________________
४४
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
જ્ઞાનનો આ વિષય છે. એ જ્ઞાનદ્વારકત્વથી તેને પદ્ધારક કહ્યું. ઉભય વિષયત્વથી ઉભયસંબંધ સંયોગ. એ પ્રમાણે કેવલીને પણ ઉભયસંયોગ જ છે ? નિવૃત્તિ: ભિન્નક્રમત્વથી નિવૃત્તિ જ - સર્વ આવરણના ક્ષયથી ઉત્પત્તિ જ જિન સંબંધી જ્ઞાનનો પ્રત્યય છે. છદ્મસ્થને મતિ આદિ જ્ઞાન હોય તો પણ ઉપયોગરૂપ બાહ્ય ઘટ આદિની અપેક્ષા રાખે છે, તેથી કહે છે - ઘટને આશ્રીને ઘટજ્ઞાન, પટને આશ્રીને પટજ્ઞાન થાય છે. કેવલીને તો જ્ઞાન લબ્ધિરૂપતાથી ઉત્પન્ન છે. તેથી ઉપયોગરૂપ પણે બાહ્ય ઘટ આદિની અપેક્ષા રાખતા નથી. કેમકે તેમને બધું જ પ્રત્યક્ષ છે. તેથી કેવળજ્ઞાનના સર્વત્ર સતત ઉપયોગથી નોપયોગ પ્રતિ બાહ્ય અપેક્ષાની નિવૃત્તિ જ પ્રત્યય છે. પણ છદ્મસ્થજ્ઞાનને પ્રત્યયથી ઉભય સંયોગ નથી.
--x- ઉભય સંબંધ સંયોગ જ પુનઃ સ્વ સ્વામીભાવથી કહે છે - દેહ – પુદ્ગલોથી ઉપચીત થાય તે, કાયા, તેનાથી આ જન્મમાં જીવ વડે સંબંધ તે બદ્ધ છે. મુક્ત અન્ય જન્મમાં તેના વડે જ ત્યાગ કરાયેલ. આ બંનેનો સમાસ, તે બુદ્ધમુા. માતા, પિતા, ભાઈ, બહેન આદિ; અહીં પણ ‘બદ્રમુ’ જોડવું. કેમકે જીવને પૂર્વવત્ ઉભય સંબંધન સંયોગ હોય છે. અહીં ભાવના આવી છે કે - આ દેહ માતા આદિથી અને સ્વ રૂપે બદ્ધ છે. તેમાં દેહ અને આત્મા ક્ષીર-નીરવત્ અન્યોન્ય અનુગત છે, તથા માતા આદિ સ્નેહ વિષયત્વથી આત્મવત્ જાણવા. ‘મૂક્ત’ આ ઉભયથી બાહ્ય છે. -- અહીં દેહ અને માતા આદિ વડે બદ્ધ-મુક્તથી સ્વસ્વામીભાવ લક્ષણ સંબંધ જીવને ઉભય સંબંધન સંયોગ છે. -x-x- આના વડે અનેક પ્રકારે સંબંધન સંયોગ કહ્યો અને આ તેને કયા પ્રકારે થાય છે ? તે કહે છે -
• નિયુક્તિ - ૬૧ + વિવેચન -
ઉક્તરૂપ સંબંધન સંયોગ, કષાય - ક્રોધાદિથી વ્યાપ્ત અર્થાત્ પ્રભૂત કષાયના, થાય છે. કોને ? જીવને. કેવા પ્રકારે ? સંબંધિ વસ્તુ તે તે સ્વકૃત્યમાં નિયોજવાને સમર્થ થાય છે. તેથી પ્રભુ. ઉક્તથી વિપરીત તે અપ્રભુ. બંનેના પણ સંયોગ સામ્ય પ્રતિ કારણ કહે છે આ માસ નગર, જનપદ આદિ મમત્વના આચારથી. અર્થાત્ મારા સંબંધી પણે બાહ્ય વસ્તુમાં તત્ત્વથી જે રાગ, તે જ સંબંધન સંયોગ છે. આના દ્વારા કષાય બહુલત્વમાં હેતુ કહ્યો. અને કષાય બહુલ કહેવા વડે કષાયદ્વારથી સંબંધ સંયોગને કર્મબંધહેતુ પણે જણાવાયેલ છે.
·
-
(શંકા) મિથ્યાત્વ આદિ બંધના હેતુ છે, તે શા માટે કષાયની સત્તા માત્રથી તેનો હેતુ જણાવેલ છે ? (સમાધાન) ત્યાં તેનું જ પ્રાધાન્ય છે. અને તેનું પ્રાધાન્ય બંધના તારતમ્યથી તેનું જ તારતમ્ય છે. જેમ શ્વેતવર્ણની બહુલતાને લીધે સફેદ બગલો એમ કહ્યું, તેમ કષાયની બહુલતાવાળો જીવ કહેવો. તેથી અકષાય હેતુપણામાં ઔપશમિકાદિ ભાવમાં નામાદિ સંયોગોના સજીવ-વિષયત્વમાં પણ શીત-ઉષ્ણ આદિ વિરોધી સંયોગોનો સંબંધન સંયોગ પણ વિરુદ્ધ નથી. -x-x-x-x
આ સંબંધન સંયોગનું સ્વરૂપ કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org