________________
૪/ર૯, નિ : ૧૩૮ર
• પ્રક્ષેપગાથા-૨ + વિવેચન :
પહેલાં ગુરુને પૂછીને કાળભૂમિમાં જાય. જો કાળભૂમિમાં ગાય બેઠી હોય અથવા સંસકાદિ ઉભા થાય તેને જુએ, તો નિવર્તે - પાછા ફરે.
જો કાળ પડિલેહણ કતા કે ગ્રહણ કરતા કે કાળ નિવેદનામાં જતાં કપિસિતાદિ થાય, તેનાથી કાળ વઘ થાય છે. પતિ એટલે આકાશમાં વાંદરા સમાન વિકૃત મુખ અને હાસ્ય કરે છે.
વિધુત, ગર્જિત, ઉલ્કા આદિ પદોનો અર્થ કહેવાયેલ છે. કાલગ્રાહી નિર્ણાઘાતથી ગુર સમીપે આવતો – • નિયુક્તિ-૧૩૮૩ + વિવેચન :
ઈયપિથિકા હસ્તાંતર માત્રમાં પણ કરે. નિવેદના દ્વારમાં પંચમંગલ રહે. બધું જ પ્રસ્થાપે, પછી કરણ કે અકરણ હોય.
જો કે ગુરથી એક હાથના અંતરે માત્રથી કાળ ગ્રહણ કરે તો પણ કાળ પ્રવેદનમાં ઈયપથિકી પડિક્કમવી. પાંચ ઉચ્છવાસ માત્ર કાળનો ઉત્સર્ગ કરે છે. કાયોત્સર્ગ પારીને પણ પંચમંગલ કહે છે.
પછી વંદન કરીને નિવેદન કરે છે કે – પ્રાપ્લેષિક કાળ શુદ્ધ છે. ત્યારે દંડધને છોડીને બાકી બધાં એકસાથે સ્વાધ્યાય પ્રસ્થાપિત કરે. જોગ ક્રિયામાં તેને ‘સઝાય પઠાવે' બોલે છે.
શું કારણ ? તે કહે છે – પૂર્વોક્ત જે મટુક દૃષ્ટાંત કહ્યું. • નિર્યુક્તિ-૧૩૮૪-વિવેચન :
વાડ, વંટક, વિભાગ એ એકાઈક શબ્દો છે. આરિક, આગારિક, સારિક એ એકાઈક શબ્દો છે. વાટ વડે આરિક તે વાટાર.
જે રીતે તે વાટાર સન્નિહિત મક વડે પમાય છે, પરોક્ષથી નહીં. તે રીતે દેશાદિ વિકથા પ્રમાદવાળાને પછી કાળ ન અપાય.
દ્વાર-ની વ્યાખ્યા. બાહ્યસ્થિતિ આદિ પશ્ચાદ્ધ ગાથા સુગમ છે. ‘સર્વ વડે' પશ્ચાદ્ધની આ વ્યાખ્યા છે – • નિયુક્તિ-૧૩૮૫-વિવેચન :
દંડઘર વડે પ્રસ્થાપિત અને વંદિત કરાયા પછી, એ પ્રમાણે બઘાં વડે પ્રસ્થાપિત અને વંદિત કરાયા પછી આ પૃચ્છા થાય છે - હે આર્ય! કોઈના વડે કંઈપણ જોયું કે સાંભળ્યું ? દંડધર કે બીજાને પૂછે. તેઓ પણ સત્ય કહે છે.
જો બધાં જ કહે કે - કંઈપણ જોયું કે સાંભળ્યું નથી. ત્યારે શુદ્ધિમાં સ્વાધ્યાય કરે છે. જો એકાદાએ પણ કંઈ વિધુતાદિ પ્રગટ જોયા કે ગર્જિત આદિ સાંભળેલ હોય ત્યારે અશુદ્ધ થાય તો સ્વાધ્યાય ન કરે.
હવે શંકિત હોય તો શું? • નિયુક્તિ-૧૩૮૬-વિવેચન :જો એક સંદિગ્ધ હોય કે જોવું અથવા સાંભળ્યું, તો સ્વાધ્યાય કરાય છે.
૮૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ બેઉને પણ સંદેહ હોય તો પણ સ્વાધ્યાય કરાય છે. પરંતુ ત્રણને વિધુત આદિકના વિષયમાં એક સમાન સંદેહ હોય તો સ્વાધ્યાય કરાતો નથી, તેમ છતાં જો ત્રણેમાં અવાજ સંદેહ હોય તો કરાય છે.
સ્વગણમાં બીજાના વચનથી શંકિત થાય તો અસ્વાધ્યાય કરાતો નથી. કોમ વિભાગથી તેમાં જ અવાધ્યાય સંભવે છે.
આમાં જે વિવિધતા કે ભેદ છે, તે હું સંક્ષેપથી કહીશ - • નિર્યુક્તિ-૧૩૮•વિવેચન :
આ બધું જ પ્રાદોષિક કાળે કહેલ છે. આ ચારે પણ કાળમાં કંઈક સામાન્ય અને કંઈક વિશેષથી હું કહું છું.
પ્રાદોષિકમાં એક દંડધરને છોડીને બાકીના બધાં એક સાથે [કાળ કે સ્વાધ્યાય પઠાવે પ્રસ્થાપિત કરે.
• નિયુક્તિ-૧૩૮૮-વિવેચન : -
સુષ્ઠ ઈન્દ્રિય ઉપયોગમાં ઉપયુક્ત વડે બધાં કાળો પ્રતિજાગરિત કરવા અર્થાત્ ગ્રહણ કરવા જોઈએ.
નવ4 - કાળકૃત સંખ્યા વિશેષ, તેને કહે છે - ત્રણે ગ્રીષ્મમાં ઉપહત કરે છે, તે ઉત્કૃષ્ટ કહેવાય છે કેમકે લાંબોકાળ ઉપઘાત કરે છે. જઘન્યથી સાત અને બાકીની મધ્યમ જાણવી.
કનકા ગ્રીમમાં ત્રણ, શિશિરમાં પાંચ, વર્ષમાં સાતનો ઉપઘાત કરે છે. ઉલ્કા, એકનો ઉપઘાત કરે ઈત્યાદિ હવેની નિયુક્તિમાં કહે છે –
• નિર્યુક્તિ-૧૩૮૯ + વિવેચન :
કનકા અનુક્રમે ત્રણ, પાંચ અને સાતનો ગ્રીષ્મ, શિશિર અને વર્ષમાં હણે છે. ઉલ્કામાં વળી એક પણ હોય, આ બેમાં આ વિશેષ છે - કનક શ્લષ્ણરેખા અને પ્રકાશરહિત, ઉલ્કા એટલે પ્રકાશકારિણી મોટી રેખા. અથવા રેખારહિત વિલિંગ પ્રભા કર તે ઉલ્કા જ.
“વર્ષમાં ત્રણે દિશા” આ પદોની વ્યાખ્યા - • નિતિ -૧૩% + વિવેચન :
વર્ષમાં ત્રણ દિશામાં પ્રભાતિક કાળમાં હોય છે, બાકી ત્રણેમાં ચારે દિશા, ઋતુબદ્ધમાં ત્રણ તારા જોવે તે આ રીતે -
જ્યાં વર્ષો રબ કાળમાં રહે, ત્રણે પણ દિશામાં ત્યાં જોઈને પ્રભાતિક કાળને ગ્રહણ કર. બાકીના ત્રણે કાળમાં વર્ષોમાં જ્યાં રહીને ચારે દિશા વિભાગોને જુએ અને ત્યાં રહીને કાલગ્રહણ છે.
ઋતુબદ્ધમાં ત્રણ તારા, આ રીતે - • નિયુક્તિ-૧૩૯૧-વિવેચન :
ત્રણે કાળમાં અતિ પ્રાદોષિક, અધરામિક અને વૈરાણિક કાળમાં જો ત્રણ તારા જઘન્યથી જુએ, ત્યારે કાળ ગ્રહણ લે. ઋતુબદ્ધમાં વાદળ આદિ વડે