________________
૧૨૧
અધ્ય. ૩ ભૂમિકા ઇતિ શબ્દ સ્વરૂપ પરામર્શક પર્યન્ત યોજાય છે. તિતિક્ષા અને અહિંસા અને હી, એ એકાર્થક - અભિન્ન અભિધેય પદો છે.
આ પર્યાયનું અભિયાન વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહને માટે છે. ક્ષેત્રાદિ દુર્લભત્વ ઉપલક્ષણ અહીં મનુષ્યત્વાદિ દુર્લભત્વ અભિધાન એ અભિપ્રાયથી કહે છે
• નિર્યુક્તિ - ૧૫૯ + વિવેચન :
મનુષ્ય ભાવ, આર્યક્ષેત્ર, માતૃ સમુત્થા જાતિ, પિતૃ સમુત્ય કુળ, અન્યૂનાંગતા તે રૂ૫, રોગનો અભાવ તે આરોગ્ય, આયુષ્ય, પરલોક પ્રવિણા - બુદ્ધિ, ધર્મસંબદ્ધ - શ્રવણ, તેનું અવધારણ તે અવગ્રહ અથવા શ્રવણ એટલે તપસ્વી. તેનો અવગ્રહ, તે શ્રવણાગ્રહ. શ્રદ્ધા અને સંયમ પૂર્વવતુ. આ બધાં લોકમાં દુર્લભ છે. પૂર્વે ચારનું દુર્લભત્વ કહેલ છે. અહીં માનુષત્વ, ક્ષેત્રાદિથી આયુષ્ય પર્યન્ત ઉપલક્ષણથી કહ્યું. શ્રવણ તે બુદ્ધિનો અવગ્રહ છે. ફરીથી માનુષત્વાદિનું અહીં અભિધાન વિશિષ્ટ ક્ષેત્રાદિ યુક્તોને જ આ મુક્તિના અંગત્વ રૂપે જણાવવા માટે છે.
કેટલાંક આ સ્થાને આવો પાઠ કહે છે - ઇંદ્રિયલબ્ધિ, નિર્વતના, પયમિ, નિરૂપકત, કલ્યાણ, ઘાણ, આરોગ્ય, શ્રદ્ધા, ગ્રાહક, ઉપયોગ. તેમાં ઇંદ્રિયલધિ એટલે પંચેન્દ્રિયની પ્રાપ્તિ, નિર્વર્તના-ઇંદ્રિયોની જ નિષ્પાદના, યfસ- સમસ્તપતિપણું, નિરૂપણ - ઉપહત પણાનો અભાવ, તે ગર્ભસ્થને કુલ્કત આદિ વડે ઉત્પન્ન થયેલ fભત્તિ આદિથી છે. સેમ- દેશસૌથ્ય, દm - સુભિક્ષકે વૈભવ, આરોગ્ય - નીરોગતા, શ્રદ્ધા - ઉક્તરૂપ, ગ્રાહક શિખવનાર ગુરુ, ઉપયોગ - સ્વાધ્યાયાદિમાં ઉપયુક્તતા, અર્થ - ધર્મ વિષયમાં અર્થિત્વ. આટલા દુર્લભ જાણવા.
અહીં જે ફરી શ્રદ્ધાનું ગ્રહણ કર્યું તે તેના મૂલપણાથી સંપૂર્ણ કલ્યાણનું તેનું દુર્લભતરત્વ જણાવવાને માટે છે.
જે કહ્યું કે - મનુષ્યાદિ ભાવાંગો દુર્લભ છે.” તેમાં મનુષ્યાંગના દુર્લભત્વના સમર્થનને માટે દૃષ્ટાંતો કહે છે -
• નિર્યુક્તિ - ૧૬૦ + વિવેચના -
ચોલ્લગ, પાસા, ધાન્ય, ધુત, રન, સ્વપ્ર, ચક્ર, ચર્મ, યુગ અને પરમાણુ આ દશ દષ્ટાંતે મનુષ્યની પ્રાપ્તિની દુર્લભતા કહે છે -
(૧) ચોલ્લગ-પરિપાટી ભોજન, (૨) શક - પાસા, (૩) સુમિણ – સ્વ... આદિ ઉક્ત દશ દૃષ્ટાંત જાણવા. વિસ્તારથી જાણવાને વૃદ્ધ સંપ્રદાયથી આ પ્રમાણે જાણવું. (તે આ ક્રમે છે-).
(૧) ચોલગ - બ્રહ્મદત્તની સાથે એક કાપેટિક જોડાયેલો. તે ઘણી આપત્તિમાં અને અવસ્થામાં સર્વત્ર સહાયક રહ્યો. બ્રહાદત્તને રાજ્ય પ્રાપ્ત થયું, બાર વર્ષીય અભિષેક ચાલુ થયો. તેમાં કાપેટિકને આશ્રય પણ પ્રાપ્ત ન થયો. તેથી તેણે આના વડે ઉપાય વિચાર્યો - જોડાને બાંધીને ધ્વજવાહક સાથે તે દોડ્યો. રાજાએ તે કાપેટીકને જોયો. નીચે ઉતરીને તેને આલીંગ્યો. બીજા કહે છે - તેણે દ્વારપાલને ભજવા વડે બાર વર્ષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org