________________
૧૨૨
ઉત્તરાધ્યયન મૂલસુબ-સટીક અનુવાદ/૧ રાજાએ જોયો. ત્યારે રાજાએ તેને જોઈને સબ્રાંત થઈને પૂછ્યું - આ બિચારો મારા સુખ - દુઃખમાં સહાયક હતો. હવે હું આની આજીવિકા કરી દઉં.
રાજાએ પૂછ્યું- તને શું આપું? તે કાર્પટિક બોલ્યો- મને તમે ઘેર ઘેર કરભોજન આપો, જ્યારે આખા ભારતમાં ભોજન થઈ જાય, ત્યારે ફરી પણ તમારા ઘેરથી આરંભીને ભોજન કરીશ. રાજાએ ફરી પૂછ્યું - તારું આટલામાં શું થશે? હું તને એક દેશ આપી દઉં. તેનાથી સુખપૂર્વક તું છત્રછાયા વડે હાથી ઉપર બેસીને બધે ફરીશ.
- કટિક બોલ્યો - મારે આટલા આકુનથી શું પ્રયોજન ? ત્યારે બ્રહ્મદરે તેને કરભોજન આપ્યું. પછી પહેલા દિવસે તે રાજાને ઘેર જઈ જમ્યો. રાજાએ તેને બે દીનાર ભેટ આપી. એ પ્રમાણે પરિપાટીથી સુસજ્જ રાજકુળોમાં બત્રીસ હજાર રાજાઓએ તેવા અતિશય વડે ભોજન કરાવ્યું. તે નગરમાં અનેક કુલકોટિ હતા. તે નગરનો ક્યારે અંત કરશે ? ત્યાર પછી ગામોનો, પછી આખા ભારતક્ષેત્રનો પરિપાટી ક્રમ ક્યારે પૂરો થાય? કદાચ તેનો અંત આવે પણ ખરો. પરંતુ એક વખત મનુષ્યથી ભ્રષ્ટ થાય તો ફરી માનુષ્યત્વ ન પામે.
(૨) પાશક - ચાણક્ય પાસે સુવર્ણ ન હતું. ત્યારે ક્યા ઉપાયથી સુવર્ણને મેળવવું. ત્યારે તેણે ચંપાશક કર્યો. કોઈ કહે છે વરદાન મળ્યું પછી એક દક્ષ પુરુષને શીખવ્યું. દીનારનો થાળ ભર્યો. તે બોલે છે. જે કોઈ મને જીતશે. ત્યારે તેને આ થાળો આપી દઈશ. જો હું જીતી જાઉં તો તમારે મને માત્ર એક દીનાર આપવી.
તે ઇચ્છા પ્રમાણે યંત્રમાં પાસા પાડતો હતો. તેથી તેને જીતવો શક્ય ન હતો. જેમ તે જીતાતો ન હતો, એ પ્રમાણે માનુષ્યલાભ પણ પ્રાપ્ત થવો દુષ્કર છે. કદાચ કોઈ તેને જીતી પણ જાય, પરંતુ મનુષ્યપણાથી ભ્રષ્ટ થયા પછી ફરી માનુષ્યત્વ ન પામે.
(૩) ઘાન્ય - ભરતક્ષેત્રમાં જેટલાં ધાન્યો છે, તે બધાં ધાજ્યોને ભેગા કરી દેવામાં આવે. અહીં પ્રસ્થ સરસવમાં નાંખી દે. તે બધાંનું મિશ્રણ કરાય. પછી કોઈ એક વૃદ્ધા - સ્થવિરા સૂપડામાં લઈને તે ધાન્યોને પૃથફ કરે, ફરી પણ પ્રસ્થક વડે પૂરિત કરાય. તો કદાચ દેવની કૃપાથી તેને છૂટા પાડી પણ શકાય. પરંતુ જો માનુષ્યત્વ ચાલી જાય તો તેને પૂરી ન શકાય.
(૪) ધ્રુત - જેમ કોઈ એક રાજા હતો. તેની સભા ૧૦૮ સ્તંભોની ઉપર સંનિવિષ્ટ - રહેલી હતી. જ્યાં આસ્થાનિકા - સભા કરતો. એક એક સ્તંભને ૧૦૮ ખૂણા હતાં. તે રાજાનો પુત્ર રાજ્યનો આકાંક્ષી થઈ વિચારે છે. આ રાજા સ્થવિર - વૃદ્ધ થયો છે, તેને મારીને રાજ્યને ગ્રહણ કરે છે.
કોઈ રીતે અમાત્યાએ તે વાત જાણી, તેણે રાજાને કહ્યું. પછી રાજાએ તેના પુત્રને કહ્યું - અમારા વંશમાં જે સહન ન કરી શકે તે જુગાર રમે છે. જે જીતી જાય, તેને જે જીતે છે, તેને રાજ્ય અપાય છે.
હવે જીતવું કઈ રીતે? તારા માટે એક ઉપાય છે. જે તું આ ૧૦૮ સ્તંભોના એકૈક ખૂણાને ૧૦૮ વખત જીતે તો આ રાજ્ય તારું છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org