________________
અધ્ય.૧ - ભૂમિકા
૨૫
અભિપ્રાય નામે ભાવશબ્દ કહેલો છે. - X- તેથી તેના પરિચિત્તવર્તી સંવેદના વિષયથી વિપ્રકર્ષવત્ ઇંગિત આકારાદિના પરિજ્ઞાનથી સંનિહિતકરણ કે તેવા અનનુગુણ અનુગુણ ચિત્રચેષ્ટાથી જ્ઞાતની કુપિત - પ્રસન્નતાનું આપાદન તે ભાવોપક્રમ જ છે. તે અહીં અવશ્ય કહેવો. કેમ કે તે ગુરુ ભાવોપક્રમના અંતર્ગતપણાથી છે. - ૪ - ૪ - x -.
આના અભિધાનને માટે દ્રવ્ય ઉપક્રમથી ભાવ ઉપક્રમ પૃથક્ કહેવાય છે. તે બે ભેદે છે - પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં અપ્રશસ્તમાં બ્રાહ્મણી, ગણિકા અને અમાત્યના દૃષ્ટાંત જાણવા. પ્રશસ્ત તે શિષ્યનું શ્રુતાદિ હેતુ ગુરુના ભાવનું ઉન્નયન છે. એ રીતે લૌકિક ઉપક્રમ કહો.
શાસ્ત્રીય તો આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા અર્થાધિકાર કહેવો જોઈએ. તેમાં આનુપૂર્વી નામાદિ દશ પ્રકારે બીજે વિસ્તારથી કહેલા છે. અહીં તો ઉત્કીર્તનગણનારૂપ વડે અધિકાર હોવાથી તે જ કહે છે - તેમાં ઉત્કીર્તન તે વિનયશ્રુત, પરીષહ અધ્યયન, ચતુરંગીય ઇત્યાદિ છે. - x - ગણન - સંખ્યાન, તે પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અનાનુપૂર્વી ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં પૂર્વાનુપૂર્વી ગણનાથી આ અધ્યયન પહેલું છે, પશ્ચાનુપૂર્વી ગણનાથી છત્રીશમું અધ્યયન છે. અનાનુપૂર્વીથી આ અધ્યયન એકથી વધુ અને છત્રીશની પૂર્વેની શ્રેણીમાં કોઈ પણ સંખ્યા ભેદમાં આવે છે. (અહીં આનુપૂર્વીની સ્થાપના વિધિ વૃત્તિકારે નોંધી છે, તેમાં દ્વિક, ત્રિક, ચતુષ્ક આદિ સ્થાપના છે. અમે આ સમગ્ર સ્થાપનાનો અનુવાદ છોડી દીધેલ છે, સમજવા માટે શાબ્દિક વ્યાખ્યાને બદલે આકૃતિ સ્થાપનાની આનુપૂર્વી સમજવી વિશેષ સરળ બને.)
આ ઉક્ત પદ્વિધ નામથી ઔદયિકાદિ છ ભાવ રૂપે અધિકાર છે, તેની અંતર્ભૂત ક્ષાયોપશમિક ભાવમાં શ્રુતજ્ઞાનાત્મકપણાથી પ્રસ્તુત અધ્યયનનો અવતાર
છે. * - * -.
જેના વડે પરિછેદ થાય - જણાય, તે પ્રમાણ. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના છેદથી ચાર પ્રકારે છે. તેમાં આ ક્ષાયોપશમિક ભાવરૂપત્વથી ભાવ પ્રમાણમાં અવતરે છે. - ૪ - ૪ - ભાવ પ્રમાણ ગુણ, નય, સંખ્યાના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આનો ગુણપ્રમાણ અને સંખ્યાપ્રમાણમાં જ અવતાર છે. નય પ્રમાણમાં જો કે શ્રુતકેવલી વડે કહેવાય છે કે - અધિકાર ત્રણે વડે જાણવો. જિનમતમાં સૂત્ર કે અર્થ કંઈપણ નયોથી વિહિન નથી. - ૪ -. તો પણ હાલ તથાવિધ નય વિચારણાના વ્યવચ્છેદથી અનવતાર જ છે. ઇત્યાદિ - × - X + X + X ".
ગુણપ્રમાણ બે ભેદે છે ઃ- જીવ ગુણપ્રમાણ અને અજીવ ગુણપ્રમાણ. તેમાં આનો જીવ ઉપયોગપણાથી જીવગુણ પ્રમાણમાં અવતાર છે. તેમાં પણ જ્ઞાનદર્શન ચારિત્ર ભેદથી ત્રણ પ્રકારમાં આનો જ્ઞાનરૂપતાથી જ્ઞાન પ્રમાણમાં અવતાર છે. તેમાં પણ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમરૂપમાં આ અધ્યયનના આસોપ્રદેશરૂપપણાથી આગમ પ્રમાણમાં લેવું. તેમાં પણ લૌકિક અને લોકોત્તર ભેદમાં પરમગુરુ પ્રણીતત્વથી લોકોત્તર સૂત્ર, અર્થ, ઉભયરૂપ છે. તેમાં પણ આત્મા, અનંતર અને પરંપર આગમ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org