SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૮ ૫ ૫ • વિવેચન : ૧૮ જમણે કે ડાબે પડખે ન બેસે. તે રીતે બેસવાથી અવિનય થાય. ગુરુને પણ વક્ર અવલોકનમાં સ્કંધ આદિને બાધા પહોંચે. આગળ ન બેસે. કેમકે તેથી વંદન કરનારને ગરનું વદન ન દેખાતા અપ્રીતિ સંભવે છે. કૃતિ - વંદનને યોગ્ય, તે અર્થથી આચાર્યાદિ. તેની પાછળ ન બેસે કેમકે બંનેને મુખનું દર્શન ન થાય. અતિ નીકટ બેસવા વડે એકમેકના સાથળને ન સ્પર્શે તેમ કરવાથી અતિ અવિનય થાય. ઉપલક્ષણથી બાકીના અંગના સ્પર્શનો પણ પરિહાર જાણવો. શય્યામાં બેસીને કે સુતા - સતા ઉતર ન આપે. શચ્યા ત્યાગથી ગરના આકારથી કે કહેલને જાણી શકે અને અવજ્ઞા ન થાય. તેથી ગુરના વચન પછી તુરંત જ સંભ્રાંત ચિત્તથી વિનયથી અંજલિ જોડી સમીપે આવી, પગે પડી, પોતાને અનુગ્રહીત કર્યો તેમ માની, ભગવન! આપ મને અનુશાસિત કરો, તેમ કહે, ફરી તે જ કહે છે - • સસ - ૧૯ ગર સામે પાકી મારીને ન બેસે, બંને હાથોથી શરીર બાંધીને ન બેસે તો પગને ફેલાવીને ન બેસે. વિવેચન - ૧૯ પર્યસ્તિકા - મનુ અને જંઘા ઉપરનું વસ્ત્ર વીંટવા રૂપ, તે ન કરે. પક્ષfiાડ - બંને હાથને શરીર સાથે બાંધવા, સંયત - સાધુ, xx- ગુરુની અતિ નીકટ ન બેસે, પણ ઉચિત દેશે જ બેસે. અન્યથા અવિનય દોષ સંભવે છે. ઇત્યાદિ -x-x હવે પ્રતિશ્રવણવિધિ વિશેષથી કહે છે - • સબ - ૨૦ ગરની કૃપાને ઇચ્છનારો મોક્ષાર્થી શિષ્ય, ચાર્ટી દ્વારા બોલાવાતા કોઈપણ સ્થિતિમાં મીન ન રહે પણ નિરંતર તેમની સેવામાં ઉપસ્થિત રહે. વિવેચન - ૨૦ આચાર્ય, ઉપલક્ષણત્વથી ઉપાધ્યાયઆદિથી વ્યાહત-બોલાવાય ત્યારે ગ્લાનાદિ અવસ્થામાં પણ મૌન ન રહે, પરંતુ એમ વિચારે કે બીજા હોવા છતાં મને બોલાવે છે, તે ગુરુની કૃપા છે, તે પ્રમાણે પ્રાસાદપ્રેક્ષી બને, અથવા પ્રાસાદાર્થી - ગરના પરિતોષનો અભિલાષી થઈ મસ્તક વડે વંદન ઇત્યાદિ બોલતો સર્વકાળ સવિનય ઉભો રહે. • સુત્ર - ૨૧ ગર દ્વારા એક કે કાનેકવાર બોલાવાતા બુદ્ધિમાન શિષ્ય બેસી ન રહે, પણ આસન છોડીને, તેમના દેહને યત્નપૂર્વક સ્વીકારે. • વિવેચન ૨૧ આફ- કિંચિત, એક વખત બોલાવે કે વારંવાર બોલાવે ત્યારે વ્યાખ્યાનાદિથી વ્યાકુળતા હોવા છતાં બેસી ન રહે. પરંતુ આસન - પાદપુંછનાદિ છોડીને, બુદ્ધિ વડે Jain Education International For Private & Personal Use Only voww.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy