________________
૧૦ ૪/૨૬, નિ૰ - ૧૨૮૮ થી ૧૨૯૦
-
લાખ મૂલ્યના કટક ફેંક્યા, મહાવતે લાખ મૂલ્યનું અંકુશ ફેંક્યું. આ પ્રમાણે પાંચે લાખ મૂલ્યના હતા. પ્રભાતે બધાંને રાજાએ બોલાવીને પૂછ્યું. હે ક્ષુલ્લક ! તેં કેમ ઈનામ આપ્યું ? તેણે પોતાના પિતાએ રાજાએ મારી નાંખ્યા ઈત્યાદિ બધો વૃત્તાંત કહ્યો યાવત્ સંયમ પાળવા સમર્થ ન હોવાથી આપની પાસે આવ્યો. રાજ્યની અભિલાષા હતી. રાજા બોલ્યો આપી દઈશ. ક્ષુલ્લકે કહ્યું કે બસ, સ્વપ્નાંત વર્તે છે. હવે પૂર્વકૃત્ સંયમ પણ નાશ પામશે, માટે નથી જોઈતું. યુવરાજ બોલ્યો – તમને મારીને રાજ લેવું હતું. સ્થવિર રાજા બોલ્યો, આપી દઉં. પણ હવે મારે જોઈતું નથી. સાર્થવાહપત્ની બોલી બાર વર્ષોથી પતિ પરદેશ ગયો છે, હવે માર્ગમાં છે. બીજાની સાથે વિમર્શ કરેલો, પણ હવે ક્યાંય નથી જવું. અમાત્ય
કહે બીજા રાજા સાથે મંત્રણા કરેલી. મહાવત બોલ્યો – પ્રત્યંત રાજાએ હાથી લાવવા કહેલું. પણ હવે કંઈ કરવું નથી. પછી ક્ષુલ્લકકુમાર માર્ગમાં સ્થિર થઈ, ફરી પ્રવ્રુજિત થયા. બધાંએ લોભનો ત્યાગ કર્યો. આ પ્રમાણે ‘અલોભતા’ રાખવી.
*ક
હવે ‘તિતિક્ષા' દ્વાર કહે છે – તિતિક્ષા એટલે પરીષહ, ઉપસર્ગો સહેવા તે. તેમાં દૃષ્ટાંતાર્થે બે ગાયા કહે છે –
• નિયુક્તિ-૧૨૯૧,૧૨૯૨-વિવેચન :
-
ઈન્દ્રપુર નગરે ઈન્દ્રપુર રાજા હતો. તેને ઈષ્ટ અને શ્રેષ્ઠ રાણીના બાવીશ પુત્રો હતા. બીજા કહે છે એક રાણીના હતા. તે બધાં રાજાને પ્રાણ સમાન હતા. મંત્રીને એક પુત્રી હતી. તેને પરણાવવાની હતી. તેણી કોઈ દિવસે ઋતુસ્નાતા
થઈને રહેલી. ત્યારે રાજાએ જોઈ. આ કોની છે ? તેઓ બોલ્યા – તમારી રાણી છે.
-
ત્યારે તેણી સાથે એક રાત્રિ રહ્યો. તેણી ઋતુસ્નાતા હોવાથી તેણીને ગર્ભ રહ્યો. મંત્રીએ પહેલાં જ કહેલું કે – તને ગર્ભ રહે ત્યારે મને કહેજે. તેણીએ બધું જ લખી મોકલ્યું. નવ માસ પુરા થતાં બાળક થયો. તેના દાસચેટો તે દિવસે જન્મ્યા, તે આ પ્રમાણે – અગ્નિ, પર્વતક, બહુલિક, સાગર. બધાં સાથે જન્મ્યા, કલાચાર્ય પાસે લઈ ગયા. તેણે ૭૨ કળા શીખવી. બત્રીશકુમારે પણ કળા શીખી લીધી. પણ ઉપાધ્યાય સાથે મારપીટ કરવાથી તેઓ કોઈ યોગ્ય રીતે કલા ગ્રહણ ન કરી શક્યા.
આ તરફ મથુરામાં જિતશત્રુ રાજા હતો. તેમને નિવૃત્તિ નામે કન્યા હતી. તેને અલંકૃત્ કરી રાજા પાસે લાવ્યા. રાજાએ કહ્યું કે – તને ગમે તે તારો પતિ થાઓ. તેણીએ જાણ્યું કે – જે શૂર, વીર, વિક્રાંતને ફરી રાજ્ય આપશે. ત્યારે તેણી સૈન્ય અને વાહન લઈને ઈન્દ્રપુર નગરે ગઈ. ત્યાં રાજાને ઘણાં પુત્રો છે, તેમ પૂર્વે સાંભળેલ હતું. દૂત મોકલ્યો. તે રાજાએ પણ આ વાત જાણી કે બધાં રાજાને બોલાવ્યા છે. તેણી ગઈ, નગરને પતાકાદિ મુક્ત કર્યુ, રંગમંચ કર્યો. ત્યાં ચક્ર રાખ્યું. એક ચક્રમાં આઠ ચક્રો ગોઠવ્યા. ત્યાં આગળ પુતળી રાખી. તેને વિંધવાની હતી.
રાજા બખ્તર આદિ બાંધી, પુત્રો સહિત નીકળ્યો. ત્યારે તે કન્યા સર્વાલંકાર વિભૂષિત થઈ એક બાજુ ઉભી રહી. રાજાનો મોટો પુત્ર શ્રીમાલી કુમાર, આ કન્યા
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
અને રાજ્ય ભોગવીશ એમ માની બોલ્યો કે તે પુતળીને વિંધશે. ત્યારે તે ધનુષુ પણ ગ્રહણ ન કરી શક્યો. એ રીતે કોઈ પુત્ર સફળ ન થયા. તે મંત્રી તેના દોહિત્રને તે દિવસે સાથે લાવેલ જ હતા. રાજાને અપહત મનઃસંકલ્પ અને હથેળી ઉપર સ્થાપેલા મુખ વાળો, નિરાસ થયેલો જોઈને મંત્રીએ પૂછ્યું – હે દેવાનુપ્રિય ! તમે કેમ નિરાશ થઈને બેઠા છો ? રાજા બોલ્યો કે – આ પુત્રોએ મને હલકો પાડ્યો. ત્યારે મંત્રીએ કહ્યું – હજી તમારો એક પુત્ર છે. આ સુરેન્દ્રદત્તકુમાર. તેની પણ પરીક્ષા કરી લો. ત્યારે રાજાએ પૂછ્યું – આ મારો પુત્ર કઈ રીતે છે ? ત્યારે મંત્રીએ રહસ્ય કહ્યું. રાજા ખુશ થઈ બોલ્યો હે પુત્ર! તું આ આઠ ચક્રો ભેદીને રાજ્યસુખ અને નિવૃત્તિ કન્યાને પ્રાપ્ત કર, તારું કલ્યાણ થાઓ.
-
ત્યારે તે કુમારે ધનુષ્ય લીધું. લક્ષ્યાભિમુખ બાણ ચડાવ્યું. ત્યારે દાસપુત્રો અને બધાં કુમારો અવાજો કરવા લાગ્યા. બીજા બે પુરુષો પણ તેના ઉપાધ્યાયને ભય દર્શાવે છે ઈત્યાદિ - - ૪ - ૪ - તેવી સ્થિતિમાં પણ ક્ષુબ્ધ થયા વિના તેણે પુતળીની આંખ વિંધી નાંખી. ત્યાં ઉત્કૃષ્ટ સિંહનાદ પૂર્વક ધન્યવાદ આપ્યા. અહીં જે ઉપદ્રવોને સુરેન્દ્રદત્તકુમારે સહન કર્યા તે આ દ્રવ્ય તિતિક્ષા.
હવે ઉપસંહાર કહે છે – કુમાર જેવા સાધુ જાણવા. ચાર દાસપુત્રો જેવા ચાર કષાયો છે, બાવીશકુમારો સમાન બાવીશ પરીષહો છે. બે પુરુષ જેવા રાગ અને દ્વેષ છે. પુતળીનું વિંધવું તે આરાધના, નિવૃત્તિ કન્યારૂપ સિદ્ધિ જાણવી. તિતિક્ષા દ્વાર કહ્યું. હવે ‘આર્જવ' કહે છે. આર્જવ એટલે ઋજુત્વ. તેનું દૃષ્ટાંત –
• નિયુક્તિ-૧૨૯૩-વિવેચન :
ચંપાનગરીમાં કૌશિકાર્ય ઉપાધ્યાય હતા. તેમને બે શિષ્યો હતા. અંગર્ષિ અને રુદ્ર. અંગક ભદ્રક હોવાથી તેનું અંગર્ષિ નામ કર્યુ. રુદ્ર હતો તે ગ્રંથિ છેદક હતો. તે બંનેને તે ઉપાધ્યાયે લાકડા લેવા મોકલ્યા. અંગર્ષિ અટવીથી ભાર ગ્રહણ કરીને ચાલ્યો. રુદ્રક દિવસે રખડ્યો, વિકાલે તેને યાદ આવ્યું. અટવી તરફ દોડ્યો. તેણે લાકડાનો ભારો લઈને આવતો જોયો. તેને થયું, મને ઉપાધ્યાય કાઢી મૂકશે.
આ તફ જ્યોતિર્યશા નામે વત્સપાલિકાને પુત્ર પંથકને માટે ભોજન લઈને લાકડાના ભારા સાથે આવતી જોઈ. તેણીને રુદ્રકે ખાડામાં પાડી મારી નાંખી. તેણે લાકડાનો ભારો છીનવીને બીજા માર્ગેથી પહેલાં આવીને ઉપાધ્યાયના હાથમાં ભારો આપીને કહ્યું – તમારા સુંદર શિષ્યએ જ્યોતિર્થશાને મારી નાંખી. રખડતો આવે છે. તે આવ્યો ત્યારે ઉપાધ્યાયે તેને કાઢી મૂક્યો.
વનખંડમાં જઈ ગર્ષિ શુભ અધ્યવસાયથી ચિંતવતો હતો. ત્યાં જાતિસ્મરણજ્ઞાન થયું. સંયમ સ્વીકાર્યો. કેવળજ્ઞાન મહિમા દેવોએ કર્યો દેવોએ કહ્યું કે – આ રુદ્રકે અભ્યાખ્યાન દીધેલ છે. લોકોએ રુદ્રકની હીલના કરી. તે વિચારે છે – બ્રાહ્મણીએ
પણ પ્રવ્રજ્યા લીધી. ચારે કેવળજ્ઞાન પામી સિદ્ધ થયા. ‘આવ' યોગ સંગ્રહ કહ્યો. હવે “શુચિ' કહે છે – શુચિ એટલે સત્ય. સત્ય અને સંયમ તે જ શૌય. સત્ય પ્રતિ યોગ સંગ્રહ થાય, તેનું દૃષ્ટાંત –