________________
• ૪૨૬, નિ - ૧૨૮૬
૪૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
નામે મહdરિકા હતી. તેની શિષ્યા વિગતભયા હતી. તેણીએ ભકત પ્રત્યાખ્યાન કર્યું. સંઘે મોટા ઋદ્ધિ સત્કાર સાથે નિર્ધામણા કરી. તે ધર્મવસ્તુના શિષ્યો બંને પણ પરિકર્મ કરતા હતા. આ તરફ –
• નિર્યુક્તિ-૧૨૮૭-વિવેચન :
ઉજૈનીમાં પ્રધોતના પુત્રો એવા બે ભાઈઓ હતા પાલક અને ગોપાલક, તેઓએ દીક્ષા લીધી. પાલકને બે પુત્રો હતા - અવંતીવર્ધન અને રાષ્ટ્રવર્ધન. પાલકે
અવંતી વર્ધનને રાજા અને રાષ્ટ્રવર્ધનને યુવરાજ પદે સ્થાપીને દીક્ષા લીધી. રાષ્ટ્રવર્ધનની પત્ની ધારિણી, તેનો પણ અવંતીસેન. કોઈ દિવસે રાજાએ ધારિણીને સવગથી વિશ્વસ્ત રહેલી જોઈ. તેણીમાં આસક્ત થયો. દતી મોકલી. ધારિણી તેમ ઈચ્છતી ન હતી. ફરી ફરી મોકલી. ધારિણીએ તિરસ્કાર બુદ્ધિથી કહ્યું - પતિના ભાઈ હોવા છતાં લજ્જા નથી આવતી. ત્યારે અવંતીવર્ધને તેના ભાઈ રાષ્ટ્રવર્ધનને મારી નાંખ્યો. તે વિકાલે પોતાના આભરણો લઈને કૈશાંબી સાર્થ જતો હતો, તેમાં કોઈ વૃદ્ધ વણિક પાસે આશ્રય લીધો. કૌશાંબી ગઈ. ત્યાં દીક્ષા લીધી. તેણીને તુરંતનો ઉત્પન્ન ગર્ભ હતો. તેણી બોલી નહીં. પછી મહરિકાને બધો વૃતાંત કહ્યો. તેણીને સંયતી મળે અસામારિકપણે રાખી. રાત્રિના બાળકને જન્મ આપ્યો. સાધુની ઉg tહણા ન થાય, તે માટે નામમુદ્રા અને આભરણો મૂકીને રાજાના આંગણામાં રાખીને પ્રચ્છન્નપણે ઉભી રહી.
અજિતસેને ત્યારે આકાશતલમાં રહેલ મણીની દિવ્યપમાં જોઈ. બાળક લઈ લીધો - અબીકા પ્રમહિષીને સોંપ્યો. સંયતીએ પૂછતા ધારિણીએ મૃત બાળક જમ્યો એમ કહી દીધું. તેણીને અંત:પુરિકા સાથે મૈત્રી થઈ. બાળકનું મણિપભ નામ રાખ્યું. રાજાના મૃત્યુ પછી મણિપ્રભ રાજા થયો. અવંતિવર્ધન પણ ભાઈને મારવાથી અને સણી પ્રાપ્ત ન થવાથી, ભાઈના સ્નેહને કારણે અવંતીસેનને રાજ્ય દઈને પ્રવજિત થયો. તે મણિપભ પાસે દંડ માંગે છે, તે આપતો નથી. તેથી સર્વ સૈન્ય સાથે કૌશાંબી ઉપર ચડાઈ કરી.
પૂર્વોક્ત બંને અણગાર પરિકર્મ સમાપ્ત થતાં એક બોલ્યો કે - વિનયવતી જેવી ઋદ્ધિ મને પણ થાઓ. નગરમાં ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. બીજા જે ધર્મયશ સાધુ હતા, તે વિભૂષાને ઈચ્છતા ન હતા. તેણે પર્વતની કંદરામાં ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. એ વખતે અવંતીસેન કૌશાંબીને રુંધેલી, તે વખતે કોઈ ધર્મઘોષ આણગાર પાસે જતા ન હતા. તે ચિંતિત અર્થ પ્રાપ્ત ન થતાં કાળધર્મ પામ્યા. દ્વારચી નિકાશન ન થતાં, પ્રાકારની ઉપરથી તેના શરીરને બહાર ફેંકી દીધું.
ધારિણી સાળી વિચારે છે કે – જનક્ષય ન થાઓ. તેથી રહસ્ય ઉદ્ઘાટન કરવા અંત:પુરમાં આવ્યા. મણિપ્રભને કહ્યું કે ભાઈ સાથે કેમ યુદ્ધ કરે છે ? પછી બધો વૃતાંત જણાવી, તેની માતાને પૂછવા કહ્યું. ત્યારે મણિપભે સત્ય જાણ્યું. રાષ્ટ્રવર્ધનના આભરણ અને નામમુદ્રાદિ દર્શાવ્યા. તેને વિશ્વાસ બેઠો એટલે કહ્યું - જો હું હમણાં ખસી જઈશ તો મારો અપયશ થશે. સાધ્વી બોલ્યા - હું તેને બોધ
કરીશ. અવંતિસેનને નિવેદન કર્યું. તેણે સાધ્વીજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તેને કહ્યું કે સાધ્વીજી તારી માતા છે. સાધ્વી પણ બોલ્યા- આ તારો ભાઈ છે. બંને બહાર મળ્યા. પરસ્પર આલિંગન કરીને રડવા લાગ્યા. કેટલોક કાળ કૌશાંબીમાં રહીને બંને ઉજેની ગયા. માતા સાધ્વીને પણ મહત્તરિકા સહિત લઈ ગયા.
વસકાતીર પર્વતે સાધુઓને પર્વતથી ચડતા અને ઉતરતા જોઈને, સાધવી પણ વાંદવાને ગયા. બીજે દિવસે રાજા પણ ગયો. સાધ્વી બોલ્યા - આ સાધુ ભdપ્રત્યાખ્યાન કરેલ છે. બંને સજા ત્યાં રોકાયા. દિવસે દિવસે મહિમા કરે છે. સાધો કાળ કર્યો. એ પ્રમાણે તે ઈચ્છતા ન હોવા છતાં પણ અદ્ધિસકાર થયો. બીજા સાધુને ઈચ્છા છતાં સકાર ન થયો. તેથી ધર્મયશ અણગારની જેમ તપ કરવો.
‘અજ્ઞાતક' યોગ સંગ્રહ કહ્યો. હવે ‘અલોભ' લોભવિવેકપણાથી યોગ સંગ્રહ થાય છે. તેનાથી અલોભતા કરવી જોઈએ. કઈ રીતે ?
• નિયુક્તિ-૧૨૮૮ થી ૧૨૦-વિવેચન :
સાકેત નગર હતું. પુંડરીક રાજા અને કંડરીક યુવરાજ હતો. યુવરાજની પત્ની યશોભદ્રા હતી. તેણીને ફરતી જોઈને પુંડરીક તેણીમાં આસક્ત થયો. પણ તેણી પંડરીકને ઈચ્છતી ન હતી. પૂર્વકથાવત યુવરાજને મારી નાંખ્યો. યશોભદ્રા પણ સાઈની સાથે નીકળી ગઈ. તેણી પણ તુરતના ઉત્પન્ન થયેલા ગર્ભવાળી હતી. શ્રાવતી પહોંચી. ત્યાં અજિતસેન આચાર્ય અને કીર્તિમતિ મહત્તરિકા હતા. તેમની પાસે ધારિણી માફક દીક્ષા લીધી.
તેણીને થયેલ બાળકનું ક્ષુલ્લકકુમાર નામ રાખ્યું. તે યુવાન થયો. તેને થયું કે હું પ્રવજ્યા પાળવા માટે સમર્થ નથી. માતાને પૂછયું - હું જાઉં ? માતા સાધ્વીએ સમજાવવા છતાં તે રહેવા તૈયાર ન હતો. ત્યારે માતા સાદવીએ કહ્યું – મારા નિમિતે બાર વર્ષ રહે. રહ્યો. બાર વર્ષ પૂરા થતાં ફરી પૂછ્યું - હું પ્રવજ્યા છોડીને જઉં ? મહરિકાને પૂછીને જા. તેના નિમિતે પણ બાર વર્ષ રહ્યો. એ રીતે આચાર્યના વચને બાર વર્ષ, ઉપાધ્યાયના વચને બાર વર્ષ. એમ ૪૮-વર્ષ રાખ્યો છતાં દીક્ષામાં રહેવા ઈચ્છતો ન હોવાથી વિદાય આપી. પછી માતાએ કહ્યું કે - જ્યાં-ત્યાં ભટકતો નહીં. પંડરીક રાજા તારા કાકા છે. આ તારા પિતાની વીંટી છે, કંબલરત્ન છે. મેં ઘેરથી નીકળતા સાથે લીધેલા. આને લઈને તું જા.
ક્ષલક, નગરે ગયો. રાજા યાનશાળામાં બેઠો હતો. કાલે મળીશ એમ વિચારી અત્યંતર પર્ષદામાં પ્રેક્ષણ જોવા બેઠો. તે નટી આખી રાત્રિ નૃત્ય કરીને પ્રભાતકાળે નિદ્રાધીન થવા લાગી. ત્યારે નર્તકી વિચારે છે કે – પર્ષદા ખુશ છે, ઘણું મળેલ છે, હવે જો તું પ્રમાદ કરીશ તો અપભ્રાજના થશે. ત્યારે તેણી આ ગીત ગાય છે – “સારું ગાયું, સારું નૃત્ય કર્યું, સારું વગાડ્યું. હે શ્યામ સુંદરી ! દીર્ધ સત્રિ આમ કર્યા પછી સ્વપ્નાંતે પ્રમાદ ન કર [થોડા માટે ન ચૂકી
ત્યારે મુલક કુમારે, કંબલરત્ન ફેંક્યુ, યશોભદ્ર યુવરાજે લાખ મૂલ્યના કુંડલ ફેંક્યા, શ્રીકાંતા સાર્યવાહીએ લાખ મૂલ્યનો હાર ફેંક્યો, જયસંધિ અમાત્યએ