________________
મેં પ/૬૨ નિ : ૧૫૪૨
૧૩૯
૧૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હાથેથી ઢાંકે, તેમ બે હાથથી ગુહ્ય ભાગને ઢાંકી રાખીને કાયોત્સર્ગ કરે.
(૬) માથું નીચું રાખી કૂલવધુ માફક ઉભો રહી કાયોત્સર્ગ કર. (9) બેડી પહેરાવેલ હોય તેમ પક સંકોચીને કે પહોળા પગ કરીને કાયોત્સર્ગ
• નિયુક્તિ-૧૫૪ર + વિવેચન :
(૧) તરુણ બલવાનું, (૨) તરુણ દુર્બળ, (3) સ્થવિર બલસમૃદ્ધ, (૪) સ્થવિર દુર્બળ. ચારે ભંગોમાં ચયાબલ-બળને અનુરૂપ રહે છે. પણ અભિમાનથી, રહેતા નથી.
શા માટે આવા વૃદ્ધ સાથે તુલ્ય એવા અબલવંતે રહેવું ? શ્વાન આદિમાં અધિકરણ સંભવે છે.
સપ્રસંગ અશઠ દ્વાર કહ્યું. હવે શટ દ્વારનો અવસર છે. • નિયુક્તિ-૧૫૪૩-વિવેચન :
કાયોત્સર્ગ કરવાની વેળાએ માયા વડે પ્રચલે - નિદ્રાને પામે. સૂત્ર કે અર્થની પ્રતિપૃચ્છા કરે, કંટકોનો દૂર કરે છે. મળ આદિના ઉત્સર્ગને માટે જાય છે. પ્રશ્રવણ - કાયિકી, મૂત્રનો ત્યાગ કરે. ધર્મને કહે.
અથવા માયા વડે ગ્લાનવનો ઢોંગ કરે. આ અનુષ્ઠાન ખોટું થાય. શઠદ્વાર કહ્યું. હવે વિધિદ્વાર કહે છે – • નિયુક્તિ-૧૫૪૪ થી ૧૫૪૭ + વિવેચન :
(૧૫૪૪] ગુરની પૂર્વે સ્થાપે છે, ગુરુના પાયપિછી પારે છે. એમ સવિશેષ સ્થાપે છે. [કોણ ?] તરુણ અને અન્યૂનવીર્યવાળા.
[૧૫૪૫] ચાર આંગળ, મુહપતિ જમણા હાથમાં ડાબા હાથમાં જોહરણ, કાયાનો ત્યાગ કરી - વોસિરાવીને કાયોત્સર્ગ કરે.
[૧૫૪૬) ઘોટક, લતા, સ્તંભ, કુષ્ય, માળ, સવરિ, વધુ, નિયલ, લંબોત્તર, સ્તન, ઉધ્ધી, સંયત, ખલિણ, વાયસ, કપિઠ [તથા
[૧૫૪૭] શીશુકકંપિત, શૂચિ, અંગુલિ, ભમૂહ, વારુણી, પ્રેક્ષા, નાભિ, કરતાલ, કૂપર, ઉત્સારિત પારિત સ્તુતિ.
ઉક્ત ચારે માથાનો અર્થ કહ્યો. - ચતુરંગુલ - બે પગ વચ્ચેનું અંતર ચાર અંગુલ કરવું. - મુહપત્તિ - મુખવઢિાકા જમણા હાથમાં ગ્રહણ કરવી. - જોહરણ - ડાબા હાથમાં રાખવું જોઈએ. - આ વિધિથી “ભુત્કૃષ્ટ વ્યક્ત દેહ’ કાયોત્સર્ગ કરવો. આ પ્રમાણે વિધિ દ્વાર કહ્યું. હવે દોષોની ગાથા કહે છે –
[અમે આ દોષનું વર્ણન પ્રવયન સારોદ્ધાર અનુસારે નોધેલ છે કેમકે અહીં રજૂ કરેલા ઓગણીસે દોષોની ગાથા તે પ્રમાણે જ છે.]
(૧) ઘોડાની જેમ એક પગ સંકોચીને કાયોત્સર્ગ કરે. (૨) વધારે પવનથી જેમ વેલડી કંપે તેમ કાયોત્સર્ગમાં કંપે. (3) થાંભલો કે ભીંતનો ટેકો લઈને કાયોત્સર્ગ કરે. (૪) માળના ભાગે માથાનો ટેકો લઈ કાયોત્સર્ગ કરે. (૫) શબરી-ભીલડી, તે વસ્ત્ર વગરની હોવાથી પોતાના ગુપ્ત ભાગને જેમ બે
(૮) નાભિથી ઉપર તથા મનુથી નીચે સુધીનો અવિધિપૂર્વક ચોલપટ્ટો પહેરીને કાયોત્સર્ગ કરે.
(૯) સ્તન આદિને મચ્છર આદિથી રક્ષણ માટે અથવા અજ્ઞાનથી અનાભોગે ચોલપટ્ટાથી ઢાંકીને કાયોત્સર્ગ કરે.
(૧૦) ઉર્દિવડા દોષ - બાહ્ય ઉર્દેિવકા અને અત્યંતર ઉર્દિવડા દોષ એમ બે પ્રકારે છે. પગની પાછલી બે પાની ભેગી કરીને પગનો આગળનો ભાગ પહોળો કરીને ઉભો રહીને કાયોત્સર્ગ કરે તે બાહ્ય શકટોક્તિકા.
પગના બે અંગુઠા ભેગાં કરી પાછળની પાની પહોળી કરી કાયોત્સર્ગમાં ઉભો રહે તે અત્યંતર શકટોવિકા.
(૧૧) કપડાં કે ચોલપટ્ટાથી સાધ્વીની જેમ ઢાંકી કાયોત્સર્ગ કરે.
(૧૨) ખલિત એટલે લગામ. તેની જેમ જોહરણ આગળ રાખી કાયોત્સર્ગ કરે. અથવા બીજા કહે છે કે - લગામ પહેરાવવાથી પીડિત અશ્વની માફક માથું ઉંચુ-નીચું કરે.
(૧૩) ચલચિત કાગડાની જેમ આંખનો ડોળો ફેવતો - આંખ ફેવતો અથવા ચારે બાજુ જોતો કાયોત્સર્ગ કરે.
(૧૪) ભમરોના ભયથી કોઠાની જેમ જાંઘને સંકોચીને ઉભો રહીને, બીજાના મતે મુટ્ટી બાંધીને કાયોત્સર્ગ કરે.
(૧૫) ભૂત પેસેલાની જેમ માથુ ધૂણાવતો કાયોત્સર્ગ કરે.
(૧૬) બાજુના પ્રદેશમાં કોઈ લીલોતરી આદિ છેદતો હોય તો તેને અટકાવવા મુંગાની જેમ “હું-હું” એવો અવ્યક્ત અવાજ કરતો કાયોત્સર્ગ કરે તે મૂકદોષ.
(૧૭) આલાવા ગણવા આંગળી ફેરવે. યોગોના સ્થાપન માટે કે બીજી કિયા જણાવવાને આંખની ભ્રમરો નચાવતો કાયોત્સર્ગ કરે.
(૧૮) દારુ બનતી વખતે થતાં બુડબુક જેવો અવ્યક્ત અવાજ આવે તેવો અવાજ કરતો કાયોત્સર્ગ કરે.
(૧૯) વાનરની જેમ હોઠ ફફડાવતો કાયોત્સર્ગ કરે.
આ કાયોત્સર્ગ કરતી વખતે જિનેશ્વરોએ નિષેધ કરેલા એવા ઉક્ત ૧૯ દોષોનો પંડિતજનોએ સારી રીતે ત્યાગ કરવો. - X - X -
કાયોત્સર્ગ પારીને અવશ્યક નવકાર બોલવો.
• હવે ‘મય' દ્વારની વ્યાખ્યા કરાય છે. તેમાં ઉક્ત દોષરહિત હોય તો પણ જેને આ કાયોત્સર્ગ યથોકત ફળવાળો થાય છે. તેને દશવિવા માટે કહે છે -