________________
૧૧૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ત્યારપછી જ્ઞાનાવરણ કર્મની પાંચ, દર્શનાવરણ કર્મની નવ અને અંતરાય કર્મની પાંચ - આ ત્રણ કમની પ્રવૃત્તિઓનો એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી તે અનુત્તર, અનંત સર્વ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ, નિરાવરણ, આજ્ઞાનતિમિરથી રહિત, વિશુદ્ધ અને લોકાલોકનું પ્રકાશક કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે.
જ્યાં સુધી તે સયોગી રહે છે. ત્યાં સુધી ઐયપથિક કમનો બંધ થાય છે. તે બંધ પણ સુખ સ્પર્શ છે. તેની સ્થિતિ એ સમયની છે. પહેલાં સમયે બંધાય છે. બીજા સમયમાં ઉદય થાય છે. ત્રીજા સમયે નિર્જરા થાય છે. તે કર્મ ક્રમશઃ બદ્ધ, સ્પષ્ટ, ઉદીતિ અને વેદિત થઈ નિર્થિર્ણ થાય છે. તેનાથી તે કર્મ આગામી કાળે અકર્મ થઈ જાય છે.
• વિવેચન - ૧૧૮૫ -
ક્રોધાદિનો જય સગ - દ્વેષ - મિથ્યા દર્શનના વિજય વિના થતો નથી, તેથી રાગાદિ વિજયને કહે છે. તેમાં પ્રેમ એટલે રાગ, દ્વેષ - અપ્રીતિ, મિથ્યાદર્શન - સાંશયિક આદિ, તેના વિજયથી જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં ઉધત થાય છે. કેમકે પ્રેમાદિ નિમિત્તથી તેની વિરાધના થાય છે.
કર્મગ્રન્થિ - અતિ દુર્લભ ઘાતિ કર્મ સ્વરૂપ, તેની ક્ષપણા. તેને માટે અનુવર્તે છે. અમ્યુત્થિત થઈને શું કરે છે? આનુપૂર્વી અનુસાર પહેલા મોહનીયની અટ્ટાવીશ કર્મ પ્રકૃતિનો ક્ષય કરે છે. તે આ પ્રમાણે છે - પહેલાં અનંતાનુબંધી ક્રોધાદિને એક સાથે અંતર્મુહૂર્તમાં ખપાવે છે. તે અનંતભાગમિથ્યત્વમાં પ્રક્ષેપે છે. પછી તેની સાથે મિથ્યાત્વને ખપાવે છે. કેમ કે તેના પરિણામે વધતા જતાં ઘણાં શુદ્ધ થાય છે. પછી મિથ્યાત્વ અંશોને સમ્યમ્ મિથ્યાત્વમાં પ્રક્ષેપે છે, પછી તેને ખપાવે છે. ત્યાર પછી તેના અંશ સહિત સમ્યકત્વને ખપાવે છે. પછી સખ્યત્વના અવશિષ્ટ દલિક સહિત અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયોને એક સાથે ખપાવવાનું આરંભે છે. તેનું પણ કરતાં આ પ્રકૃતિ ખપાવે છે -
ગતિ, બબ્બે આનુપૂર્વી, જાતિનામ, વાવ, ચઉરિદ્રિય, આતપ, ઉધોત, સ્થાવર અને સૂક્ષ્મ. સાધારણ, અપર્યાપ્ત, નિદ્રાનિદ્રા, પ્રચલા-પ્રચલા, ત્યાનદ્ધિને ખપાવીને બાકીની આઠને ખપાવે છે.
પછી પણ કિંચિત અવશેષને નપુંસકવેદમાં પ્રક્ષેપીને તેના સહિત ખપાવે છે. એ પ્રમાણે સ્ત્રી વેદને ખપાવે છે. પછી અવશિષ્ટ સહિત હાસ્યાદિ છને ખપાવે છે. તેના અંશ સહિત પુરષ વેદને - x x- પછી સંજ્વલન કોપને ખપાવે છે. એ પ્રમાણે પૂર્વ-પૂર્વના અંશ સહિત ઉત્તર ઉત્તરને ખપાવે છે. યાવત્ સંજ્વલન લોભ સુધી ખપાવે છે. - - - એ પ્રમાણે મોહનીય કર્મને ખપાવે છે.
ત્યાર પછી અંતર્મુહૂર્ત યથાખ્યાત ચારિત્રને અનુભવતો છદ્મસ્થ વીતરાગતાથી બે ચરમ સમયના પહેલા સમયે નિદ્રા અને પ્રચલા નામની પ્રકૃતિને ખપાવીને દેવગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org