________________
એ ૪/ર૯, નિઃ - ૧૩૨૧,૧૩૨૨
(૧) આભ સમુત્ય - પોતાના વ્રણથી ઉદ્ભવેલ રુધિર આદિ. ૨ શબ્દ સ્વગત અનેક ભેદ દશાવે છે. પરસમુત્ય - સંયમઘાતક આદિ. જે પરસમુલ્ય છે, તે પાંચ પ્રકારે જાણવા. તેમાં ઘણી વક્તવ્યતાથી પરસમુત્વ જ પાંચ પ્રકારે બતાવે છે -
• નિયુક્તિ-૧૩૨૩-વિવેચન :
સંયમઘાતક- સંયમ વિનાશક, તે મહિક આદિ. ઉત્પાતથી થાય ત્પાતિક, તે ધૂળની વૃષ્ટિ આદિ. દિવ્યની સાથે તે સાદિવ્ય, તે ગંધર્વ નગરાદિ અથવા દેવતાકૃત તે સદિવ્ય, વ્યવ્રુહ - સંગ્રામ. આ પણ અસ્વાધ્યાયિકના નિમિત્તથી તેમજ કહેવાય છે. શારીર- તિર્યચ, મનુષ્ય પુદ્ગલ આદિ. આ પાંચ પ્રકારના અવાધ્યાયિકમાં સ્વાધ્યાયથી સંયમ અને આમ વિરાધના કરતો તેમાં દૃષ્ટાંત હવે કહે છે - -
• નિયુકિત-૧૩૨૪-વિવેચન :
ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં જિતશત્રુ રાજા હતા. તેણે પોતાના દેશમાં ઘોષણા કરેલી કે જે મલેચ્છ રાજા આવે છે, તો ગ્રામ, નગર, ફૂલ આદિ છોડીને નીકટના દુર્ગમાં રહો, જેથી વિનાશ પામશો નહીં. જેઓ રાજાના વચનથી દુગદિમાં રહ્યા, તેઓ વિનાશ ન પામ્યા. જેઓ તેમ ન રહ્યા, તેમનો મ્લેચ્છ રાજાએ વિનાશ કર્યો. વળી તેમાં રાજાનો આજ્ઞાભંગ કરેલ હોવાથી જે કોઈ બાકી રહ્યા તેનો પણ દંડ કરાયો.
આ પ્રમાણે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરતાં ઉભયથી દંડ થાય છે. દેવો છળે છે. પ્રાયશ્ચિત પણ તેમને પ્રાપ્ત થાય છે. આલોક અને પરલોકમાં પણ જ્ઞાનાદિની વિફળતા પામે છે.
• નિયુકિત-૧૩૨૫-વિવેચન :
આ દેટાંતનો ઉપનય આ રીતે - રાજા સમાન તીર્થકર, જાનપદ સમાન સાધુઓ, ઘોષણા તે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાયનો પ્રતિષેધ. મ્લેચ્છ જેવો અસ્વાધ્યાયમહિકાદિ રત્નધનાદિ જેવા જ્ઞાનાદિ મહિક આદિ વડે અવિધિકારી હરાય છે.
• નિયુક્તિ-૧૩૨૬-વિવેચન :
થોડી પોરિસિ બાકી રહી હોય જેને કાળવેળા કહે છે. અધ્યયન-પાઠ, મપ શબ્દથી વ્યાખ્યાન પણ જે કરે છે, તે આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. જ્ઞાનાદિ આરહિતને છલણા થાય. સંસાર એ જ્ઞાનાદિની નિષ્ફળતાથી જ થાય છે. તેમાં આધદ્વાર અવયવનો અર્થ પ્રતિપાદન કરવા કહે છે –
• નિયુકિત-૧૩૨૭-વિવેચન :
મહિર - ઘમિકા, ભિHવાસ - બુબુદ આદિમાં, સચિતજ • અરણ્ય આદિમાં વાયુ ઉદ્ધત પૃથ્વી જ કહેલ છે. ઉક્ત ત્રણે સંયમ ધાતક જ થાય છે. જે ક્ષોત્ર અને કાળમાં મહિય આદિ દ્રવ્યો પડે છે અથવા જેટલો કાળ પડે છે. ભાવથી તે સ્થાન અને ભાષાદિની હાનિ થાય છે - ઘટાડો થાય છે. અવયવાર્થે ભાષ્યકાર સ્વયં જ કહે છે. આ પંચવિધ સ્વાધ્યાયિકને કઈ રીતે પરિહરવો જોઈએ ? તે સંબંધે આ દૃષ્ટાંત જણાવે છે -
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • નિયુક્તિ-૧૩૨૮-વિવેચન :
એક રાજાને પાંચ પુરુષો - માણસો હતા. તેઓ ઘણાં યુદ્ધોમાં વિજયને પ્રાપ્ત કરેલા હતા. કોઈ દિવસે તેઓ વડે અત્યંત વિષમ દુર્ગને જીત્યો, તેમનાથી તુષ્ટ થઈને રાજા ઈચ્છિત નગરમાં ‘પ્રચાર' આપે છે. જે કંઈ અશન આદિ કે વર આદિ લોકો પાસેથી લે છે, તેનું બધું વેતન રાજા ચૂકવી દે છે.
• નિયુક્તિ-૧૩૨૯-વિવેચન :
તે પાંચે પુરષોમાં એકને ઘણો સંતુષ્ટ કર્યો. તેને ઘર-દુકાન આદિ સ્થાનોમાં સર્વત્ર ઈચ્છિત પ્રચાર આપ્યો. જે આ “પ્રચાર' અપાયેલાની આશાતના કરે છે, તેને રાજ દંડ કરે છે. આ દટાંતનો ઉપસંહાર –
જેમ - પાંચ પુરુષો છે, તેવા પ્રકારે પંચવિધ સ્વાધ્યાયિક છે. જેમ એક અભ્યધિકતર પુરષ છે, તે પ્રમાણે પહેલો સંયમોપધાતિક છે. બધાં જ ત્યાં સ્થાન, આસન આદિ છે, તેમાં વર્તતાને સ્વાધ્યાય નથી કે પ્રતિલેખન આદિ ચેષ્ટા પણ નથી. બાકીના ચાર અસ્વાધ્યાયિકમાં જે રીતે તે ચાર પુરષો શેરી આદિમાં અનાશાતનીય છે, તેમાં સ્વાધ્યાય કરતાં જ નથી. આવશ્યકાદિ બાકીની બધી ચેષ્ટા કરે છે, ઉcકાલિક પણ ભણે છે.
મહિકા આદિ ત્રણ સંયમોપાતિકનું આ વ્યાખ્યાન છે - • ભાષ્ય-૨૧૬નું વિવેચન :
મહિકા એટલે ધૂમિકા. તે કારતક, માગસર આદિ ગર્ભમાસમાં થાય છે. તે પતન સમકાળે જ સૂફમત્વથી સર્વ અકાયથી ભાવિ કરે છે. ત્યાં તત્કાલ સમયે બધી ચેષ્ટા રોકી લેવી. વ્યવહાર સચિત પૃથ્વીકાય અરણ્યાના વાયુથી ઉડીને આવેલ અને કહે છે. તેનું સચિત લક્ષણ વર્ણવી કંઈક તામ દિગંતરમાં દેખાય છે. તે પણ નિરંતર અપાતથી ત્રણ દિવસ પછી સર્વ પૃથ્વીકાયને ભાવિત કરે છે.
ભિન્ન વર્ષ ત્રણ ભેદે છે – જે વર્ષમાં પડે છે, ત્યાં પાણીમાં પરપોટા થાય છે તે બર્બાદ વર્ષ. તેનાથી વર્જિત તÁર્જ, સૂફમબિંદુ પડતા હોય તે બિંદુ વર્ષ. આનાથી અનુક્રમે ત્રણ, પાંચ, સાત દિવસ પછી સર્વ અકાય ભાવિત થાય છે. - સંયમઘાતક એવા આ સર્વભેદોનો ચાર ભેદે પરિહાર કરવો જોઈએ દ્રવ્યથી તે જ દ્રવ્ય-મહિકા, સચિતરજ અને ભિન્ન વર્ષનો પરિહાર કરે, ક્ષેત્રમાં જ્યાં આ મહિકાદિ પડે છે, ત્યાં જ પરિહાર કરવો, કાળથી-પડવાના કાળથી આરંભીને જેટલો કાળ પડે તે પરિહરવો, ભાવથી સ્થાન-કાયોત્સર્ગ ન કરે, ન બોલે. મારા શબ્દથી ગમન, પ્રતિલેખન, સ્વાધ્યાયાદિ ન કરે. સિવયા કે માત્ર ઉચ્છવાસ, તેનો પ્રતિબંધ ન થઈ શકે, કેમકે તેથી જીવિતનો વ્યાઘાત થાય છે. બાકી બધી ક્રિયાનો નિષેધ છે.
આ ઉત્સર્ગ પરિહાર કહ્યો, આચરણાથી સચિતરજમાં ત્રણ, ભિન્ન વર્ષમાં ત્રણ, પાંચ કે સાત દિવસ પછી સ્વાધ્યાયાદિ બધું કરે. બીજા કહે છે - બુબુદ વર્ષમાં બુદ્ગદ્ વર્જિત પાંચ અહોરમ, બિંદુ વર્ષામાં સાત. તેથી પછી પરમ કાયભાવિતવથી બધી ચેષ્ટા રોકી લે. કઈ રીતે ?