________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ થઈને ભોગો ભોગવે છે.
સાધુઓ વડે બધે તેની તપાસ કરાઈ, ક્યાંય ભાળ ન મળી. પછી તેની માતા પુત્રશોકથી ઉન્મતા થઈ ગઈ. નગરમાં પરિભ્રમે છે. “અહંન્નક - અહંન્નક” એમ વિલાપ કરે છે. જેને જ્યાં જુએ, ત્યાં તે બધાને કહે છે- કોઈ છે કે જેણે મારા અહંન્નકને જોયો હોય. એ પ્રમાણે વિલાપ કરતી ભમ્યા કરે છે. અહંન્નકે કોઈ વખત માતા સાધ્વીને જોયા. તુરંત ઉતરીને પગે પડ્યો. તેને જોઈને માતા પૂર્વવત્ સ્વસ્થ ચિત્તવાળા થયા. ત્યારે કહ્યું- હે પુત્રા ફરી દીક્ષા લે. દુર્ગતિમાં ન જઈશ. તેણે કહ્યું-મારાથી સંયમ નહીં પાળી શકાય, પણ હું અનશન કર્યું. પછી માતાના વચનથી તેણે તપતી શિલા ઉપર પાદપોપગમન અનશન કર્યું. મુહૂત માત્રમાં સુકુમાલ શરીર ઉષ્ણતાથી ઓગળી ગયું. આ પ્રમાણે ઉષ્ણ પરીષહને સહન કરવો જોઈએ.
ઉષ્ણતા ગ્રીખમાં હોય. પછી વર્ષાનો સમય આવે, તેમાં દંશમશક સંભવે છે, તેથી તે પરીષહને કહે છે -
• સૂત્ર - ૫૯, ૬૦
મહાગન ડાંસ અને મચ્છરોનો ઉપદ્રવ થાય તો પણ સમભાવ રાખે. જેમ યુદ્ધમાં મોઢે હાણી બાણોની પરવા ન કરતો શણુનું હનન કરે છે તેમ મુનિ પરીષહની પરવા ન કર્તા તરંગ શગુને હણે. શમશક પરીષહ, તેનાથી ત્રાસ ન પાર્મ, તેને નિવારે નહી, મનમાં પણ તેમના પ્રત્યે દ્વેષ ન કરે. માંસ અને લોહીને ભોગવે તો પણ દેશમશકની ઉપેક્ષા કરે, પણ તેમને હણી નહીં.
• વિવેચન - ૫૯, ૬૭
દંશ-મશક અને ઉપલક્ષણથી જૂ આદિથી પીડિત મુનિ, તેને ન ગણકારતો સમભાવમાં રહે, અથવા સમર - યુદ્ધમાં કે સંગ્રામને મોરચે પ્રશસ્ત યતિ, સંગ્રામને મોરચે રહેલા પરાક્રમવાન હાથી કે ચોદ્ધાની માફક શત્રુનો પરાજય કરે. જેમ પરાક્રમી હાથી કે યોદ્ધો બાણો વડે વીંધાવા છતાં તેને અવગણીને શત્રુને જીતે છે, તેમ મુનિ પણ દંશાદિ વડે પીડાવા છતાં ક્રોધાદિ ભાવશગુને જીતે છે. કઈ રીતે ભાવશગુને જીતે ?
દેશાદિ વડે ઉદ્વેગ ન પામે અથવા તેઓ વડે પીડા પામતા પણ મુનિના અંગો કંપે નહીં. દંશાદિને પીડા કરતા નિવારે નહીં. અથતિ અંતરાય ન કરે. વચન તો દૂર રહ્યું, મનમાં પણ પ્રદ્વેષ ન કરે. પરંતુ ઉદાસીનતા - ઉપેક્ષા જ કરે. તેથી મુનિ પોતાના માંસ અને લોહીનો આહાર કરતાં જીવોને હણે નહીં. -x-x-x-x-x-x- એમ વિચારે કે આ અસંજ્ઞી અને આહારાર્થી મારા આ શરીરને ખાય, તો તે તેમનું ભોજન છે, તેમાં શો દ્વેષ કરવો એ પ્રમાણે વિચારે, પણ તેની ઉપેક્ષા કરી. તેનો ઘાત ન વિચારે.
આ પથિ દ્વાર છે. તેમાં દંશ મશકની પીડાને આશ્રીને દષ્ટાંત - • નિર્ણન - ૯૩ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ બતાવતા વૃતિકારશ્રી દૃષ્ટાંતને કહે છે - ચંપાનગરીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org