________________
ધ્ય. ૩ ભૂમિકા
૧૦૫ છેદી નાંખવું. તે ઉપાધ્યાય પણ પડખે રહીને ભય પમાડતો હતો કે, જો તું ખલિત થઈશ તો નક્કી કરવાનો છે, તે બાવીશ કુમારો પણ તેને પુતળી ન વિંધી શકે તે માટે ઘણાં જ વિઘ્નો કરી રહ્યા હતા.
તે વખતે સુરેન્દ્રદત્ત કુમારે તે બંને પરષોને, ચારે દાસપુત્રોને અને બાવશે કુમારોને ગણકાર્યા વિના તે આઠે રથચક્રોના અંતરને જાણીને તે જ લક્ષ્યમાં દષ્ટિને રોવીને અન્ય સ્થાને મનને ન કરતાં પુતળીને વિંધી. ત્યારે લોકોએ ઉત્કૃષ્ટ કલકલનાદ કરીને ધન્યવાદ આપ્યા.
જેમ તે ચક્ર ભેદવું દુર્લભ છે, તેમ માનુષ્યત્વ પ્રાતિ દુર્લભ છે.
(૮) ચર્મ - એક દ્રહ હતો. તે એક લાખ યોજન વિસ્તીર્ણ ચર્મ વડે ઢંકાયેલો હતો. તેની મધ્યે એક છિદ્ર હતું. તે છિદ્રમાં માત્ર કાચબાની ડોક સમાતી હતી. ત્યાં જઈને એક કાચબો સો વર્ષ જતાં પોતાની ડોક બહાર કાઢતો હતો. તેણે કોઈ રીતે પોતાની ડોક પ્રસારી. જેટલામાં તે છિદ્રમાંથી ડોક બહાર કાઢી. તેના વડે કૌમદીમાં
જ્યોતિ જોઈ. ફળ અને ફૂલ જોયા. તે ગયો સ્વજનોને તે દરય દેખાડવા બોલાવ્યા. આવીને બધી તરફ ભમે છે, પણ ફરી તે પૂર્ણિમાનો ચંદ્ર આદિ કંઈ જોવા ન મળ્યા. આ પ્રમાણે મનુષ્યભવ પણ ફરી મળતો નથી.
() યુગ - જો “યુગ”ને સમુદ્રના પૂર્વતમાં નાંખો, તેની સમીલા' પશ્ચિમાંતમાં ફેંકો. તો યુગના છિદ્રમાં તે સમીલાનો પ્રવેશ આપોઆપ થવો સંશયિત છે. તે પ્રમાણે માનુષ્યત્વનો લાભ મળવો સંશયિત છે.
કદાચ તે સમિલા સાગરના પાણીમાં આમ તેમ ભમતાં - ભમતાં કોઈ પ્રકારે યુગ સુધી પહોંચી જાય, અને યુગના છિદ્રમાં પ્રવેશી પણ જાય, પછી તે પ્રચંડ વાયુના નિમિત્તે ઉઠેલ તરંગથી પ્રેરાઈને છિદ્રમાં પ્રવેશે કે અન્ય કોઈ નિમિત્તથી. તે બની શકે.
પણ જો મનુષ્યથી જીવ ભ્રષ્ટ થાય તો ફરી તે જીવને માનુષ્ય મળતું નથી અર્થાત દુર્લભ છે.
(૧૦) પરમાણુ - હવે પરમાણુનું દૃષ્ટાંત આપે છે. જેમ એક સ્તંભ હોય, તે ઘણાં મોટા પ્રમાણવાળો હોય. આવો સ્તંભ કોઈ દેવ ચૂર્ણ કરીને, જેનો વિભાગ ન થઈ શકે તેવો ખંડો કરીને નાલિકામાં નાંખે. પછી મેરુ પર્વતની ચૂલિકાએ રહીને ત્યાંથી નલીકામાં ફૂંક મારીને તે ચૂર્ણને ઉડાડે. તો શું કોઈ પણ તેજપુગલો વડે તે જ સ્તંભને બનાવી શકે ખરો?
ના, તે અર્થ સમર્થ નથી. તેમ ન થઈ શકે. એ પ્રમાણે માનુષ્યથી ભ્રષ્ટ થઈ પુનઃ માનુષ્યત્વ ન પામી શકે.
અથવા અનેક સ્તંભ ઉપર રહેલી સભા હોય, તે કાલાંતરે પડી જાય. તો શું કોઈ, તેના જ પગલો એકઠા કરીને તે સભાને ફરી બનાવી શકે?
ના, ન બનાવી શકે. આ પ્રમાણે માનુષત્વ પણ દુર્લભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org