________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
ત્યાર પછી આચાર્યએ રોહગુપ્તને એક રજોહરણ પણ અભિમંત્રીને આપ્યું. જો તે પોટ્ટશાલ બીજો કોઈ ઉપદ્રવ કરે તો આ જોહરણને ભમાડજે. તેનાથી તું અજેય બની જઈશ. ઇંદ્ર પણ પછી તને જીતી શકશે નહીં.
૪૦
પછી આ વિધાઓ ગ્રહણ કરીને રોહગુપ્ત રાજ્યસભામાં ગયો. તેણે ત્યાં કહ્યું - આ શું જાણે છો ? પૂર્વપક્ષ તેને જ સ્થાપવા દો. પરિવાજકે વિચાર્યું કે આ સાધુઓ નિપુણ હોય છે. તેથી તેમનો જ સિદ્ધાંત હું ગ્રહણ કર્યું.
જેમ કે રાશી બે જ છે - જીવરાશિ અને અજીવરાશિ. ત્યારે રોહગુપ્તે ત્રણ રાશિની સ્થાપના કરી, તે જાણી ગયો કે - આ પરિવ્રાજકે મારો સિદ્ધાંત ગ્રહણ કરેલ છે. તેથી તેને બુદ્ધિ વડે હરાવીને ત્રણ રાશિની સ્થાપના કરી. જીવ, અજીવ અને નોજીવ. તેમાં જીવ – તે સંસારમાં રહેલા ઇત્યાદિ, અજીવ - તે ઘટ આદિ અને નોજીવ – તે ગરોળીની છેદાયેલી પુંછડી ઇત્યાદિ.
W
ત્યાર પછી રોહગુપ્તે દૃષ્ટાંત આપ્યું કે - જેમ દંડ હોય, તેમાં આદિ, મધ્ય અને અગ્ર એ ત્રણ ભાગ હોય છે. એ પ્રમાણે બધાં ભાવો ત્રણ ભેદ હોય છે. એ પ્રમાણે તેણે પોટ્ટશાલને ચુપ કરી દીધો.
ત્યારે તે પરિવ્રાજકે રોષિત થઈને વીંછીને છોડ્યો, ત્યારે સાધુએ મયુરોને સામે છોડ્યા. તેના વડે વીંછીઓ હણાતા, પોટ્ટશાલે સર્પોને મૂક્યા ત્યારે રોહગુપ્તે તેના પ્રતિઘાતને માટે નોળીયાઓને મૂક્યા. ત્યારે ઉંદર - સામે બીલાડા, પછી મૃગની સામે વાઘને, પછી શૂકરની સામે સિંહોને, પછી કાગડાની સામે ઘુવડોને, પછી શકુનિકા - સમળીના બચ્ચાની સામે ઉલાવકને મૂક્યા. એ પ્રમાણે પોટ્ટશાલની સામે વિધાઓને રોહગુપ્તે પ્રતિવિધાઓથી નષ્ટ કરી દીધી. ત્યારે પરિવ્રાજકે ગર્દભી વિધા છોડી.
રોહગુપ્તે ગુરુએ કહ્યા મુજબ આ ઉપદ્રવ સામે રજોહરણ ભમાડીને તેને આહત કરી, ત્યારે તે વિધા તે જ પરિવાજકની ઉપર ઠંગીને ગઈ. ત્યારે પરિવાજક ઘણી જ હીલનાપૂર્વક ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો. એ પ્રમાણે તેણે પરિવ્રાજકને હરાવ્યો.
ત્યાર પછી આચાર્ય ભગવંત પાસે આવીને જે પ્રમાણે રાજસભામાં બનેલું તે પ્રમાણે બધો વૃત્તાંત કહ્યો. આચાર્ય ભગવંતે તેને પૂછ્યું - ઉઠતી વેળા તેં રાજસભામાં કેમ ન કહ્યું કે - રાશિઓ ત્રણ હોતી નથી, આ તો ફક્ત તેને બુદ્ધિ વડે પરાભવ કરવા માટે મેં પ્રરૂપણા કરેલી. હવે ફરી જઈને સભામાં કહી આવ કે રાશિ ત્રણ ન હોય.
રોહગુપ્તને તે વાત ગમી નહીં. “મારી અપભ્રાજના ન થાઓ' એમ વિચારીને તે આચાર્યની વાત સ્વીકારતો નથી. વારંવાર તેને કહેતા, તે બોલ્યો કે - આમાં શો દોષ છે ? કદાચ ત્રણ રાશિ છે એમ કહેવામાં આવે તો તેમાં શું થઈ જવાનું હતું ? રાશિઓ ત્રણ છે જ.
આચાર્યએ કહ્યું - હે આર્ય ! તેમાં અસદ્ભાવ અને તીર્થંકરની આશાતના થાય છે. તો પણ રોહગુપ્તે તે વાત ન સ્વીકારી. એ પ્રમાણે તે આચાર્યની સાથે વાદે ચડી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org