________________
અધ્ય. ૬ ભૂમિકા
વૃત્તિકારશ્રી અહીં કેટલીક બાબતે પ્રકાશ પાડે છે, તે આ છે -
અહીં જે પુલાકાદિને મૂલ- ઉત્તરગુણના વિરાધકત્વ છતાં જે નિર્ગસ્થ કહ્યું, તે જધન્ય- જધન્યતર, ઉત્કૃષ્ટ- ઉત્કૃષ્ટતર આદિ ભેદથી સંયમ સ્થાનોથી અસંખ્યતાથી અને તાપણાથી ચાસ્ત્રિ પરિણતિ વડે ભાવવું. આમના સંયમિત્વમાં પણ છ લેયાના કથનમાં આપની ભાવ પરાવૃત્તિ અપેક્ષાથી કહેલ છે. • x
આના વડે બાહ્ય - અત્યંતર હેતુક નિગ્રન્થ ભેદો કહ્યા, હવે અંતર સંયમ સ્થાન નિબંધન, તેના ભેદોને કહે છે -
• નિક્તિ - ૩૯ + વિવેચન
નિગ્રન્થ ઉત્કૃષ્ટ હોય, જધન્ય પણ થાય તથા અજધન્ય અનુત્કૃષ્ટ પણ અસંખેય નિર્ગળ્યો થાય છે. સંયમ સ્થાનોની અપેક્ષાથી નિગ્રન્થોનું જધન્ય, ઉત્કૃષ્ટ અને અજધન્યોત્કૃષ્ટત્વ જાણવું. - - - ગ્રંથથી નીકળી ગયેલ તે નિગ્રન્થ, તેને ભેદ દ્વારથી કહે છે -
• નિર્યુક્તિ - ૨૪૦ + વિવેયન -
ગ્રંથ બે ભેદે છે - બાહ્ય અને અવ્યંતર. તેમાં ગ્રન્થ - કષાયના વશ થઈને આત્મા બંધાય છે. અથવા આત્મા કર્મો વડે બંધાય તે ગ્રંથ. બાહ્ય - બહાર થાય છે. અંત શબ્દ અધિકરણ પ્રધાન અવ્યય છે. અંતર, મળે જે ગ્રંથ તે અત્યંતર. તેમાં બાહ્યના દશ અને અત્યંતરના ચૌદ ભેદ છે. તેમાં અત્યંતરના ચૌદ ભેદો કહે છે -
• નિર્યુક્તિ - ૨૪૧ + વિવેચન -
ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ, વેદ, અરતિ, હાસ્ય, શોક, ભય અને ગુપ્તા એ ચૌદ છે. તેમાં ક્રોઘ - અપ્રીતિરૂપ, મન - અહંકાર, માયા - સ્વ અને પરને વ્યામોહ ઉત્પાદક શક્તા. લોભ - દ્રવ્યાદિની આકાંક્ષા, પ્રેમ - પ્રિયમાં પિતિ, દોષ - ઉપરામ ત્યાગરૂપ વિકાર, દ્વેષ. અહીં છે કે પ્રેમ - માયા અને લોભરૂપ છે, દ્વેષ - ક્રોધ અને માન રૂપ છે. તો પણ તેમનું પૃથક ઉપાદાન કર્થચિત્ સામાન્યના વિશેષથી અન્યત્વ જણાવવાનું છે. માત્ર - તત્ત્વની અશ્રદ્ધા, તે છ સ્થાનોથી થાય છે. ન અતિ, ન નિત્ય ઇત્યાદિ. - *-વેદ- સ્ત્રી વેદાદિ ત્રણ. અરતિ- સંયમમાં અપ્રીતિ, રતિ- અસંયમમાં પ્રીતિ. હાસ્ય - વિસ્મય આદિમાં હોઠના વિકાસરૂપઃ શોક - ઇષ્ટના વિયોગથી માનસ દુઃખી ભય- ઇહલોકમય આદિ સાત. (૧) ઇહલોક ભય, (૨) પરલોક ભય, (૩) આજીવિકા ભય, (૪) ગ્લાધા ભય, (૫) અકસ્માત ભય, (૬) આદાન ભય, (૭) મરણ ભય. - x- - - જુગુપ્સા - અસ્નાનાદિથી મલિન શરીરવાળા સાધુની હીલના. -૦- હવે બ્રાહ્ય ગ્રંથના ભેદોને કહે છે -
• નિર્યુક્તિ - ર૪ર + વિવેચન -
ક્ષેત્ર, વાસ્તુ, ધન, ધાન્યનો સંચય, મિત્ર જ્ઞાતિ સંયોગ, યાન, શયન, આસન, દાસીદાસ, કુષ્ય. એ દશ છે તેમાં ક્ષેત્ર - સેતુ આદિ, વાસ્તુ-ખાત આદિ. ધન - હિરણ્ય
આદિ, ધાન્ય - શાલિ આદિ, મિત્ર - સાથે મોટા થયેલા, જ્ઞાતિ - સ્વજનો, યાન - Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org