________________
He ૪/૨૭, નિ - ૧૩૨૦/ર, ભા. ૨૧૩ થી
૧૫
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
ચારિત્રને આશ્રીને કહે છે - રભિક અને ચાંડાલને પણ અપાય છે, જેવાતેવાથી શીલની રક્ષા કરવાનું શક્ય નથી. જ્યાં જ્યાં ઉત્પન્ન થાય ત્યાં દાન વડે ભોગોને પામે છે. શીલ વડે ભોગો અને સ્વર્ગ તથા નિવણને પામે છે. તથા અભયદાન દાતા ચારિત્રવાનને નિયત જ છે.
દેવ, મનુષ્ય અને અસર લોકની આશાતનાથી - તે તેની વિતથ પ્રરૂપણાદિથી આશાતના થાય છે. જાણકાર કહે છે –
• ભાષ્ય-૨૧૩ થી ૨૧૫ -
દેવાદિ લોકને વિપરીત કહે. જેમકે સાત દ્વીપ અને સાત સમદ્રો છે. લોક પ્રજાપતિએ બનાવ્યો છે અથવા પ્રકૃતિ અને પુરૂષોના સંયોગરૂપ છે. આ આપનો ઉત્તર આપતા કહે છે - સાતમાં પરિમિત સત્વો, અમોક્ષ કે શૂન્યત્વ અને પ્રજાપતિ, તે કોણે કર્યા છે અનવસ્થા છે. પ્રકૃતિને પ્રવૃત્તિ ક્યાંથી આવી ? જે અચેતન છે તે પુરુષાર્થ નિમિતે જો પ્રવર્તે તે તેની જ અપવૃત્તિ છે. આ બધું વિરુદ્ધ જ છે.
સર્વ પ્રાણ, ભૂત, જીવ, સવોની આશાતનામી - તેમાં પ્રાણી તે બેઈન્દ્રિયાદિ, વ્યકત ઉચ્છવાસ-નિઃશ્વાસવાળા થયા છે, થાય છે અને થશે તે ભૂત-પૃથ્વી આદિ. જીવે છે તે જીવ - આયુકર્મના અનુભાવયુક્ત બધા. સવ-સાંસાકિ અને સંસાર હિત ભેદથી છે અથવા આ બધાં શબ્દો એકાચિંક જ છે.
આશાતના - તેની વિપરીત પ્રરૂપણાદિયી છે. જેમકે - બેઈન્દ્રિયાદિનો આત્મા અંગુઠાના પર્વ જેટલો જ છે. પૃથ્વી આદિ તો અજીવો જ છે. કેમકે તેનામાં સ્પંદન આદિ ચૈતન્ય કાર્ય ઉપલબ્ધ નથી. જીવો ક્ષણિક છે. સવોમાં સંસારી અંગુઠાના પર્વ જેટલાં જ છે. સંસારથી સહિત કોઈ છે જ નહીં. વળી બળી ગયેલા દીપની સમાન ઉપમાવાળો મોક્ષ છે.
ઉકત આક્ષેપનો ઉત્તર આપતા કહે છે - આત્મા દેહવ્યાપી છે. ત્યાં જ સુખદુ:ખાદિથી તેના કાર્યોની ઉપલબ્ધિ છે. પૃથ્વી આદિમાં અલા ચૈતન્યત્વથી કાર્યોની અનુપલબ્ધિથી અજીવવ નથી. જીવો પણ એકાંતે ક્ષણિક હોતા નથી. * * * સવોમાં સંસારી તો દેહ પ્રમાણ જ હોય છે. પ્રતિ ઉકત સંસારથી અતીત જીવો પણ વિધમાન હોય જ છે. કેમકે જીવના સર્વયા વિનાશનો અભાવ છે. બીજા પણ કહે છે કે- વિધમાન ભાવ અસતુ નથી અને સતનો અભાવ વિધમાન નથી. બંનેને પણ તત્વદર્શીએ વડે જોવાયેલા જ છે ઈત્યાદિ.
કાળની આશાતના - જેમકે કાળ છે જ નહીં અથવા કાળની પરિણતિ વિશ્વ છે તથા દુર્નય - કાળ ભૂતોને પકાવે છે, કાળ જ પ્રજાને સંહરે છે, કાળ સુતાને ગાડે છે, કાળ દુરતિક્રમ છે.
ઉકત આક્ષેપનો ઉત્તર :- કાળ છે જ. તેના વિના બકુલ, ચંપક આદિનો નિયત - પુષ્પાદિને આપવાનો ભાવ ન થાય. તેની પરિણતિ પણ વિશ્વ નથી. એકાંત નિત્ય પરિણામની અનુપપત્તિ છે.
શ્રુતની આશાતના - જેમકે રોગીને ઔષધ લેવામાં વળી કાળ શું? મલિન
આકાશ ધોવામાં વળી કયો કાળ ? જો મોક્ષનો હેતુ જ્ઞાન છે, તો કાળ શું અને અકાળ શું ? તેનો ઉત્તર આપે છે - દુ:ખક્ષયના કારણથી પ્રયોજાતો યોગ જિનશાસનમાં યોગ્ય છે, અન્યોન્ય અબાધાથી કર્તવ્ય અસપન થાય છે. પૂર્વે ધર્મદ્વારથી શ્રતની આશાતના કહી, અહીં તે સ્વતંત્ર વિષયવાળી છે, માટે ફરી કહેતા નથી.
મૃતદેવતાની આશાતનાથી - કંઈ કરતી ન હોવાથી શ્રત દેવીનું અસ્તિત્વ જ નથી. તેનો ઉત્તર આપે છે – મનીન્દ્રના આગમો અનધિષ્ઠિત નથી તેથી મૃતદેવી છે જ. તેણી અકિંચિત્ કરી પણ નથી, કેમકે પ્રશસ્ત મનથી કર્મક્ષય દર્શનથી તેનું આલંબત થાય છે.
વાયનાચાર્યની આશાતના - અહીં વાચનાચાર્ય એટલે ઉપાધ્યાય જ કહ્યા છે, જે ઉદ્દેશાદિ કરે છે. તેની આશાતના આ રીતે- દુઃખ કે સુખ રહિત ઘણી વાર વંદના દેવાના હોય છે. તેનો ઉતર - આ શ્રતોપચાર છે. તેમાં અહીં દોષ કોની માફક છે ?
• સૂત્ર-૨૯ :
(૧) જે ભાવિદ્ધ, (૨) વ્યત્યમેલિત, (૩) હીનાક્ષણિક, (૪) અતિ અસ્કિ , (૫) પદહીન, (૬) વિનયહીન, (૩) ઘોષહીન, (૮) યોગહીન, (૯,૧૦) સુષુદત્ત દુહુ પ્રતિષ્ઠિત. (૧૧) અકાલે સ્વાધ્યાય કરવો. (૧૨) કાળે ન કરવો, (૧૩)
અરવાદયાયમાં સ્વાધ્યાય. (૧૪) સ્વાધ્યાયમાં અસ્વાધ્યાય કરવો. તે બધાનું મિચ્છા મિ દુક્કડં.
• વિવેચન-૨૯ :
આ રૌદ સૂત્રો અને સૂત્ર-૨૮માં કહેલા ઓગણીશ સૂકો એ તેત્રીશ આશાતના જાણવી. આ ચૌદ સત્રો શ્રતક્રિયા કાલગોચરત્વથી પુનરપ્તિના ભાગી થતાં નથી. તથા દોષદુષ્ટપદ શ્રુત જો ભણ્યા હોઈએ તો - તે આ પ્રમાણે -
(૧) ભાવિદ્ધ - વિપરીત રનમાલાવત, આ રીતે જે આશાતના કરી હોય, તે હેતુથી જે અતિચાર કર્યો, તેનું મિચ્છા મિ દુક્કડં. એમ બધે જોડવું. (૨) વ્યત્યામેડિત-જુદા જુદા પાઠો મેળવી સૂત્રનો ક્રમ બદલવા. (3) હીનાક્ષાર-અારની ન્યૂનતા આદિ બધું સ્પષ્ટ જ છે વિશેષ આ પ્રમાણે –
ઘોષ - ઉદાત આદિ. યોગ- સમ્યક રીતે યોગોપચાર ન કરવા તે. ગુરુ. સારી રીતે આપે તે સુષુદત કલુષિત અંતરાત્માથી ગ્રહણ કરવું તે દુષ્ટ પ્રતિચ્છિત. જે શ્રતનો કાલિકાદિ અકાલ છે તે. જે જેનો પોતાનો અધ્યયન કાળ છે તે કાળ. અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે.
આ અસ્વાધ્યાયિક શું છે ? આ પ્રસ્તાવથી આવેલ અવાધ્યાયિક નિર્યુક્તિની આધ દ્વાર ગાથા કહે છે –
• નિયુક્તિ-૧૩૨૧,૧૩૨૨-વિવેચન :
અધ્યયન સુધી તે આધ્યયન એટલે આધ્યાય. શોભન આધ્યાય તે સ્વાધ્યાય. તે જ સ્વાધ્યાયિક. સ્વાધ્યાયિક નહીં તે અસ્વાધ્યાયિક. તેના કારણ પણ ‘લોહી’ આદિ કારણમાં કાર્યના ઉપચારથી અસ્વાધ્યાયિક જ કહેવાય છે. તે બે ભેદે છે -