________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
બધાં જ, તેમાં મુક્તિના ભાગીને પણ લેવાના? તેથી કહે છે - ભવસ્થ જીવો. જેમાં કર્મવશ વર્તી જંતુઓ - જીવો હોય છે, તે ભવ. તેમાં રહે તે ભવસ્થ. એવા તે જીવો આવીચિક મરણને આશ્રીને મરે છે અથવા સર્વકાળ આવીચિક મરણે મરે છે. અવધિમરણ અને આત્યંતિક મરણ. આ બંને મરણો વિકલ્પે છે. જો કે આવીચિમરણવત્ અવધિમરણ અને આત્યંતિક મરણ છતાં પણ ચારે ગતિમાં સંભવે છે, તો પણ આયુષ્યના ક્ષયના સમયે જ તે બે મરણનો સંભવ છે, સદા તે ભાવ વર્તતો નથી. તેથી આવીચિક મરણ જ સદા છે તેમ કહેલું છે. આના વડે આવીચિ મરણના સદા ભાવથી લોકમાં મરણપણાથી અપ્રસિદ્ધિની અવિવક્ષાનો હેતુ કહેલ છે, તેમ વિચારવું.
૧૯૪
હવે ‘બંને પણ’ ને સ્પષ્ટ કરે છે. અવધિ મરણ અને આત્યંતિક મરણ, અને બાલ મરણ, ‘તથા' શબ્દ ઉત્તરભેદની અપેક્ષાથી સમુચ્ચય માટે છે. પંડિત મરણ, બાળપંડિત મરણ. ચ શબ્દથી વૈહાયસ અને ગૃપૃષ્ઠ મરણ કહ્યા. પછી ભક્તપરિજ્ઞા, ઇંગિની, પાદપોપગમન કહ્યા. આમાં પરસ્પર જે વિરોધ છે, તેને કહે છે -
અવિરતના અવધિ અને આત્યંતિક મરણ કહ્યા, અન્યતર બાલમરણ તે બીજું, તદ્ભવમરણની સાથે ત્રણ, વશાર્તા સાથે ચોથું, કથંચિત્ આત્મઘાતમાં વૈહાયસ કે ગૃધપૃષ્ઠમાંનું કોઈ એક તે પાંચમું.
શંકા - વલન્મરણ અને અંતઃશલ્ય મરણ પણ બાળમરણના જ ભેદ છે. આગમમાં
-
કહ્યું છે કે બાલ મરણ બાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે વલાય મરણ, વશાર્દ મરણ, અંતઃશલ્ય મરણ તદ્ભવ મરણ, ગિરિપતન. તપતન, જળપ્રવેશ, અગ્નિપ્રવેશ, વિષભક્ષણ, શસ્ત્રોપહનન, વૈહાયસ અને ગૃધપૃષ્ઠ. આમાં જો કે ગિપિત્તન આદિ છમાં વૈહાયસનો અંતર્ભાવ છે જ, તો પણ વલનમરણ, અંતઃશલ્યમરણના પ્રક્ષેપમાં ઉક્ત સંખ્યાનો વિરોધ કેમ ન આવે?
A
સમાધાન - અહીં અવિરતના જ બાલમરણની વિવક્ષા છે.
કહ્યું છે કે - અવિરતમરણ અને બાલમરણ. આ બંનેનું એકત્ર સંયમ - સ્થાનથી નિવર્તન, અન્યત્ર માલિન્યમાત્ર વિવક્ષિત છે. સર્વથા વિરતિનો અભાવ નહીં જ, તેથી કઈ રીતે બાલમરણમાં સંભવ છે? તથા છદ્મસ્થમરણ પણ વિરતોને જ રૂઢ છે, તેથી ઉક્ત સંખ્યામાં વિરોધ નથી. એ પ્રમાણે દેશવિરતને પણ બે આદિ ભંગ ભાવના કરવી. માત્ર ત્યાં બાલમરણના સ્થાને બાલ પંડિત મરણ વાંચવું. વિરતને તો અવધિ અને આત્યંતિક મરણમાંનું કોઈ એક અને પંડિતમરણ તે બીજું, છદ્મસ્થ અને કેવલિમરણમાંનું કોઈ એક તે ત્રીજું ભક્ત પરિજ્ઞા, પાદપોપગમન કે ઇંગિની મરણમાંનું કોઈ એક તે ચોથું, કારણ હોય તો વૈહાયસ અને ગૃધપૃષ્ઠમાંનું કોઈ એક તે પાંચમું, દૃઢ સંયમ પ્રતિ આ પ્રમાણે કહેલ છે. શિથિલ સંયમીને અવધિ અને આત્યંતિક મરણમાંનું કોઈ એક મરણ હોય. કોઈક કારણથી વૈહાયસ અને ગૃધપૃષ્ઠમાંથી કોઈ ક તે બીજું, કથંચિત્ શલ્યના સંભવમાં અંતઃશલ્ય મરણ સાથે ત્રીજું, વલન્મમરણની સાથે ચોથુ, છદ્મસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org