________________
૨/૯૩, ૯૪
૧૧૧
“આ દૃષ્ટિગોચર નથી’’ તેમ પણ ન કહેવું. એ કથન એકાંત નથી. તેથી જ કહ્યું છે કે - “જે ચક્ષુ વડે ન દેખાય તે બધું ન લેવું તેમ નહીં' અન્યથા ચૈતન્ય પણ દૃષ્ટિગોચર નથી, તેથી તે પણ અસત્ત્વ થાય. તેથી તે સ્વસંવિદિત છે, માટે સત્ કહેવાય છે. આત્મા પણ તેવો હોવાથી સત્ જ છે. · x - વિશેષ કેટલું કહેવું ? જેમ ચૈતન્ય છે, તે સ્વીકાર્યું, તેમ આત્માને પણ જાણવો. જેમ સ્વ કે પરમાં રહેલ જ્ઞાન, જ્ઞાન વડે ગ્રહણ કરાય છે. તેમ જ્ઞાતા સ્વમાં કે પરમાં રહેલો હોય તે પણ જ્ઞાન વડે ગ્રહણ કરવો. વળી હું છું એ પ્રત્યયથી પ્રતિપ્રાણી પોતાના આત્માને જાણે છે અને કેવલીને સર્વાત્મના ઉપલબ્ધ હોવાથી તેનો પ્રતિષેધ અશક્ય છે. એ પ્રમાણે ઋદ્ધિના અભાવે સર્વ સંબંધી અપ્રાપ્તિ પણ અસિદ્ધિ છે. - x - ૪ - ૪ - દેખાય પણ છે કે ક્યારેક કોઈ દિવસ પગની ધૂળના સ્પર્શાદિથી રોગનો ઉપશમ આદિ થાય છે. તેથી અહીં પણ કાલાંતરે મહાવિદેહ આદિમાં સર્વકાળ ઋદ્ધિના અંતર છતાં તેનો સંભવ અનુમત થયેલ છે.
* X -
વળી - હું ભોગસુખથી વંચિત થયો, કેમકે શિર અને તુંડના મુંડન, ઉપવાસ આદિ વડે યાતના રૂપ ધર્માનુષ્ઠાન છે, તે પણ વિચાર્યા વિનાનું વચન છે, ભોગસુખોના દુઃખાનુષક્તત્વથી તત્ત્વવેદીએ તેનો અનાદેય કરેલ છે. -x-x- વૈષયિક સુખ અતૃપ્તિકાંક્ષા શોકાદિ નિમિત્ત છે. આ અસિદ્ધ નથી, કેમકે ત્રણે કાળમાં યથાયોગ અતૃપ્તિ આદિ પ્રત્યેક જીવને સ્વસંવિદિત પણે છે.
વળી તપથી પણ યાતનારૂપ પણે મન અને ઇંદ્રિય યોગોની હાનિ જ પ્રતિપાદન કરેલી છે. - ૪ - પછી તેમાં દુઃખરૂપતા કઈ રીતે થાય ? શીરમુંડનથી કંઈક પીડાત્મક રૂપ હોવા છતાં સમીહિત અર્થના સંપાદકત્વથી દુઃખદાયકતા ન થાય. જો ઈષ્ટ અર્થના પ્રસાધકપણે સ્વીકારે તો તેને કાયપીડારૂપ પણાં છતાં દુઃખદાયી ન થાય. જેમ રત્ન વણિÒ માર્ગમાં લાગતો શ્રમ આદિ પીડાદાયી ન થાય. તપ ઇષ્ટાર્થનો પ્રસાધક છે. તેની પણ અસિદ્ધતા નથી કેમકે તે પ્રશમહેતુ પણે છે. અગ્નિ તાપના પ્રકર્ષથી જેમ તપનીય વિશુદ્ધિ પ્રકર્ષ થાય, તેમ પ્રશમ તારતમ્યથી પરમ આનંદ તારતમ્ય અનુભવાય છે, તે લોકપ્રતીત છે. - તથા -
- X - X - X -
1
જિન - રાગાદિના જિતનારા હતા, હાલ જિનો વિધમાન છે. આને કર્મપ્રવાદ પૂર્વના સ્તરમાં પ્રાભૂતથી ઉદ્ધરીને વસ્તુતઃ સુધર્માસ્વામી વડે જંબૂસ્વામી પ્રતિ કહેલ છે, આના વડે તે કાળે જિનનો સંભવ આ રીતે કહ્યો. અથવા વિદેહ આદિ ક્ષેત્રાંતરની અપેક્ષાથી આ ભાવના કરવી. અથવા વચન વ્યત્યયથી જિનો થશે. તે બધુ જ મૃષા છે. જિન અસ્તિત્વવાદી અનંતરોક્ત ન્યાયથી કહે છે, એમ ભિક્ષુ ન ચિંતવે. જિનનો સર્વજ્ઞ અધિક્ષેપ - પ્રતિક્ષેપ આદિમાં પ્રમાણ ઉપપન્નતાથી પ્રતિપાદન વડે તેના ઉપદેશ મૂલત્વથી સર્વે આલોક - પરલોકના વ્યવહાર છે.
આ “શિષ્ય આગમન દ્વાર’’ કહ્યું. તેમાં ‘‘નસ્થિ નાં પરે લોએ’' એ સૂત્ર અવયવ સૂચિત ઉદાહરણ કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org