિચાર, (૧ર૦૧) અથવા મરણકાળ અનશનના સપરિકર્મ અને અપરિકર્મ બે ભેદ છે. અવિચાર અનાશનના નિહારી અને અનિહારી એ બે ભેદો પણ હોય છે. બંનેમાં આહારનો ત્યાગ હોય છે.
• વિવેચન ૧૧૯૭ થી ૧૦૦૧
(૧૧૭) ઇત્વરક એટલે સ્વલ્પકાળ, નિયતકાળ અવધિક. અવસાન કાળ જેનો છે, તે મરણકાળ અર્થાત ચાવજીવ. ખવાય છે તે અનશન - સંપૂર્ણ આહાર, તે દેશથી કે સર્વથી અવિધમાન હોય તેને અનશન કહે છે.
અનશન બે પ્રકારે છે- ઇત્વરિક તે અવકાંક્ષા સહિત હોય. જેમકે બે ઘટિકાદિ ઉત્તરકાળ ભોજનાભિલાષ રૂપથી વર્તે છે, તેથી સાવકાંક્ષ અને આકાંક્ષા જેમાંથી ચાલી ગયેલ છે તે નિરવકાંક્ષ - તે જન્મમાં ભોજનથી આકાંક્ષાનો અભાવ - X- - હવે ઇત્વરક અનશનના ભેદો કહે છે -
(૧૧૯૮) ઇત્વરક અનશન સંક્ષેપથી છ ભેદે છે, વિસ્તારથી ઘણાં ભેદે છે. તે છ ભેદ આ પ્રમાણે છે. શ્રેણિ એટલે પંક્તિ તેને આશ્રીને જે તપ તે શ્રેણિતપ. તે ઉપવાસ આદિ ક્રમથી કરાતા અહીં છ માસ સુધી ગ્રહણ કરાય છે. તથા શ્રેણિને શ્રેણિ વડે ગુણનાં પ્રતર કહેવાય છે. તેને આશ્રીને થાય તે પ્રતરતપ. (અહીં વૃત્તિકારશ્રી એ શ્રેણિ અને પ્રતરને સમજાવવા માટેની તપોવિધિ અને સ્થાપના બતાવેલ છે, પણ અમે તેનો અનુવાદ કરેલ નથી. કેમકે વર્તમાનમાં કરાતો શ્રેણિતપ અને આ વિધિ ભિન્ન છે, પ્રતર તપ તો અપ્રસિદ્ધ જ છે.)
ધન તપ - અહીં સોળપદ રૂપ પ્રતર, પદ ચતુટ્ય શ્રેણિથી ગુણતા ધન થાય છે. તેને આશ્રીને કરાતો તપ તે “ધન તપ' કહેવાય.
- વર્ગ તપ - ધનને ધન વડે ગુણતા જે આવે તે વર્ગતપ જાણવો.
(૧૧૯૯) વર્ગ વર્ગ - જો ઉક્ત વર્ગને જ વર્ગ વડે ગુણવામાં આવે તો તે વર્ગ વર્ગ તપ કહેવાય છે. અહીં વૃત્તિકારશ્રીએ ચાર પદને આશ્રીને શ્રેણિ આદિ તપને સમજાવેલ છે. જેમ કે શ્રેણિ ૪, પ્રતર - ૧૬, ધન - ૧૬ ૪૪ = ૬૪ વગેરે. એ પ્રમાણે વર્ણવર્ગ સુધી પાંચ પદોમાં ભાવના કરવી.
છો તપ “પ્રકીર્ણ તપ” કહેલો છે. જેમાં શ્રેણિ આદિ નિયત રચના રહિત સ્વશક્તિ અપેક્ષાથી યથા કથંચિત તપ કરાય છે. તે નમસ્કાર સહિતાદિ પૂર્વપુરુષ આચરિત યવમધ્ય, વજમધ્ય, ચંદ્ર પ્રતિમા આદિ છે. (૧૨૦૦) તે અનશનનો મરણાવસર ભેદ છે, તે બે પ્રકારે છે - તે તીર્થકરાદિએ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International