________________
૨૯/૧૧૫૭
૧૦૯ • વિવેચન - ૧૧૫૭ -
વૈયાવૃત્યવાન સર્વ ગુણ ભાજન થાય છે. તેથી સર્વ ગુણ સંપન્નતા કહે છે. તેમાં સર્વગુણ - જ્ઞાનાદિ, તેના વડે સંપન્ન - યુક્ત. આ સર્વગુણ સંપન્નતા વડે ફરી અહીં આગમનનો અભાવ થાય છે. અર્થાત્ મુક્તિને પામે છે. અપુનરાવૃતિને પામેલો જીવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી બનતો નથી. કેમકે તેના નિબંધનથી દેહ અને મનનો અભાવ થાય છે. સિદ્ધિ સુખનો ભાજન થાય છે.
• સૂત્ર - ૧૧૫૮ -
ભગવન ! વીતરાગતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વીતરાગતા વડે ઇવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધોનો વિચ્છેદ કરે છે. મનોજ્ઞ શબ્દ - સ્પર્શ - સ - રૂપ અને ગંધથી વિરક્ત થાય છે.
• વિવેચન - ૧૧૫૮ -
સર્વગુણ સંપન્નના રાગ દ્વેષના પરિત્યાગથી પામે છે. તેથી હવે વીતરાગતા કહે છે - રાગ દ્વેષના અપગમ રૂપથી બંધન - રાગ દ્વેષ પરિણામ રૂપ. તૃષ્ણા - લોભ, તરૂપ બંધનોનો વિચ્છેદ કરે છે. સ્કોહ - પુણાદિ વિષય, તૃષ્ણ - દ્રવ્યાદિ વિષય, તે રૂપ અનુબંધન અથવા અનુગત કે અનુકૂળ બંધનો, અતિ દુરતત્વને જણાવવા માટે છે. તેનાથી મનોજ્ઞ શકદાદિમાં વિરક્ત થાય છે. કેમકે તૃષ્ણા અને સ્નેહ રાગનો હેતુ છે. અહીં રાગને જ સકલ અનર્થના મૂળ રૂપે જણાવવા તેનું પૃથક્ ઉપાદાન છે.
• સૂત્ર - ૧૧૫૯ -
ભગવન્! ક્ષાંતિથી જીવને શું પ્રાપ્ત થાય છેક્ષાંતિથી જીવ પરીષહો ઉપર વિજય પ્રાપ્ત કરે છે.
• વિવેચન - ૧૧૫૯ -
રાગદ્વેષના અભાવમાં તત્ત્વથી શ્રમણગુણો છે. તેમાં પહેલા વ્રતની પરિપાલનાના ઉપાય રૂપે ક્ષાંતિ જ છે, તેથી પહેલાં તેને કહે છે - તેમાં ક્ષાંતિ એટલે ક્રોધનો ય, તેનાથી વધ આદિ પરીષહોને જીતે છે.
• સૂત્ર - ૧૧૬૦ -
ભગવાન ! મુક્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે? મુક્તિથી જીવ અકિંચનતાને પામે છે. અકિંચન ઇવ અર્થ લોભીજનોથી પાનીય થાય છે.
• વિવેચન ૧૧૬૦ •
ક્ષાંતિ યુક્ત હોય તો પણ મુક્તિ વિના બાકીના વ્રતોનું પાલન કરવું શક્ય નથી. તેથી તેને કહે છે - મુક્તિ એટલે નિલભતા. તેનાથી અકિંચન થાય. અકિંચન એટલે નિષ્પરિગ્રહત્વને પામે છે. અકિંચન જીવ અર્થની લંપટતાથી ચૌરદિને પ્રાર્થનીય થતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org