________________
૨૨૮૭, ૮૮
૧૦૫
કરાયો હોવા છતાં ભજે છે - સેવે છે, તેની મુનિ સ્પૃહા ન કરે - જેમ કે “આમનો જન્મ સુલબ્ધ છે”, એવા પ્રકારના અભિવાદનો વડે મુનિ સત્કારાદિને ન ઇચ્છે - પરંતુ -
ઉત્કંઠિત સત્કારાદિમાં રહે તે ઉત્કશાયી, તેવા નથી તે અનુત્કશાયી, અથવા સર્વધનાદિપણાથી અણુકષાયી. અર્થાત્ સત્કારાદિ ન કરાતા જે કોપ ન પામે, તેની સંપ્રાપ્તિમાં અહંકારવાળા ન થાય. તેને માટે કે તેમાં ગુપ્તપણે પણ ગૃદ્ધિને ન ધારણ કરે. તેથી જ અલ્પ - સ્તોક ધર્મોપગરણ પ્રાપ્તિ માત્ર વિષયપણાથી સત્કારાદિ પણે મોટી નહીં કે અલ્પ શબ્દના અભાવ અર્થપણાથી અવિધમાન ઇચ્છા જેને છે, તે અલ્પેચ્છ, ઇચ્છાના કષાય અંતર્ગતત્વમાં ફરી અલ્પત્વ અભિધાનમાં ઘણાં દોષપણાનું ઉપદર્શન છે. તેથી જ જાતિ અને શ્રુતિ આદિ વડે અજ્ઞાત બની પિંડ - ભોજનાદિની ગવેષણા કરે.
-
જે કારણે સરસ ઓદનાદિમાં લંપટ નથી, એવા પ્રકારનો તે સરસ આહાર ભોજનાદિ કરતાને જોઈને કદાચિત અન્યથા થાય. તેથી કહે છે - સરસ ઓદનાદિમાં કે મધુરાદિ રસોમાં અભિકાક્ષા ન કરે. રસમૃદ્ધિ વર્જન ઉપદેશથી તેમાં ગૃદ્ધ બાલિશને પણ અભિવાદનાદિ સ્પૃહા ન સંભવે. તથા રસમૃદ્ધોવડે મુનિ સ્પૃહાવાળા ન થાય. તેમજ સત્કારાદિ ન કરતાં અન્યતીર્થિ નૃપતિ આદિ પરત્વે અનુતાપ ન કરે.
આના પરિત્યાગથી પ્રવ્રુજિત એવા મને શું ? એવી હેયોપાદેય વિવેચન રૂપ મતિવાળો થાય. આના વડે સત્કારકારીમાં સંતોષ અને તેમ ન કરનારમાં દ્વેષને ન કરતો આ પરીષહને સહન કરે એમ કહેલ છે.
અહીં ‘'અંગવિધા' દ્વારને અનુસરતો સૂત્રોક્ત અર્થ વ્યતિરેક ઉદાહરણ વડે સ્પષ્ટતા કરતા કહે છે -
• નિયુક્તિ
૧૧૮ - વિવેચન -
આ નિયુક્તિના ભાવાર્થને વૃત્તિકારશ્રી સંપ્રદાયથી આ રીતે કહે છે -
ઘણાં કાળથી પ્રતિષ્ઠિત મથુરામાં ઇંદ્રદત્ત પુરોહિતનો પ્રાસાદગત નીચે જતા
સાધુ ઉપર પગનો લબડાવી મસ્તક પસાર્યું. તે શ્રાવક શ્રેષ્ઠીએ જોયું. તે શ્રાવકને ખેદ થયો. અરે ! જુઓ - આ પાપીએ સાધુની ઉપર પગ લબડાવ્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે - મારે અવશ્ય આનો પગ છેદી નાંખવો. તે શ્રાવક તે પુરોહિતના છિદ્રો શોધે છે. છિદ્ર ન મળતા કોઈ દિવસે આચાર્ય પાસે જઈને વંદન કરીને વાત કરી. આચાર્યએ કહ્યું - તેમાં શું ? સત્કાર પુરસ્કાર પરીષહને સહન કરવો જોઈએ. શ્રેષ્ઠી બોલ્યો - મેં પ્રતિજ્ઞા કરી છે. આચાર્યએ પૂછ્યું - આ પુરોહિતનું ઘર ક્યાં છે.? તેણે કહ્યું - આ પુરોહિતે પ્રાસાદ કરાવેલ છે. તેના પ્રવેશનમાં રાજા ભોજન કરશે. આચાર્યએ કહ્યું - જ્યારે રાજા તે પ્રસાદમાં પ્રવેશે ત્યારે તું રાજાને હાથ વડે પકડીને ખેંચી લે જે, કહેજો કે પ્રાસાદ પડે છે ત્યારે હું પ્રાસાદને વિધા વડે પાડી દઈશ.
M
શ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું. શ્રેષ્ઠીએ રાજાને કહ્યું - આણે તમને મારી નાંખ્યા હોત. રોષાયમાન થઈ રાજાએ પુરોહિતને સજા આપવા તે શ્રાવકને સોંપી દીધો. તેણે ઇંદ્રકીલમાં પગ ફસાવી પુરોહિતનો પગ છેદી નાંખ્યો. એ પ્રમાણે કરીને તેને વિદાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org