________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૪૧
ત્યારે આચાર્યએ રાજકુળમાં જઈને કહ્યું કે - મારા શિષ્યએ ખોટો સિદ્ધાંત કહેલ છે. અમારા મતમાં બે જ રાશિ છે. આ કારણે રોહગુપ્ત વિપરીત પરિણામવાળો થયો. તેણે આચાર્યને કહ્યું, તો હવે મારી સાથે તમે વાદ કરો. તેની વાત સ્વીકારી બંને રાજસભા મધ્યે ગયા. રાજાની પાસે આવીને વાદનો આરંભ કર્યો. શ્રીગુપ્ત ગુરુએ કહ્યું કે - અમને જીવની જેમ અજીવ અને નોજીવ પણ પ્રત્યક્ષ દેખાડ, તેથી ત્રણ રાશિ સાબીત થઈ શકે.
જે વિલક્ષણ હોય તે તેનાથી ભિન્ન હોય છે. જેમ કે જીવથી અજીવ વિલક્ષણ છે. તેમ જીવથી નોજીવ પણ વિલક્ષણ છે. તેથી જીવ અને અજીવ એ બે રાશિ અને નોજીવ એ ત્રીજી રાશિ સિદ્ધ છે.
ત્યારે ગુરુએ કહ્યું - આ હેતુ અસિદ્ધ છે. કેમકે જીવથી નોજીવનું વૈલક્ષણ્ય લક્ષણ ભેદથી છે કે દેશભેદથી છે ? ઇત્યાદિ - x-x-x- x +
(અહીં પણ વાદ, તર્ક, પ્રતિવાદ આદિ વૃત્તિકારશ્રીએ મૂકેલ છે. અમે પહેલાં ત્રણ નિવોમાં અનુવાદ કર્યા પછી અમને એવું લાગે છે કે આ સમગ્ર ચર્ચા કોઈ તજજ્ઞ પાસે પ્રત્યક્ષ જ સમજવી જરૂરી છે, માત્ર અનુવાદથી તે સ્પષ્ટ ન થાય. કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં શ્રી વિનય વિજયજીએ પણ આ બધી જ ચર્ચાને છોડી દીધેલ છે. છતાં અન્ય ગ્રંથોમાં પણ તે જોઈ શકાય છે.)
સારાંશ એ કે - અનેક લક્ષણથી ગુરુએ સિદ્ધ કર્યું કે - આ અજીવ અને નોજીવ એકબીજાથી ભિન્ન નથી. પણ એકલક્ષણ છે. એ પ્રમાણે સમ્યક્ પ્રકારે ગુરુ વડે ઉક્તિ અને પ્રયુક્તિ સાથે સમજાવતા એક દિવસ જેવા છ મહિનાઓ ગયા તેમનો વાદ ચાલ્યો.
ત્યારે રાજાએ કહ્યું કે - મારા રાજ્યકાર્ય સીદાય છે.
આચાર્યએ કહ્યું કે - મારી ઇચ્છાથી જ આટલો લાંબો કાળ લીધો. હવે તમે જો જો કાલના દિવસે હું તેનો નિગ્રહ કરી દઈશ. ત્યારે પ્રભાતમાં કહ્યું કે - કૃત્રિકાપણમાં જઈને પરીક્ષા કરી લેવી. ત્યાં બધાં દ્રવ્યો વેચાય છે. જાઓ ત્યાં જઈને જીવ, અજીવ અને નોજીવ લાવો.
ત્યારે દેવતા વડે જીવ અને અજીવ અપાયા. ત્યાં નોજીવ ન હતા અથવા ફરી અજીવ જ આપે છે. આ અને આવા ૧૪૪ પ્રશ્નોની પૃચ્છા વડે આચાર્ય ભગવંતે રોહગુપ્તનો નિગ્રહ કર્યો.
નગરમાં ઘોષણા કરાવી કે માહતિમહાન શ્રી વર્લ્ડમાન સ્વામી જય પામો. રોહગુપ્તને દેશનિકાલ કરવામાં આવ્યો. પછી તેને નિહવ એમ કહીને સંઘ બહાર કઢાયો.
આ છઠ્ઠો નિહવ થયો. તેણે વૈશેષિક સૂત્રોની રચના કરી. ષડ્ અને ગોત્રથી ઉલૂક હોવાથી તે ‘ષલૂક' કહેવાયો.
૧૪૪ જે પ્રશ્નોથી નિગ્રહ કરાયો, તે આ પ્રમાણે છે - મૂલપદાર્થો છ ગ્રહણ કર્યા. તે આ પ્રમાણે - દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય.
તેમાં દ્રવ્યો નવ ભેદે છે, તે આ પ્રમાણે – પૃથ્વી, અપ્, તેઉ, વાયુ, આકાશ, કાળ,
-
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International