________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
જ્યારે તે મિત્ર ઘેર આવ્યો, ત્યારે તેની પત્નીએ બતાવ્યું કે સ્થૂલભદ્ર આચાર્ય પધારેલ હતા. તેણે પૂછ્યું કે - સ્થૂલભદ્રએ કંઈ કહ્યું ? સ્ત્રી બોલી - કંઈ નહીં, માત્ર આ સ્તંભની સામે હાથ દેખાડીને બોલ્યા કે - આ અહીં છે, તે ત્યાં ભટકે છે'' તે મિત્ર પંડિત હતો, તે સમજી ગયો કે અહીં અવશ્ય કંઈક છે. તેણે ખોદવાનું શરૂ કર્યું. તેટલામાં તેણે વિવિધ પ્રકારના રત્નોથી ભરેલો કળશ જોયો. આ રીતે તેમણે જ્ઞાન પરીષહને સહન ન કર્યો. બીજા સાધુઓએ આમ કરવું ન જોઈએ.
૧૧૦
અહીં પ્રજ્ઞા અને અજ્ઞાનના ભાવ અને અભાવ વડે સૂત્રમાં પરીષહપણાથી ઉપવર્ણન છે, નિર્યુક્તિમાં અજ્ઞાન પરીષહમાં તે પ્રમાણે બંને ઉદાહરણનું ઉપવર્ણન કર્યું. અન્યત્ર પણ યથાસંભવ જાણવું.
હવે અજ્ઞાનથી દર્શનમાં પણ સંશયવાળો ક્યારેક થાય, તેથી દર્શન પરીષહને કહે છે .
૦ સૂત્ર - ૯૩, ૯૪
.
“નિશ્ચે જ પરલોક નથી, તપસ્વીની ઋદ્ધિ પણ નથી, અથવા હું તો ઠગાયો છું" - એ પ્રમાણે સાધુ ચિંતવે નહીં... “પૂર્વકાળમાં જિન થયા હતા, વર્તમાનમાં છે અને ભાવિમાં થશે" - એવું જે કહે છે, તે જૂઠ બોલે છે, એ પ્રમાણે સાધુ વિચારે નહીં.
♦ વિવેચન - ૯૩, ૯૪
જન્માંતર નિશ્ચે વિધમાન નથી. કેમકે શરીર ભૂતચતુષ્કયુક્ત છે તે અહીં જ પડી રહેશે, અને ચૈતન્ય તો ભૂતધર્મભૂતપણાથી છે. તેના સિવાય પ્રત્યક્ષ તો આત્મા ઉપલભ્યમાન નથી. ઋદ્ધિ - તપો માહાત્મ્યરૂપ, કોની ? તપસ્વીની. તે આમષિધ્યાદિ રૂપ છે, ઇત્યાદિ · x - ૪ - ૪ -. તે પણ પ્રાપ્ત થતી નથી, તેથી આમ કહ્યું છે - અથવા - વિશેષ શું કહેવું ? હું તો ભોગથી પણ વંચિત થયો છું. કેમકે - આ મસ્તકનું મુંડન, ઉપવાસ આદિ યાતના રૂપ ધર્મ અનુષ્ઠાનથી ઠગાયો છું. આ પ્રમાણે અનંતર કહેવાયેલો ભિક્ષુ વિચારે નહીં.
જે પૂર્વે કહ્યું કે - ભૂતયતુટ્યાત્મરૂપ શરીરને જન્માંતરનો અભાવ છે, તે અસત્ છે, કેમકે અમે શરીરને બીજા જન્મમાં જવાનું છે. તે પ્રમાણે કહેલ જ નથી. કેમકે તેને તેવા ધર્મત્વથી આગળનો નિષેધ છે.
તપસ્વીને ઋદ્ધિ નથી, તે પણ વચનમાત્ર જ છે. આત્મઋદ્ધિના અભાવે અનુપલંભ - અપ્રાપ્તિ હેતુ કહેલ છે, તે પણ સ્વસંબંધી છે કે સર્વ સંબંધી ? તેમાં તે આત્માના અભાવે સ્વસંબંધી અનુપલંભ હેતુ નથી. કેમકે તે સ્વયં ‘ઘટ' આદિ વાત ઉપલભ્યમાન પણે છે. જેમ ઘટ આદિમાં રહેલ રૂપાદિ ઉપલબ્ધ છે, તેમ આત્મામાં રહેલ પણ જ્ઞાનસુખાદિમાં કંઈ મહત્ અંતર રહેલ નથી. અશ્વસેન વાચકે કહ્યું છે આત્મપ્રત્યક્ષ આ આત્મા છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org