________________
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧
૪૩| ઉત્તરાધ્યયન - મૂલ સૂત્ર-૪/૧|
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૭ ભમિકા - આરંભે વૃત્તિકાર મહર્ષિ મંગલ સ્વરૂપે ભગવંતની વાણીનું બનાસનનું દેવી આદિનું સ્મરણ કરે છે, પછી આ વૃત્તિ રચનાનો હેતુ જણાવતાં કહે છે કે - “મેં આ વૃત્તિ પ્રવચનભક્ષને માટે રચેલ છે.” ત્યાર પછી શત્યાચાર્યજીએ આ આગમ-ચાખ્યા પૂર્વે ભૂમિકારૂપે ચર્કિંચિત્ જે કંઈ કહેલ છે, તે કથનનો સાર સંપરૂપે અહીં નોંઘીએ છીએ.
(૧) ગુરૂ પર્વ ક્રમ-લક્ષણ ? • સૂત્રકારે પ્રરૂપણા કરી, તેના અર્થનો બોધ સ્વ શિષ્યોએ આપ્યો, યાવત્ તદર્થે ભદ્રબાહુ સ્વામીએ (નિયુક્તિ રચી), ત્યાર પછી ભાષ્યકારે (ભાષ્ય રચવા), પછી ચૂર્ણિકારે (ચૂર્ણિ રચી), પછી વૃત્તિકારે (વૃત્તિ રચી) ચાવતુ અમારા ગુરૂ સુધી સૂત્રની વાણી અને અર્થ પહોંચ્યા.
૨) મંગલ - શાસ્ત્રનો વિપ્ન રહિત પાર પામે, શાસ્ત્રમાં સ્વૈર્ય પામે અને શિષ્ય પરંપરા સુધી પહોંચાડે, તે હેતુથી છે. આ મંગલના આદિ, મધ્ય અને અવસાન ત્રણ ભેદો પ્રસિદ્ધ છે. આ મંગ નામાદિ ચાર ભેદે છે. તેમાં સ્થાપના એટલે આકાર મંગલ, તેમાં દર્પણાદિ આઠ કહે છે - દર્પણ, ભદ્રાસન, વર્ધમાનક, વરકળશ, મત્સ્ય, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્ત એ આઠ-આઠ મંગલો છે. દ્રવ્ય અને ભાવ મંગલ આવશ્યકાનુસાર જાણવા. તેમાં અહીં ભાવમંગલનો અધિકાર છે. ઇત્યાદિ - X-X
(૩)મુદચ- વર્ણ, પદ, વાક્ય, શ્લોક, અધ્યયન, કદંબકાત્મક શ્રુતસ્કંધરૂપ છે, તેનો અભિધેય અર્થ, તે સમુદાયાર્થ, તે અહીં ધર્મકથારૂપ છે. આને નિયુક્તિકાર જ કહેશે.
(૪) ઉત્તરાધ્યયન અને રોગ : તેમાં શું આ ઉત્તરાધ્યયન અંગ કે અંગો છે, શ્રુતસ્કંધકે શ્રુતસ્કંધો, અધ્યયન કે અધ્યયનો, ઉદ્દેશક કે ઉદેશકો છે? ના, અહીં અંગ, શ્રુતસ્કંધ, અધ્યયન કે ઉદ્દેશા કંઈ નથી. નામનિક્ષેપમાં “ઉત્તરાધ્યયન શ્રુતસ્કંઘ” નામ છે. તેમાં ઉત્તર નિક્ષેપ્તવ્ય અધ્યયન અને શ્રુતસ્કંધ. તેમાં ઉત્તર નિક્ષેપ કહેવા નિયુક્તિકાર જણાવે છે
• નિક્તિ - ૧ + વિવેચન -
“ઉત્તર' શબ્દથી નામોત્તર, સ્થાપનોત્તર ઇત્યાદિ કહેવા (૧) જેમ કોઈ જીવાદિનું ઉત્તર' એવું નામ હોય. (૨) સ્થાપના ઉત્તર તે અક્ષ આદિ. અથવા ઉત્તર'એવો વર્ણવિન્યાસ. (૩) દ્રવ્ય ઉત્તર તે આગમથી જ્ઞાતા પણ ઉપયુક્ત ન હોય. નો આગમથી જ્ઞ શરીર ભવ્યશરીર અને તવ્યતિરિક્ત. તેમાં વ્યતિરિક્ત ત્રણ ભેદે છે- સચિત્ત, અચિત્ત, મિશ્ર. • x• x- દ્રવ્ય ઉત્તરત્વ - વસ્તુની દ્રવ્ય પ્રાધાન્ય વિવક્ષાથી છે. (૪) ક્ષેત્રોત્તર - મેરુ આદિની અપેક્ષાથી જે ઉત્તર છે, તે જેમકે ઉત્તરકુર. - x x
(૫) દિગુત્તર - દક્ષિણ દિશાથી અપેક્ષાથી. (૬) તાપનોત્તર તે જે તાપ દિક્ષેત્રની Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org