________________
ઉત્તરાધ્યયન મૂલબ-સટીક અનુવાદ/૧ કહ્યું છે કે - જે પણ વસ્ત્ર કે પાત્ર કે કંબલ કે પ્રાદDીંછન છે, તે પણ સંયમ લજ્જાર્થે ધારણ કરે અને પરિભોગ કરે. x-x-x- સૂત્રમાં પણ તીર્થકરને સચેલ અને અયેલ બંને અવસ્થા કહી છે, જેમકે - જિનકલિકોને વસ્ત્રાદિ ઉપકરણનો જે અભાવ કહ્યો છે, તે તેમના ધૃતિ, શક્તિ, સંહનન, મુતાતિશય યુક્તતાથી જ છે. - તથાવિધિ શક્તિ અને સંવનન રહિતતાથી, હિમકણાનુષક્ત શીતાદિમાં બહુતર દોષહેતુક અગ્નિ આરંભાદિક થાય, તથાવિધ આચ્છાદનના અભાવથી શીત આદિથી ખેદિત થયેલાને શુભધ્યાનના અભાવથી સમ્યકત્વાદિથી વિચલન સંભવે છે. (માટે વસ્ત્ર જરૂરી છે.)
જેમ સુધા પરીષહનો વિજેતા પણ આહાર ગવેષણા કરે છે, તેમ પરિશુદ્ધ ઉપભોગપાણાથી સજેલ પરીષહત્વને જીતેલ પણ વસ્ત્રની ગવેષણા કરે કે વાપરે, તો તેમાં દોષ નથી. વસ્ત્રો પણ ધમોપકારી છે જ. -xxx-x-xxx- વાચક સિદ્ધસેને પણ કહેલ છે કે- મોક્ષને માટે ધર્મસિદ્ધિ અર્થે શરીરને ધારણ કરાય છે, શરીર ઘારણાર્થે ભિક્ષાનું ગ્રહણ ઇચ્છવા યોગ્ય છે, તે પ્રમાણે જ ઉપગ્રહાયેં પાત્ર અને વસ્ત્ર જરૂરી છે તેથી પરિગ્રહ નથી. -૮૪
વિવેચનમાં કહેવાયેલ અતિ વિસ્તૃત વાદ - પ્રતિવાદને અંતે નિષ્કર્ષ બતાવતા વંતિકારશ્રી કહે છે કે- ચાસ્ત્રિના નિમિત્તે વસ્ત્રો તે અસિદ્ધ હેતુ નથી. એકાંતિક પણે તેનો પરિહાર કરવો ન જોઈએ.
હવે “મહલ્લ’ એ દ્વાર કહે છે. તેમાં “એવં ઘમ્મહિયં નચ્ચે” ઇત્યાદિ સૂત્ર સૂચિત દષ્ટાંતને કહે છે -
• નિક્સ - ૯૪ થી છ + વિવેચન -
અહીં ચાર નિર્યુક્તિ છે. તેમાં વર્ણવાયેલ સંક્ષિપ્તરૂપ દષ્ટાંતનો વિસ્તાર વૃદ્ધ સંપ્રદાયથી જાણવો. એમ કહીને વૃતિકારશ્રી અત્રે નોંધે છે -
- જીવિત સ્વામીની પ્રતિમાની વક્તવ્યતા અને દશપુરની ઉત્પત્તિ જેમ કહેવાયેલ છે. તે જ રીતે કહેવી. ચાવતું વજસ્વામીની પાસે નવ પૂર્વો પુરા અને દશમાં પૂર્વને કંઈક ભણીને આર્ય રક્ષિત દશપુર જ ગયા. ત્યાં સર્વ સ્વજન વર્ગને - માતા, ભાઈ, બહેનને દીક્ષા આપી. જે તેના પિતા હતા તે પણ તેમના અનુરાગથી ત્યાં જ સારી રીતે રહે છે, પણ લજ્જાને કારણે વેશ ગ્રહણ કરતાં નથી. હું કઈ રીતે શ્રમણ પણે પ્રવજ્યા સ્વીકારું? અહીં મારી પુત્રી, પુત્રવધૂ, પૌત્રી આદિ છે, તેમની આગળ હું નગ્ન રહી ન શકું. એ પ્રમાણે તે ત્યાં રહે છે. આચાર્ય ઘણું કહે છે. ત્યારે તે કહે છે કે જે મને વસ્ત્રયુગલ, કુંડિકા, છત્ર, જોડા, જનોઈ સાથે દીક્ષા આપવી હોય તો હું દીક્ષા લેવા તૈયાર છું. દીક્ષા લીધી. તેણે છત્ર, કરક, જનોઈ આદિ રાખી મૂક્યા. બાકીનું બધું વૃદ્ધે છોડી દીધું.
કોઈ દિવસે તેઓ ચેત્યોને વાંદવા ગયા. આચાર્યએ બાળકો તૈયાર કર્યા, તેઓને કહ્યું કે બધાંને વંદન કરો, આ એક છબીવાળાને ન વાંદતા. ત્યારે વૃદ્ધે કહ્યું કે- આ બાળકો મારા પુત્રો અને પૌત્રોને વાંદે છે, તો મને કેમ વાંદતા નથી. શું મેંદીક્ષા For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International