________________
૨૧૨
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ કુશીલ અને નિર્ગસ્થ ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વધર હોય જધન્યથી પુલાકને નવમાં પૂર્વમાં શ્રુત આચાર વસ્તુ હોય અને બકુશ, કુશીલ, નિર્ગસ્થને આઠ પ્રવચન માના જેટલું શ્રુત હોય. જ્યારે કેવલી સ્નાતક કૃતથી અપગત હોય છે. પ્રાપ્તિનો અભિપ્રાય આ છે
ભગવન્! પુલાક કેટલું શ્રુત ભણે? ગૌતમાં જધન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ. ઉત્કૃષ્ટથી નવપૂર્વ. હવે પ્રતિસેવના- પાંચમૂલગુણ અને છઠ્ઠ રાત્રિભોજન તેમાં પરાભિયોગાદિ કારણે અન્યમતને સેવતા પુલાક થાય છે. કોઈ મૈથુન સેવનથી કહે છે. પ્રજ્ઞમિમાં કહે છે - મૂલગુણમાં પાંચ આશ્રવમાં કોઈને સેવે અને ઉત્તરગુણમાં દશવિધ પ્રત્યાખ્યાનમાં કોઈ અન્યતરને સેવે.
| બકુશ બે ભેદે (૧) ઉપકરણથી, આસક્તિ વડે વિવિધ વિચિત્ર મૂલ્યવાન ઉપકરણના પરિગ્રહવાળો હોય. નિત્ય વિશેષ ઉપકરણની કાંક્ષાથી યુક્ત હોય તે. (૨) શરીર બકુશ - શરીરની આસક્તિથી વિભૂષા કરનારો. પ્રતિસેવના કુશીલ. મૂળગુણોની વિરાધના ન કરતો ઉત્તરગુણમાં કંઈક વિરાધનાનું સેવન કરે. • xકષાયકુશીલ, નિર્ચન્થ, સ્નાતકોને પ્રતિસેવના હોતી નથી.
તીર્થ - બધાં તીર્થકરોના તીર્થમાં હોય છે. કોઈ આચાર્ય માને છે કે, પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલો તીર્થમાં નિત્ય હોય છે. બાકીના તીર્થ કે અતીર્થમાં હોય. લિંગના બે ભેદ - દ્રવ્યલિંગ અને ભાવલિંગ. ભાવલિંગથી બધાં નિર્ચન્જલિંગમાં હોય છે. દ્રવ્યલિંગને આશ્રીને ભજના જાણવી. લેયા - પુલાકને પાછલી ત્રણ લેયા જાણવી. બકુશ અને પ્રતિસેવનાકુશીલને બધી જાણવી. કષાય કુશીલને પરિહાર વિશુદ્ધિથી ત્રણે ઉત્તર લેશ્યા હોય. સૂક્ષ્મ સંપરાયના નિર્ચન્થ અને સ્નાતકને માત્ર શુક્લ વેશ્યા હોય છે. અયોગી અલેશ્યી હોય.
ઉપપાત-પુલાકને ઉત્કૃષ્ટ સ્થિક સહસ્ત્રાર દેવમાં હોય. બકુશ અને પ્રતિસેવના કુશીલને અશ્રુતકલ્પમાં બાવીશ આગરોપમ સ્થિતિમાં, કષાયકુશીલ અને નિર્ચન્થને સર્વાર્થસિદ્ધમાં તેત્રીશ સાગરોપમ સ્થિતિમાં ઉત્પાત હોય, જધન્યથી સૌધર્મમાં પલ્યોપમ પૃથકત્વ સ્થિતિ કહી. સ્નાતકને નિર્વાણ હોય.
સ્થાન - અસંખ્યાત સંયમ સ્થાનો કષાયનિમિત્તે થાય છે. તેમાં સર્વ જધન્ય સંયમ લબ્ધિસ્થાનો પુલાક અને કષાયકુશીલને હોય. તે બંને અસંખ્યાત સ્થાને જઈને પછી પુલાક વિચ્છેદ પામે. પછી કષાયકુશીલ ત્યાંથી અસંખ્યાત સ્થાને એકાકી જાય છે. ઇત્યાદિ - ૪- X- વિશેષ વ્યાખ્યાપ્રજ્ઞમિથી જાણવું.
• ભાષ્ય - ૧૦ થી ૩૦
સંયમ, શ્રત પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપાત, સ્થાન પ્રતિ વિશેષ પુલાક આદિને યોજવા. (જેમકે) પુલાક, બકુશ, કુશીલ ત્રણે સામાયિક અને છેદોપસ્થાપનીય સંયમમાં હોય છે. કષાય કુશીલ પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરામાં હોય છે, ઇત્યાદિ - x- - - x x- - (પ્રાયઃ બધું અનંતરોક્ત વૃત્તિ જેવું જ છે. તેથી અમે અનુવાદને માટે પુરુષાર્થ કરેલ નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org