________________
૧૮૦
આવશ્યક-મૂલસણ સટીક અનુવાદ/૪
૬/૧ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૩૯ જે આદાન, તે કર્માદાનો જાણવા.
ગાકર્મ – અંગાર કરણ - કોલસાદિ વેચવાની ક્રિયા. એ પ્રમાણે વન, શકટ, ભાટક, ફોટન, દાંત, લાખ ઈત્યાદિ પંદરે જાણવા. તેનો ભાવાર્થ.
(૧) અંગારકર્મ - અંગારા બાળીને વેચે, તેમાં છ એ કાયના જીવોનો વધ થાય માટે તે ન કો.
(૨) વનકર્મ- જે વન ખરીદે, પછી વૃક્ષોને છેદીને, તેના મૂળ વડે જીવે છે. એ પ્રમાણે પામ્ય આદિનો પણ પ્રતિષેધ છે.
(3) શાકટિક કર્મ – ગાડાં આદિ પણાથી જીવે છે. તેમાં વધ-બંધાદિદોષ.
(૪) ભાટક કર્મ- પોતાના ભાંડ ઉપસ્કરને ભાડાથી બીજાને આપવા ન કહ્યું, બીજા દ્વારા પણ બળદ આદિ ન અપાવવા ન કલ્પે.
(૫) સ્ફોટક કર્મ – હળ આદિથી ભૂમિ ફોડવી.
(૬) દંત વાણિજ્ય - પહેલાંથી ભીલ આદિને મૂલ્ય આપે, દાંત લેવા માટે. પછી તે ભીલો હાથી આદિને મારીને રાખે, જેથી જલ્દી તે વણિક આવશે. એ રીતે માછીમારોને શંખનું મૂલ્ય આપે છે, આ બધું ન કો.
(૩) લાક્ષવાણિજય – તેમાં કૃમિ થાય તે દોષ છે.
(૮) રસવાણિજ્ય - કૌલાલવ, સુરા આદિ, તેના પાનમાં ઘણાં દોષ છે. જેવા કે મારણ, આક્રોશ, વધાદિ તેથી તે ન કહ્યું..
(૯) વિખવાણિજ્ય - ઝેરનો વેપાર, તેને ન કો ઘણી જીવ વિરાધના છે.
(૧૦) કેશવાણિજય - દાસીને ગ્રહણ કરીને બીજે વેંચી દે. તેમાં પણ ઘણાં દોષ છે. જેમકે – પરવશતા આદિ.
(૧૧) ચંગપીડન કર્મ – ધાણી, શેરડી પીલવાનો ચીચોડો, ચક્ર આદિ. (૧૨) નિલછિન કર્મ – બળદ આદિની ખસી કરવી ન જે. (૧૩) દવાનદાપનતા - વન વગેરેને બાળવા. (૧૪) સર-દ્રહ-તળાવનું શોષણ-કરે, પછી તેમાં વાવણી કરે આદિ.
(૧૫) અસતીપોષણ - અસતીને પોષવી. જેમ ગૌડ દેશમાં યોનિપોષકો દાસીને ભાડેથી ગ્રહણ કરે છે.
આ બધાં બહુ સાવધ કર્યો છે, માટે તેનો ત્યાગ કરવો. સાતિચાર બીજું વ્રત કહ્યું. હવે ત્રીજું ગુણવત કહે છે – • સૂત્ર-૨ -
અનર્થ દંડ ચાર ભેદે કહેલ છે - અપધ્યાનાચરિત, પ્રમતાયરિત, હિંચપદાન, પાપકમપદેશ. અનર્થદંડ વિરમણ વ્રતી શ્રાવકને આ પાંચ અતિચાર ગણવા જોઈએ – કંદ, કૌમુત્રય, મૌખરિક, સંયુકતાધિકરણ, ઉપભોગ પરિભોગતિરિક્ત
• વિવેચન-૩ર :અર્થ - પ્રયોજન, ગૃહસ્થને ત્ર, વાસ્તુ, ધન, શરીર, પરિજનાદિ વિષયક. તેને
માટે આરંભ - જીવઘાત થાય તે અર્થદંડ. અહીં દંડ એટલે નિગ્રહ, યાતના કે વિનાશ એ પર્યાયવાચી છે. અર્થ વડે - પ્રયોજનથી જે દંડ તે અર્થદંડ, તે આ જીવના ઉપમઈના ૫ દંડ, ક્ષેત્ર આદિ પ્રયોજન અપેક્ષાથી અર્થદંડ કહ્યો. તેથી વિપરીત તે અનર્થદંડ - પ્રયોજન નિપેક્ષ.
મનW - પ્રયોજન, અનુપયોગ, નિકારણ એ પયયો છે. કારણ વિના જ જીવોને દંડવા તે. તથા કુઠારથી હસતા વનસ્પતિના શાળા સ્કંધ આદિમાં પ્રહાર કરે, ત્યારે કીડી-મંકોડા આદિને વિશે મારે છે. તેમનો નાશ કરવામાં કંઈ અતિશય ઉપકારી પ્રયોજન હોતું નથી કે જેના વિના ગૃહસ્થપણું પાળવું શક્ય ન બને.
આ અનર્થદંડ ચાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે –
(૧) અપધ્યાનાચરિત - અપધ્યાન વડે આચરિત. અપધ્યાન એટલે અપ્રશસ્ત ધ્યાન. અહીં કોંકણક સાધુ આદિ જાણવા.
(૨) પ્રમાદાયરિત - પ્રમાદ વડે આચરેલ. પ્રમાદ તે મધ આદિ પાંચ પ્રકારે છે. મધ, વિષય, કષાય, વિકથા, નિદ્રા.
આનું અનર્થદંડત્વ તેના શબ્દાર્થ દ્વારથી સ્વબુદ્ધિથી કહેવું.
(૩) હિંસાપદાન - હિંસાના હેતુત્વથી આયુધ, અગ્નિ, વિષ આદિને પણ હિંસા કહેવાય છે. તેને બીજાને જે પ્રદાન ક્રોધથી અભિભૂત હોય કે અનભિભૂત હોય તેને કરવું ન કો. પ્રદાનમાં અનર્થદંડ થાય.
(૪) પાપકર્મોપદેશ - નરકાદિમાં પાડે તે પાપ, તેથી પ્રધાન કર્મ તે પાપકર્મ, તેનો ઉપદેશ. જેમ કે ખેતી આદિ કરો. બળદને દમો, ઈત્યાદિ શ્રાવકને ઉપદેશ દેવો ન કલ્પે. કેમકે શ્રાવક જિનવચનનો સાર જાણે છે.
આ વ્રતને અતિચાર સહિત પાળવું જોઈએ, તેથી આ વ્રતના અતિચાને જણાવવા કહે છે - અનર્થ દંડ વિરત શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરવું નહીં. તે આ પ્રમાણે -
(૧) કંદર્પ - કામ, તે હેતુ માટે વિશિષ્ટ વાક્યપ્રયોગ કંદર્પ કહે ચે. સપના અતિરેક કે ઉદ્રેકથી પ્રહાસ મિશ્ર મોહ ઉદ્દીપક નર્મ - અને ભાવ છે. અહીં સામાચારી, આ છે - શ્રાવકને અટ્ટહાસ્ય કરવું ન કો જો હસવું હોય તો થોડું જ હાસ્ય કરે.
(૨) ઠકુરા - કુસિત સંકોચનાદિ ક્રિયા યુક્ત. કુચ-કુકુચ, તેનો ભાવ તે કકુચ્ય - અનેક પ્રકારે મુખ, નયન, હોઠ, હાથ, પગ, ભ્રવિકાર પૂર્વિકા પરિહાસાદિ જનક ભાંડાદિની જેમ વિડંબના કિયા, સામાચારી આ છે કે- જેનાથી લોકમાં હાસ્ય ઉત્પન્ન થાય તેવું બોલવું ન કહ્યું.
(3) મૌખર્ય - ધૃષ્ટતાથી પ્રાયઃ અસત્ય, અસંબદ્ધ પ્રલાપ કહે છે. અથવા મુખ વડે અરિને આણે છે. જેમ કુમાર અમાત્યએ તે ચારભટને વિસર્જિત કર્યો. રાજાને નિવેદન કર્યું, તેને જીવિકા વૃત્તિ આપી. અદા રોષથી મારી નાંખ્યો. (અહીં કથા છે, તે ગ્રંથાંતરથી જોવી.]
(૪) સંયુકતાધિકરણ – જેના વડે નકાદિમાં જવાય તે અધિકરણ. વાસ્તુ,